Bank FD: બેંકમાં એફડી કરાવનારાઓ માટે ખુશખબર, હવે મળશે વધુ વ્યાજ, જાણો વિગતો
Bank FD Rates 2023: જો તમે પણ બેંકમાં એફડી કરાવવાની યોજના ઘડી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. હવે તમને એફડી કરાવશો તો વધુ વ્યાજ મળશે. બેંકે જાણકારી આપતા જણાવ્યું કે વધેલા વ્યાજનો દર 2 કરોડ રૂપિયાથી ઓછી રકમની એફડી પર મળશે.
Trending Photos
Bank FD Rates 2023: જો તમે પણ બેંકમાં એફડી કરાવવાની યોજના ઘડી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. હવે તમને એફડી કરાવશો તો વધુ વ્યાજ મળશે. બેંક ઓફ ઈન્ડિયાએ હવે એફડીના વ્યાજના દરમાં વધારો કર્યો છે. બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર આ અંગે જાણકારી આપવામાં આવી છે. બેંકે જાણકારી આપતા જણાવ્યું કે વધેલા વ્યાજનો દર 2 કરોડ રૂપિયાથી ઓછી રકમની એફડી પર મળશે.
બેંક ઓફ ઈન્ડિયાએ આપી જાણકારી
બેંક ઓફ ઈન્ડિયાએ જાણકારી આપતા જણાવ્યું કે સંશોધન બાદ બેંકના સામાન્ય ગ્રાહકોને સાત દિવસથી 10 વર્ષ સુધીની પૂર્ણ અવધિવાળી ડિપોઝિટ પર 3 ટકૈથી સાત ટકા સુધીનું વ્યાજ મળશે. જ્યારે બેંક એક વર્ષની એફડી પર સીનિયર સિટિઝન ગ્રાહકોને 7.50 ટકા અને વધુ સીનિયર સિટિઝન નાગરિકો (80 વર્ષથી વધુ ઉંમરના) ને 7.65 ટકા વ્યાજનો ફાયદો આપી રહી છે.
જાણો કેટલો મળશે વ્યાજનો ફાયદો (Bank of india fixed deposits rates)
- 7થી 14 દિવસ- 3 ટકા
- 15 થી 30 દિવસ- 3 ટકા
- 31થી 45 દિવસ- 3 ટકા
46થી 90 દિવસ- 4.50 ટકા
- 91થી 179 દિવસ- 4.50 ટકા
- 180થી 269 દિવસ - 5 ટકા
- 270થી 1 વર્ષથી ઓછું- 5.50 ટકા
- એક વર્ષ- 7 ટકા
- એક વર્ષથી લઈને 2 વર્ષથી ઓછું- 6 ટકા
- 2 વર્ષથી લઈને 3 વર્ષથી ઓછું- 6.75 ટકા
- 3 વર્ષથી લઈને 5 વર્ષથી ઓછું- 6.50 ટકા
- 5 વર્ષથી લઈને 8 વર્ષથી ઓછું- 6 ટકા
- 8 વર્ષથી લઈને 10 વર્ષ સુધી- 6 ટકા
અન્ય અનેક બેંકોએ પણ વધાર્યા વ્યાજ દર
સ્મોલ ફાઈનાન્સ બેંકે પણ વ્યાજદરમાં વધારો કર્યો છે. આ ઉપરાંત ફિલકેયર સ્મોલ ફાઈનાન્સ બેંકે પણ વ્યાજદરમાં ફેરફાર કર્યો છે. બેંકના નવા દર 25મી મેથી લાગૂ થયા છે. બેંક સામાન્ય નાગરિકોને 1000 દિવસની એફડી પર 8.51 ટકાના દરથી વ્યાજનો ફાયદો આપી રહી છે.
સીનિયર સિટિઝન્સને મળે છે 9 ટકા વ્યાજ
સીનિયર સિટિઝનની વાત કરીએ તો હવે બેંક આ ગ્રાહકોને 9.11 ટકાના દરે વ્યાજનો ફાયદો આપે છે. 1000 દિવસની એફડી પર ગ્રાહકોને 9 ટકાથી પણ વધુ વ્યાજનો ફાયદો મળી રહ્યો છે. એફડી પર વધુ વ્યાજનો ફાયદો મેળવવા માટે તમારે ઓછામાં ઓછા 5000 રૂપિયાની ડિપોઝીટ કરવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે