ફ્લાઇટ રદ થતાં મુસાફરોને હોટલમાં મફતમાં રાતવાસો કરાવશે Airlines
કેંદ્ર સરકારે એરલાઇન્સ દ્વારા યાત્રા કરનારાઓ માટે મોટી જાહેરાત કરી છે. નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જયંત સિંહાએ કહ્યું કે એરલાઇન્સ કંપનીઓ ખોટા કારણના લીધે ફ્લાઇટમાં મોડું થાય છે તો તેમને મુસાફરોને પેનલ્ટી આપવી પડશે.
Trending Photos
નવી દિલ્હી: કેંદ્ર સરકારે એરલાઇન્સ દ્વારા યાત્રા કરનારાઓ માટે મોટી જાહેરાત કરી છે. નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જયંત સિંહાએ કહ્યું કે એરલાઇન્સ કંપનીઓ ખોટા કારણના લીધે ફ્લાઇટમાં મોડું થાય છે તો તેમને મુસાફરોને પેનલ્ટી આપવી પડશે. જો ફ્લાઇટ બીજા દિવસે પણ મોડી ચાલે છે તો કોઇપણ વધારાના ચાર્જ વિના મુસાફરોને હોટલમાં રોકાવવાની વ્યવસ્થા કરવી પડશે. કનેક્ટિંગ ફ્લાઇટ મિસ થતાં પણ કંપનીઓને અલગથી દંડ ભોગવવો પડશે. ફ્લાઇટ વધુ ડિલે થવાની સ્થિતિમાં મુસાફરો ટિકીટ કેન્સલ કરાવી શકે છે.
એરલાઇન્સની ભૂલ પર દંડ
નાગરિક ઉડ્ડયન મંત્રી જયંત સિંહાએ મોટી જાહેરાત કરી છે કે જો કોઇ ફ્લાઇટ રદ થાય છે અને તેમાં એરલાઇન્સ કંપનીની ભૂલ છે તો કંપનીએ મુસાફરોના પુરા પૈસા દંડના રૂપમાં રિફંડ કરવા પડશે. આ ઉપરાંત પેપરલેસ માટે ડિજિયાત્રાની શરૂઆત સાથે કેન્સલેશન ચાર્જ પર મોટી રાહત મળવા જઇ રહી છે.
દિવ્યાંગ મુસાફરો માટે પહેલ
સરકારે કહ્યું કે વિશેષ જરૂરિયાતવાળા (દિવ્યાંગ) મુસાફરો માટે ખાસ જોગવાઇ કરવામાં આવે. આ સાથે જ સરકાર ઘરેલૂ હવાઇ મુસાફરીને પેપરલેસ સફરની સુવિધા આપવા જઇ રહી છે. તેના માટે મુસાફરોને એક યૂનિક નંબર પ્રાપ્ત કરવો પડશે. મુસાફરી દરમિયાન એરપોર્ટ પર તેમને આ નંબર બતાવવો પડશે. આમ કરવાથી પોતાના સમયની બચત કરી શકે છે. ડિજિયાત્રા હેઠળ ઓળખપત્ર માટે આધાર અનિવાર્ય નથી.
કેન્સલેશન પર કોઇ ચાર્જ નહી
નાગરિક ઉડ્ડયન મંત્રી જયંત સિંહાએ મોટી જાહેરાત કરી છે. પેપરલેસ યાત્રા માટે ડિજિયાત્રાની શરૂઆત સાથે જ કેન્સલેશન ચાર્જ પર મોટી રાહત મળવા જઇ રહી છે. સરકાર તેને લઇને ડ્રાફ્ટ ચાર્ટર લઇને આવી છે. જેનાપર બધા પક્ષો પાસે ભલામણ માંગી છે. 1 મહિનાની અંદર આ પ્રસ્તાવોને લાગૂ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઇએ કે કેંદ્ર સરકારે વિમાન કંપનીની મનમાની ખતમ કરવા માટે એવિએશન સેક્ટરમાં મોટા રિફોર્મ્સની જાહેરાત કરી છે.
ટિકિટ કેન્સલેશન પર રાહત
એવિએશન મિનિસ્ટર જયંત સિંહાએ કહ્યું કે જો ફ્લાઇટ બુકિંગના 24 કલાકમાં મુસાફર ટિકિટ કેન્સલ કરાવી દે છે તો તેને તેના માટે કોઇ કેસિલેશન ચાર્જ આપવો નહી પડે. તેના માટે યાત્રા સમયે 96 કલાક પહેલાં સુધી ટિકિટ કેન્સલ કરવા પર પણ કોઇ ચાર્જ નહી લાગે. આ સમયસીમાની અંદર ટિકીટમાં અન્ય પ્રકારના ફેરફાર પણ મફત કરાવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે