ખિસ્સામાં રૂપિયા છે અને લાખો રૂપિયા કમાવવા છે તો આ 5 સ્ટોક ખરીદી લો, જબરદસ્ત આપશે રિટર્ન

Top 5 Stocks to buy: શેરખાને (Sharekhan) લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં પસંદ કરેલા 5 શેરો ખરીદવાની સલાહ આપી છે. જેમાં Gabriel India, Kirloskar Oil Engines, Kajaria Ceramics, Sun Pharm, Maricoનો સમાવેશ થાય છે.

ખિસ્સામાં રૂપિયા છે અને લાખો રૂપિયા કમાવવા છે તો આ 5 સ્ટોક ખરીદી લો, જબરદસ્ત આપશે રિટર્ન

Top 5 Stocks to buy: વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીને કારણે ગયા સપ્તાહે સ્થાનિક બજારોમાં ઘટાડો રહ્યો હતો. ધીમા અને નબળા બજારમાં પણ લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં પોર્ટફોલિયોમાં કેટલાક સારી ગુણવત્તાના શેરોમાં રોકાણ કરવાની તક છે. બ્રોકરેજ હાઉસ શેરખાને (Sharekhan) લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં પસંદગીના 5 શેરો ખરીદવાની સલાહ આપી છે. જેમાં ગેબ્રિયલ ઈન્ડિયા, કિર્લોસ્કર ઓઈલ એન્જીન્સ, કજારિયા સિરામિક્સ, સન ફાર્મ, મેરીકોનો સમાવેશ થાય છે. આ મજબૂત શેર્સ આગામી એક વર્ષમાં 21 ટકા સુધીનું મજબૂત વળતર આપી શકે છે.

Gabriel India
બ્રોકરેજ ફર્મ શેરખાને (Sharekhan) Gabriel Indiaના શેર પર ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય રૂ. 384 છે. 29 સપ્ટેમ્બર 2023ના રોજ શેરની કિંમત 329 રૂપિયા હતી. આ રીતે, રોકાણકારો શેર દીઠ 17 ટકા વધુ વળતર મેળવી શકે છે.

Kirloskar Oil Engines
બ્રોકરેજ ફર્મ શેરખાને (Sharekhan) Kirloskar Oil Enginesના સ્ટોક પર ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય રૂ. 621 છે. 29 સપ્ટેમ્બર 2023ના રોજ શેરની કિંમત 542 રૂપિયા હતી. આ રીતે, રોકાણકારો શેર દીઠ 15 ટકા વધુ વળતર મેળવી શકે છે.

Kajaria Ceramics
બ્રોકરેજ ફર્મ શેરખાને (Sharekhan) Kajaria Ceramics ના સ્ટોક પર ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય રૂ. 1600 છે. 29 સપ્ટેમ્બર, 2023 ના રોજ શેરની કિંમત 1,324 રૂપિયા હતી. આ રીતે, રોકાણકારો શેર દીઠ 21 ટકા વધુ વળતર મેળવી શકે છે.

Sun Pharm 
બ્રોકરેજ ફર્મ શેરખાને (Sharekhan) Sun Pharm ના શેરમાં ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય રૂ. 1300 છે. 29 સપ્ટેમ્બર, 2023ના રોજ શેરની કિંમત 1,159 રૂપિયા હતી. આ રીતે, રોકાણકારો શેર દીઠ 12 ટકા વધુ વળતર મેળવી શકે છે.

Marico
બ્રોકરેજ ફર્મ શેરખાને (Sharekhan) Maricoના શેર પર ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય રૂ. 645 છે. 29 સપ્ટેમ્બર 2023ના રોજ શેરની કિંમત 562 રૂપિયા હતી. આ રીતે, રોકાણકારો શેર દીઠ 15 ટકા વધુ વળતર મેળવી શકે છે.

(Disclaimer: અહીં સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ Zee24 kalakના મંતવ્યો નથી. રોકાણ કરતા પહેલાં તમારા સલાહકારની સલાહ લો.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news