શું તમે પગાર વધવાની રાહ જોઇ રહ્યા છે? તો આ સમાચાર કામના છે તમારા માટે

ફેબ્રુઆરી મહિનો પુરૂ થવા આવ્યો છે અને તમે અપ્રેજલ ફોર્મ પણ ભરી દીધું હશે. હવે તમે પગાર વધવાનું અનુમાન લગાવી રહ્યા હશો. માર્ચ મહિનામાં કંપની તમને પગાર વધારાનો લેટર પણ આપી દેશે. પરંતુ શું તમને ખબર છે કે આ વર્ષે તમને કેતલો સેલરી હેક મળી શકે છે? અમે આજે તમને જણાવી રહ્યા છીએ કે આ વર્ષે કેટલો પગાર વધી શકે છે..

શું તમે પગાર વધવાની રાહ જોઇ રહ્યા છે? તો આ સમાચાર કામના છે તમારા માટે

નવી દિલ્હી: ફેબ્રુઆરી મહિનો પુરૂ થવા આવ્યો છે અને તમે અપ્રેજલ ફોર્મ પણ ભરી દીધું હશે. હવે તમે પગાર વધવાનું અનુમાન લગાવી રહ્યા હશો. માર્ચ મહિનામાં કંપની તમને પગાર વધારાનો લેટર પણ આપી દેશે. પરંતુ શું તમને ખબર છે કે આ વર્ષે તમને કેતલો સેલરી હેક મળી શકે છે? અમે આજે તમને જણાવી રહ્યા છીએ કે આ વર્ષે કેટલો પગાર વધી શકે છે..

શું છે બજારની સ્થિતિ?
આ વર્ષે પગાર વધારા અને અપ્રેજલની દ્વષ્ટિએ સારું નથી. Aon Plc ના તાજા રિપોર્ટ અનુસાર આ વર્ષે પગાર વધારાની દ્વષ્ટિએ સારું રહેશે નહી. દેશની જીડીપી 5%થી ન્યૂનતમ સ્તર પર છે. અનુમાન છે કે આ વર્ષે સરેરાશ પગાર 9.1% રહેવાનું અનુમાન છે. તમને જણાવી દઇએ કે ગત દાયકાથી પગાર વધારો દર ડબલ ડિજિટ રહ્યો છે. ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં સેલરી હાઇક 2009 બાદ સૌથી ઓછો રહેશે. 

આ ક્ષેત્રમાં નોકરી કરવા માટે ખરાબ સમાચાર
રિપોર્ટ અનુસાર દેશમં નોકરીયાત લોકોને સરેરાશ 9.1 ટકા જ સેલરી હાઇક મળવાની આશા છે. પરંતુ ઘણા એવા ક્ષેત્ર છે જ્યાં કામ કરનારાઓની સેલરી વધુમાં વધુ 7.6% સુધી વધી શકે છે. તેમાં ટ્રાંસપોર્ટેશન અને લોજિસ્ટિક્સ સામેલ છે. બીજી તરફ ટેલિકોમ, ઓટો, રિયલ એસ્ટેટ, હોસ્પિટેલિટી અને રેસ્ટ્રોન્ટમાં મુશ્કેલમાં 8.5% સુધી જ પગાર વધશે. 

આ ક્ષેત્રોમાં નોકરી કરનારાઓની થશે બલ્લે-બલ્લે
એવું નથી કે આ વર્ષે બધાનો પગાર ઓછો વધશે. દેશની 39 ટકા કંપનીઓ પોતાના કર્મચારીઓને ડબલ ડિજિટમાં પગાર વધારશે. એટલે આ કંપનીઓમાં લોકોનો પગાર 10 ટકાથી વધુનો વધારો થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે એફએમસીજી, કેમિકલ્સ, હાઇટેક અને ઇન્ટરનેટ કંપનીઓમાં સારો પગાર વધારો મળવાની આશા છે. આ ક્ષેત્રોમાં સરેરાશ 10 ટકાનો વધારો મળવાની આશા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news