Bank Fraud થાય અને પૈસા જતા રહે તો શું કરવું? આ રીતે પરત મેળવો પુરી રકમ

બેંક છેતરપિંડીના કિસ્સામાં આ પદ્ધતિ અપનાવવામાં આવે તો મળી શકે છે 100% પૈસા પાછા

Bank Fraud થાય અને પૈસા જતા રહે તો શું કરવું? આ રીતે પરત મેળવો પુરી રકમ

નવી દિલ્લીઃ બેંક ફ્રોડ થાય તો શું કરવું? સાયબર ક્રાઈમ થાય તો શું કરવું? ફર્જિ કોલ આવવા પર શું કરવું? ફ્રોડ કોલની કમ્પલેન કર્યા કરવી? સાયબર ક્રાઈમનો ટોલ ફ્રિ નંબર શું છે? 155260 કોનો નંબર છે? બેંક ફ્રોડ થયું હોય તો પૈસા કેવી રીતે પરત મળશે? જાણો તમામ વિગતો...
તમે પણ બેંકમાં પૈસા જમા રાખતા હશો. સ્વાભાવિક છે કે, આજકાલ મોટાભાગના લોકો ઘરે રોકડ રાખવાને બદલે બેંકોમાં પૈસા રાખવાને સલામત માને છે. અને આ પૈસા સુરક્ષિત પણ છે. પરંતુ સાયબર અપરાધીઓની નજર તમારા દરેક બેંક ખાતા પર છે. દરેક ડિજિટલ પેમેન્ટ પર. આ સાયબર અપરાધીઓ હજારો કિલોમીટર દૂર જંગલમાં રહીને પણ એક ક્ષણમાં કોઈના બેંક ખાતામાંથી પૈસા ગાયબ કરી શકે છે.
કેટલીકવાર તેઓ તમારી બેદરકારીનો ફાયદો ઉઠાવે છે. તેથી ઘણી વખત તેઓ બેંક અથવા કોઈપણ ડિજિટલ પેમેન્ટ કંપનીની બેદરકારીનો લાભ પણ ઉઠાવી લે છે. બેદરકારી ગમે તેની હોય પણ નુક્સાન તો તમારું જ છે.
આવી સ્થિતિમાં, તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે શું એવી કોઈ માહિતી છે કે જેના દ્વારા બેંક છેતરપિંડી થાય તો પણ ખાતામાં પૈસા પાછા આવી શકે છે.
જેથી, તે 3 મહત્વપૂર્ણ વસ્તુઓ જેના દ્વારા તમે બેંક છેતરપિંડી પછી સંપૂર્ણ પૈસા પાછા મેળવી શકો છો. તમે 100% બેંક ફ્રોડ મની પણ મેળવી શકો છો. પરંતુ આ માટે કેટલાક મહત્વપૂર્ણ નિયમો અને શરતો પણ છે. એ જાણ્યા પછી જ તમને તમારા પૂરા પૈસા પરત મળી શકશે.
જો બેંક ખાતામાંથી પૈસા ઉપાડી જાય, તો આ 3 રીતો અપનાવો...
1. છેતરપિંડી થયાના 3 દિવસની અંદર ફરિયાદ કરો
જો તમારા બેંક ખાતામાંથી પૈસાની છેતરપિંડી થય છે, તો સૌથી પહેલા તમારે તાત્કાલિક ફરિયાદ નોંધાવવી જરૂરી છે. વાસ્તવમાં, જો તમે છેતરપિંડી થયાના 3 દિવસની અંદર બેંકમાં ફરિયાદ નોંધાવી દો છો, તો તમને સંપૂર્ણ પૈસા પાછા મળી શકે છે.
તમને જણાવી દઈએ કે અહીં 3 દિવસનો અર્થ વર્કિંગ-ડે એટલે કે કામકાજના દિવસો છે. જો ધારો કે શનિવારે તમારી સાથે છેતરપિંડી થઈ છે, તો રવિવાર રજા તરીકે ગણવામાં આવશે નહીં.
બેંક અધિકારીઓનું કહેવું છે કે જો તમે ત્રણ દિવસની અંદર ફરિયાદ દાખલ કરો છો, તો બેંક તમારા પુરા પૈસા 10 દિવસમાં પરત કરી દેશે. જો કે, આ પૈસા સીધા તમારા ખાતામાં જમા થશે નહીં, પરંતુ તે શેડો ક્રેડિટ હશે. ઉદાહરણ તરીકે, ખાતામાં જમા થવામાં વધુમાં વધુ 90 દિવસનો સમય લાગી શકે છે અથવા તો તેનાથી પણ ઓછો સમય લાગી શકે છે.
પરંતુ આમાં એક શરત છે કે આ છેતરપિંડી તમારા તરફથી કોઈ બેદરકારીને કારણે ન થવી જોઈએ. ધારો કે તમે પોતે બેંકની વિગતો, ATM કાર્ડની વિગતો, OTP અથવા અન્ય કોઈ માહિતી શેર કરી હોય, તો બેંક પૈસા પરત કરશે નહીં.
2. છેતરપિંડીના 3 દિવસ પછી અથવા 4-7 દિવસમાં ફરિયાદ કરો છો, તો આટલી રકમ મળશે
આરબીઆઈની સૂચના અનુસાર જો બેંક ખાતામાંથી છેતરપિંડીની જાણ કરવામાં 3 દિવસનો વિલંબ થાય છે. પરંતુ તમે 4 થી 7 દિવસમાં ફરિયાદ કરી છે તો બેંક પૈસા પરત કરશે. પરંતુ 100% પૈસા પરત કરવામાં આવશે નહીં. તેના બદલે ગ્રાહકને 25,000 રૂપિયા સુધીનું નુકસાન સહન કરવું પડી શકે છે. 3 દિવસથી વધુ વિલંબના કિસ્સામાં, બેંક કેટલાક અન્ય નિયમો અને શરતો લાદી શકે છે.
3. સાત દિવસ પછી ફરિયાદ કરશો તો પછી આવું થશે
તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જો તમે બેંક છેતરપિંડીના 7 દિવસ પછી ફરિયાદ નોંધાવો છો, તો તમારે પૈસા પાછા મળવાની આશા છોડી દેવી પડી શકે છે. કારણ કે આ માટેનો નિયમ છે કે બેંકનું એક બોર્ડ નક્કી કરશે કે ગ્રાહકના પૈસા પરત કરવા કે નહીં.
આમાં એ પણ છે કે છેતરપિંડીની રકમ લાખો હોય કે કરોડ, તેમ છતાં બેંકની મહત્તમ જવાબદારી 10 હજાર રૂપિયા સુધીની જ રહેશે. આ માટે પોલીસમાં FIRની પણ જરૂર પડશે.
જો તમે આ ભૂલ કરી હશે તો નહીં મળે પૈસા
ખુદથી OTP આપ્યો હશેઃ
તમારા માટે એ જાણવું પણ જરૂરી છે કે તમને બેંકમાંથી છેતરપિંડી કરવામાં આવેલા પૈસા ત્યારે જ મળે છે જો તમે છેતરપિંડી દરમિયાન કોઈ બેદરકારી ન દાખવી હોય. ઘણી વખત સાયબર ઠગ તમને અમુક લાલચ આપીને અથવા કોઈ બહાનું બનાવીને OTP માંગે છે. તે પછી પૈસા ઉપાડી લે. જો તમે પણ આવી બેદરકારી દાખવી હોય તો પૈસા પરત કરવાની જવાબદારી બેંકની રહેશે નહીં.
રિમોટ એપનો ઉપયોગઃ
આજકાલ સાયબર ક્રિમિનલ્સ યુક્તિનો ઉપયોગ કરીને લોકોને રિમોટ એપ ડાઉનલોડ કરવા માટે કરાવે છે. ખાસ કરીને ત્રણ રિમોટ એપ્સ Ani ડેસ્ક, QS (ક્વિક સપોર્ટ) અને ટીમ વ્યૂઅર. આ ત્રણેય એપ્સ ડાઉનલોડ થતાની સાથે જ તેમનો યુનિક કોડ જનરેટ થાય છે.
જો તમે આ કોડ કોઈને જણાવો છો, તો તમારા ફોનનો એક્સેસ સાયબર ક્રિમિનલ પાસે જાય છે. જે પછી તેઓ સરળતાથી તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. તેથી, જો આ બેદરકારી કરવામાં આવશે તો પણ બેંક જવાબદાર રહેશે નહીં.
આ વાતોનું રાખો ધ્યાન
- જો તમે ATM કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ લો છો, તો ચોક્કસપણે ફોન બેંકિંગ અપડેટ કરો અને તમારો ફોન નંબર અપડેટ રાખો.
- જો ફોન બેંકિંગ અપડેટ કરવામાં ન આવે તો, અને છેતરપિંડી થાય છે. તો તમને રિટર્ન મેળવવામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
- OTP નંબર અથવા કાર્ડની વિગતો જાતે શેર કરશો નહીં. જો છેતરપિંડી થાય તો 3 દિવસમાં બેંકમાં ફરિયાદ કરો.
- તમારે હંમેશા બેંકના ATM બૂથમાંથી પૈસા ઉપાડવા જોઈએ અને એ પણ જોવું જોઈએ કે ત્યાં સિક્યોરીટી છે કે નહીં.
- ગૂગલ પરથી કસ્ટમર કેર નંબર શોધવો નહીં, કારણ કે ઠગ પોતાનો નંબર અપલોડ કરીને લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે.
- ANI DESK, QS, TEAM Viewer જેવી રિમોટ એપ્સને ક્યારેય ડાઉનલોડ કરશો નહીં.
બેંક ફ્રોડના કિસ્સામાં શું કરવું?
બેંકની અધિકૃત વેબસાઇટ પરથી ટોલ ફ્રી નંબર અથવા બેંક પાસબુક અથવા કાર્ડ પર લખેલા નંબર પર ફોન કરીને તરત જ ફરિયાદ નોંધાવો. ગૂગલ પર સર્ચ કરીને ક્યારેય નંબર ન શોધો. અહીંથી છેતરપિંડી થઈ શકે છે.
સાયબર ક્રાઈમના કિસ્સામાં શું કરવું?
આવી ઘટનાના કિસ્સામાં, Google પર તરત જ કોઈપણ નંબર પર કૉલ કરવાને બદલે, ટોલ ફ્રી નંબર 155260 પર કૉલ કરીને માહિતી મેળવી લો.
જ્યારે તમને ફેક કોલ આવે ત્યારે શું કરવું?
બેંક અધિકારીઓ ક્યારેય ફોન કરતા નથી. તેમની પાસે કૉલ કરવાનો અને તમારી પાસેથી કોઈપણ માહિતી માંગવાનો અધિકાર નથી. ઘણી વખત બેંકર્સ તમને ફક્ત EMI બાઉન્સ અથવા કોઈપણ મોટી રકમના વ્યવહાર વિશે કૉલ કરી શકે છે.
સાયબર ક્રાઈમ ટોલ ફ્રી નંબર શું છે?
155260 સાયબર ક્રાઈમ ટોલ ફ્રી નંબર છે.
155260 કોનો નંબર છે?
આ એક ટોલ ફ્રી નંબર છે. જે ભારત સરકાર દ્વારા સાયબર ક્રાઈમ વિશે ફરિયાદો અને માહિતી મેળવવા માટે બહાર પાડવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news