દંડ

રાજકોટઃ જાહેરમાં સીગારેટ પીતા વ્યક્તિ સામે પોલીસે નોંધ્યો ગુનો, ફટકાર્યો દંડ

રાજકોટમાં જાહેરમાં સ્મોકિંગ કરતા વ્યક્તિ સામે ગુનો નોંધવાની આ પ્રથમ ઘટના છે.  
 

Sep 30, 2020, 06:07 PM IST

ઘરથી બહાર નિકળતાની સાથે માસ્ક ઉપરાંત આ વસ્તું પણ જરૂર પહેરજો, નહી તો ભરવો પડશે આટલો મોટો દંડ

હાલ કોરોના કાળ ચાલી રહ્યો હોવાનાં કારણે લોકડાઉન બાદ અનલોકનાં 4 ફેઝ પણ આવી ચુક્યા છે. આવામાં સમગ્ર તંત્ર માત્ર સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પર જ જોર આપી રહ્યું હતું. બાકીનાં તમામ કાયદાને થોડા સમય માટે છુટછાટ સાથે પાળવામાં આવી રહ્યા હતા. જો કે હવે તમામ જન જીવન ફરી એકવાર પાટે ચડી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા તમામ નિયમોનું ફરી એકવાર કડક પાલન થાય તે જરૂરી બન્યું છે. તેવામાં ટ્રાફીક પોલીસ દ્વારા હવે ટ્રાફીકનાં નિયમોનું પણ કડક પણે પાલન કરાવવામાં આવશે. જે અંતર્ગત હેલમેટનો કાયદો ફરી એકવાર કડક રીતે અમલી બનાવવા માટેનો રાજ્યાદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

Sep 9, 2020, 12:25 AM IST

Twitter પર લગાવ્યો 25 કરોડનો દંડ, યૂઝર્સે ડેટા સાથે કરી છેડછાડ

ટ્વિટરે ખુલાસો કર્યો છે જાહેરાતના લાભ માટે યૂઝર્સના ફોન નંબર અને ઇમેલ આઇડીનો દુરૌપયોગ કરવા સંબંધિત એક તપાસમાં કંપની તરફથી યૂએસ ફેડરલ ટ્રેડ કમિશન (એફટીસી)ને 25 કરોડ ડોલર સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે.

Aug 4, 2020, 12:51 PM IST

માસ્ક ના પહેરનારા સામે સરકારની કડક કાર્યવાહી, હવે 200 નહીં આટલા રૂપિયાનો થશે દંડ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને રૂપિયા 500નો દંડ ફટકારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ આ દંડની જે રકમ રૂપિયા 200 છે તે 1 ઓગસ્ટથી 500 રૂપિયા કરવામાં આવશે.

Jul 28, 2020, 10:18 AM IST

આ રાજ્યમાં માસ્ક ન પહેરનારને થશે એક લાખ રૂપિયા સુધીનો દંડ, 2 વર્ષની જેલ પણ થઈ શકે

ઝારખંડ (Jharkhand) માં કોરોનાના નિયમોની અવગણના અને માસ્ક (Mask) ન પહેરવા પર એક લાખ રૂપિયા સુધીનો દંડ અને 2 વર્ષની સજા થઈ શકે છે. ઝારખંડ કેબિનેટે બુધવારે ચેપી રોગ વટહુકમ 2020ને પાસ કરી દીધો. જેમાં કહેવાયું છે કે સુરક્ષા પ્રોટોકોલનો ભંગ કરનારા અને માસ્ક ન પહેરનારાને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. 

Jul 23, 2020, 02:52 PM IST

અમદાવાદીઓ સાવધાન...માસ્ક નહીં પહેરનારાઓને હવે 200 રૂપિયાની જગ્યાએ અધધધ...દંડ ભરવો પડશે

અમદાવાદમાં હવે માસ્ક નહીં પહેરનારાઓએ વધુ દંડ ભરવો પડશે. માસ્ક નહીં પહેરનાર સામે હવે 200 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત પાન મસાલાની પિચકારીઓ મારનારા લોકોને રોકવા માટે પાન મસાલાવાળા પાસેથી 10 હજાર રૂપિયા દંડ વસૂલ કરવાનો નિર્ણય પણ લેવાયો છે. 

Jul 13, 2020, 01:30 PM IST

ગાંધીનગરમાં 25 હજારથી વધુ વ્યક્તિઓને માસ્ક ન પહેરવું પડ્યું ભારે, જાણો કેટલો દંડ વસૂલ કરાયો

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય અને મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધીમાં માસ્ક ન પહેરી જાહેરનામાનો ભંગ કરનાર 25,741 વ્યક્તિઓ પાસેથી અડઘા કરોડથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ આજે (6 જુલાઇ) 1,464 વ્યક્તિઓ પાસેથી રૂપિયા 2,93,470નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેવું જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું છે.

Jul 6, 2020, 08:20 PM IST

કોરોના કહેર વચ્ચે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરાઇ I FOLLOW મુહિમ, જાણો કેમ

સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નવી મુહિમ શરૂ કરવામાં આવી છે. લોકડાઉન વચ્ચે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડ ફટકારવામાં આવતો હતો. ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ મુહિમ અંતર્ગત લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવામાં આવશે.

Jul 6, 2020, 05:15 PM IST

અમદાવાદ મનપાએ બોડીલાઇન અને અર્થમ હોસ્પિટલને રૂપિયા 5-5 લાખનો દંડ ફટકાર્યો

મહાનગર પાલિકાએ આંબાવાડીમાં આવેલી અર્થમ હોસ્પિટલ અને પાલડીની બોડીલાઈન હોસ્પિટલને દંડ ફટકાર્યો છે. એએમસીએ આ બંન્ને હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરેલી હોવાથી મનપાના 50 ટકા બેડ રિઝર્વ હોવાને કારણે દર્દીને દાખલ કરવામાં ન આવ્યા અને ચાર્જ વસુલવામાં આવતો હતો. 
 

Jun 9, 2020, 07:12 PM IST

લગ્ન દરમિયાન ન પહેર્યું માસ્ક, કોર્ટે વર-વધૂને ફટકાર્યો દંડ

જાબ-હરિયાણા હાઇકોર્ટએ કોરોના સંકટકાળમાં લગ્ન દરમિયાન વર-વધૂને માસ્ક ન પહેરવા બદલ પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પંજાબના ફાજિલ્કા જિલ્લાના એક પ્રેમી યુગલે લગ્ન સમયે માસ્ક પહેર્યું ન હતું .

Jun 3, 2020, 04:02 PM IST
Corona Virus: Gujarat Health Department Active PT14M43S

જા કોરોના જા: સુરત આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં

કોરોના વાયરસને લઈ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ છે જોકે અત્યાર સુધી એક પણ પોઝિટીવ રિપોર્ટ વાયરસને લઈ આવ્યો નથી.તેમ છતાં તકેદારી ના ભાગે રાજ્ય ની આરોગ્ય વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં જાહેર રોડ પર થુકનારાઓ પાસે થી રૂ 500 નો દંડ વસૂલવા મહાનગરપાલિકા ને આદેશ આપી દેવામાં આવ્યો છે.ત્યારે આ આદેશ ને લઈ સુરત ની આરોગ્ય વિભાગ ની ટિમ પણ હરકત માં આવી ગઈ છે. સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ આજે વિવિધ વિસ્તારોમાં ફરી રહી ત્યારે જ્યારે વેસુ વિસ્તારમાં શનિ જાધવ નામના યુવાન જાહેર રસ્તા પર થૂંકતા દેખાઈ ગયો હતો અને તેની પાસેથી પાલિકાના અધિકારીઓ રૂપિયા 500 દંડ વસુલ કર્યો હતો.

Mar 16, 2020, 04:30 PM IST
Zee 24 Kalak Reality Chek On Corona Viruse PT10M36S

જીવલેણ કોરોના: ગુજરાતના આ શહેરોમાં કોરોનાને લઇને કેવી તૈયારીઓ, Zee 24 કલાકે કર્યું રિયાલિટી ચેક

સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ ના કારણે હાહાકાર મચ્યો છે, ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં તંત્ર એ કોરોન વાયરસ ને લઈ ને આઈશોલેશન વોર્ડ તૈયાર કર્યો છે.તંત્ર એ તૈયાર કરેલ આઈશોલેશન વોર્ડ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગાઈડલાઈન મુજબ છે કે નહિ તેનું રિયાલિટી ચેક કર્યું. તંત્ર એ તૈયાર કરેલ આઈશોલેશન વોર્ડ માં 12 બેડ ની સુવિધા છે. વોર્ડ મા ઓકિસજન બોટલ, વેન્ટિલેટર, દવાઓ ની સુવિધા તૈયાર કરી છે. સાથે જ વોર્ડ મા 3 ડોકટર અને 7 નર્સ ફરજ બજાવી રહી છે જેમને સેફ્ટી માટે કીટ આપવામાં આવી છે.દરેક શંકાસ્પદ દર્દીઓ નું ચેકીંગ વોર્ડમાં થઈ રહ્યું છે સાથે જ દર્દીઓ ના રિપોર્ટ કઢાવવા માટે સેમ્પલ લઈ અમદાવાદ મોકલવામાં આવી રહ્યા છે.

Mar 16, 2020, 12:20 PM IST
24 Kalak News 16 March 2020 PT24M45S

24 કલાક ન્યૂઝ: કોરોનાના કહેર સામે સરકાર સજ્જ, જાણો કેવી છે તૈયારીઓ

પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝનની તમામ ટ્રેઇનોમાં રેલ્વે તંત્ર દ્વારા કોરોના વાયરસના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખી સાફસફાઈ કરવામાં આવી રહી છે. સફાઈ કર્મીઓ માસ્ક પહેરી ખુબજ સાવધાની પૂર્વક કેમિકલથી ટ્રેઇનના દરેક ભાગની સફાઈ કરી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા મહત્વના પગલાંઓ ભરાઈ રહ્યા છે, ભારતમાં પણ આ વાયરસે પગ પેસારો કરી દીધો છે ત્યારે તેની સંભવિત અસરોને રોકવા સાવધાની જરૂરી બની છે.

Mar 16, 2020, 10:20 AM IST

જો આ કાયદો તોડશો તો થશે 1 કરોડ રૂપિયાનો દંડ

જો તમે એરપોર્ટ અથવા ફ્લાઇટમાં ગુંડાગીરી કરવાની ફિરાકમાં છો તો સાવધાન થઇ જજો. પ્લેન હાઇજેક અથવા એરપોર્ટમાં બોમ્બની અફવા અથવા એરક્રાફ્ટની અંદર એર હોસ્ટેસ સાથે ગેરવર્તણૂંક કરતાં પહેલાં આ સમાચાર વાંચી લો. સરકાર હવે આવા કોઇપણ નાના-મોટા ગુના માટે તમારા ઉપર આટલો દંડ લાગી શકે છે કે તેને ચૂકવવામાં તમારા પરદાદા યાદ આવી જશે.

Feb 5, 2020, 09:49 AM IST
FRC charged fine of Rs 3.50 lakh from 25 schools in surat watch video zee 24 kalak PT1M52S

સુરત: ફીમાં મનમાની કરતી શાળાઓ પાસેથી FRCએ 3.50 લાખનો દંડ વસુલ્યો

FRCએ 25 શાળાઓ પાસેથી દંડ વસૂલ્યો. મંજૂરી વિના શાળાઓએ મસમોટી ફી વસૂલી જેને લઈને તેમની પાસેથી 3.50 લાખનો દંડ વસૂલાયો. અન્ય શાળાઓને પણ નોટિસ ફટકારવામાં આવશે.

Jan 25, 2020, 09:05 AM IST
2 Lakh Fine To Catering Contractor In Surat Food Poisoning Case PT4M30S

શતાબ્દી ટ્રેનમાં 4 મહિલાઓને થયું ફૂડ પોઈઝનીંગ, કોન્ટ્રાક્ટરને 2 લાખનો દંડ

શતાબ્દી ટ્રેનમાં યાત્રીઓને ફૂગવાળો બ્રેક ફાસ્ટ પીરસવાનો મામલે આગામી પાંચ દિવસ તમામ ટ્રેનમાં ખોરાકની ગુણવત્તા ચકાસવા ફરમાન કરવામાં આવ્યું છે. શતાબ્દી ટ્રેનમાં 33 પૈકીની ચાર મહિલાઓને ફૂડ પોઈઝનીંગ થવાના મામલે કેટરીના કોન્ટ્રાક્ટરને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઘટના બાદ સતત ત્રણ દિવસ સુધીની ક્વોલિટી ચકાસવાને ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવા આદેશ કર્યો હતો.

Jan 9, 2020, 03:45 PM IST
RTO Fined Car Owner Rs 27 Lakh In Ahmedabad PT3M42S

અમદાવાદમાં RTOએ કાર માલિકને ફટકાર્યો 27.86 લાખનો દંડ, જુઓ વીડિયો

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે જપ્ત કરેલી કારના માલિક પાસેથી તોતિંગ દંડ વસુલ કર્યો હોવાના સમાચાર છે. અમદાવાદ પોલીસે રૂ. 2.18 કરોડની(2.28 Crore INR) કિંમતની પોર્શે કાર પાસેથી (Porsche 911) 27.68 લાખનો દંડ વસુલ કર્યો છે. બે વર્ષથી આ ગાડી ટેક્સ ભર્યા વિના રોડ પર ફરી રહી હતી એના બદલ માલિક પાસેથી 16 લાખ આજીવન રોડ ટેક્સ, 7.68 લાખ રૂપિયા બાકી ટેક્સનું વ્યાજ અને 4 લાખ રૂપિયા પેનલ્ટી સાથે દંડ વસૂલ કરાયો છે. આ ટેક્સ અમદાવાદ RTOમાં ભરવામાં આવ્યો છે.

Jan 8, 2020, 07:20 PM IST
Surat People Pay Fine Of Over 20 Lakh In 24 Hours PT2M37S

સુરતીલાલાઓએ 24 કલાકમાં ભર્યો 20 લાખથી વધુનો દંડ

સુરતમાં નવા નિયમો બાદ રેકોર્ડબ્રેક વસુલાત કરવામાં આવી છે. ટ્રાફિકના નવા નિયમોને લઇને પોલીસની વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. એક જ દિવસમાં 20.56 લાખનો દંડ વસુલ્યો છે. ટ્રાફિક અને સ્થાનિક પોલીસે દંડની વસુલાત કરી છે. સ્થળ ઉપર જ દંડની વસુલાત કરવામાં આવી હતી. સ્થળ પર દંડ ઉપરાંત લાખોના ઈ મેમો પણ આપવામાં આવ્યા છે.

Dec 1, 2019, 02:25 PM IST