ગુજરાતના પશુપાલકોનાં હવે બદલાશે દિવસો! પહેલા દૂધના પૈસા, હવે છાણના, જાણો શું છે ભાવ?
બનાસ બાયોગેસ પ્લાન્ટની લીકવીડ પ્રોડક્ટ "પાવર પલ્સ" લોન્ચ કરવામાં આવ્યો હતો. જ્યાં બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી અને સુઝુકીના ચેરમેન તૌસીહીરો સુઝુકી સહિત જિલ્લાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા: જિલ્લાના દિયોદરમાં આવેલ બનાસ ડેરી ખાતે ગોબર સે ગોવર્ધન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જાપાનની સૂઝીક કંપની અને બનાસ ડેરી વચ્ચે પાંચમાં બાયોગેસ CNG પ્લાન્ટ માટે mou થયું હતું. આ પ્રંસગે બનાસડેરી દ્વારા બનાસ ભૂમિ અમૃત જૈવિક ખાતરનો બાન્ડ લોગો લોન્ચ કરવામાં આવ્યો હતો. તેમજ બનાસ બાયોગેસ પ્લાન્ટની લીકવીડ પ્રોડક્ટ "પાવર પલ્સ" લોન્ચ કરવામાં આવ્યો હતો. જ્યાં બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી અને સુઝુકીના ચેરમેન તૌસીહીરો સુઝુકી સહિત જિલ્લાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
બનાસડેરી આયોજિત ગોબર સે ગોવર્ધન કાર્યક્રમ દિયોદરના સાણાદરમાં આવેલ બનાસ ડેરી ખાતે યોજાયો હતો જેમાં જાપાનની સુઝુકી મોટર કોપરેશનના ચેરમેન તૌસીહીરો સુજુકી અને એન.ડી.ડી.બીના અધિકારી રાજીવજી અને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીની ઉપસ્થિતમાં જિલ્લામાં પાંચમા બાયગેસ CNC પ્લાન્ટ માટે MOU કરાયા હતા જેમાં સુઝુકી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઇન ઇન્ડિયા, nddb અને બનાસ ડેરી વચ્ચે બાયોગેસ ટેક્નોલોજી તકનીકી સંશોધન માટે જાપાનની ટોયોહાશિ યુનિવસિટી ઓફ ટેક્નોલોજીના વેજ્ઞાનિકોની મદદથી વધુ કાર્યશ્રમ્ પ્લાન્ટની ડિજાઇન તૈયાર કરવામાં આવશે.. પાંચમા પ્લાન્ટની સ્થાપના થરાદ વિસ્તારમાં કરવા માટે mou કરવામાં આવ્યું હતું.
આ કરાર પ્રમાણે બનાસકાંઠાના જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રૂરલ મોબાલિટી પ્રોજેક્ટ થકી રોજગારી ઉત્પન્ન કરવા માટે સુઝુકી કંપની દ્વારા લીઝ મોડલ ઉપર મારુતિ સુઝુકી રૂપે બે ગામ પસંદ કરી ગામ દીઠ 5 મારુતિ સુજુકી ઈક્કો લિઝ્ પર આપવામાં આવશે. cng વાહનો માટે બળતળ નું વિતરણ કરવા માટે દરેક પ્લાન્ટ પર બાયોગેસ ફીલીગ સ્ટેશન સ્થાપવામાં આવશે.. બાયોગેસ પ્લાન્ટ માંથી જૈવિક ખાતરનું ઉત્પાદન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં બાયો સીએન્જી ગેસ સ્ટેશનની વધારવાની તકનીક અને આર્થિક મદદ માટે જાપાનની સુઝુકી કંપનીએ જાપાનમાં ભારતીય ડેલિગેશનને આમંત્રણ આપી 6સપ્ટેમ્બર 2023ના રોજ જાપાન ખાતે 1 લાખ્ કિલો પ્રતિ દિવસ છાણની શ્રમતા ધરાવતા 4 નવા પ્લાન્ટ સ્થાપવા માટેના કરાર પર હસતાક્ષર કરવામાં આવ્યા હતા.
જૂન 2019થી બનાસકાંઠાના દામાં ખાતે પાયલોટ પ્રોજેક્ટનાં ભાગ રૂપે પ્રતિ દિવસ 40 હજાર્ કિલોની દિવસની શ્રમતા ધરાવતો સામુદાયિક બાયોગેસ cng પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો. આ બાયોગેસ પ્લાન્ટમાં આજુબાજુના 6 ગામના 150 પશુપાલકો પાસેથી 1 રૂપિયે કિલો તાજું છાણ લેવામાં આવે છે. આ છાણમાંથી પ્રતિ દિન 500 થી 600 કિલો બાયો સીએન્જી અને 10થી 12 ટન જૈવિક ખાતરનુ ઉત્પાદન કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં સુઝુકી કંપની અને બનાસ ડેરી દ્વારા 2025 ની શરૂઆતમાં નવા 4 બાયોગેસ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે જેમાં બાયો સીએનજી અને જૈવિક ખાતર તૈયાર થશે. બનાસકાંઠામાં 4 પ્લાટ સ્થપાયા છે અને પાંચમા પ્લાન્ટના આજે mou કરાયા છે જે જિલ્લા માટે ગૌરવની વાત છે. પહેલા પશુપાલકોને દુધના પૈસા મળતા હતા હવે ગોબરના પણ પૈસા મળી રહ્યા છે. જિલ્લામાં 100 પ્લાટ કરાય તેવી તક છે. અમે બનાસડેરી સાથે મળીને આ વિસ્તારના લોકો માટે ઘણું બધું કરવા તત્પર છીએ. આવનાર સમયમાં આ બાયોગેસ પ્લાન્ટથી ઘણો વિકાસ થશે ભારત આત્મનિર્ભર બને તે માટેનું કામ થઈ રહ્યું છે.
ગોબર સે ગોવર્ધન કાર્યકર્મ દરમિયમ દામા બાયોગેસ પ્લાન્ટ પર એક વર્ષમાં સૌથી વધુ છાણ ભરાવનાર મહિલા પશુપાલકોને ઇનામ અપાયું હતું જેમાં યાવરપુરાના લેરીબેન જાટ દ્વારા 8.75 લાખનું છાણ જમા કરાવવામાં આવતા બનાસ ડેરી દ્વારા તેમને 25 હજાર ચેક અપાયો હતો તો ગંગાબેન રાજપૂતે 8.67 લાખનું ગોબર ભરાવતા તેમને 21 હજારનો ચેક અને વિનાબેન ચૌધરીએ 7.54 લાખનું છાણ ભરવાતા તેમને 15 હજારનો ચેક અપાયો હતો.
તો બનાસડેરી સાથે MOU કરવા બાબતે સુઝુકી કંપનીના ચેરમેન તોસીહીરો સુઝૂકીનું કહેવું છે કે બનાસડેરી એશિયાની સૌથી મોટી ડેરી છે અને ભારતમાં જે સૌથી વધુ પશુધન છે તેનો કેવી રીતે વધુ ઉપયોગ કરી શકીએ અને તેનો ફાયદો ઉઠાવી શકીએ તે માટે અમે અહીં આવ્યા,અહીં પશુઓનું ગોબર જેમતેમ પડી રહે તો અને મીથિલ ગેસ વાતાવરણમાં જાય અને તે દૂષિત થાય તેથી આ પ્લાન્ટ દ્વારા ગોબર એકઠું કરીને તેનો ગેસ બનાવીને ગાડીમાં ઉપયોગ થઈ રહ્યો છે. આજે ભારતમાં ઓઇલ ઈંપોર્ટની મોટી સમસ્યા છે અને ઓઇલ માટે તેને બીજા દેશો ઉપર આધાર રાખવો પડી રહ્યો છે જેથી જો ગેસનો ઉપયોગ થાય તો ભારતને ફાયદો થશે.ભારતના પ્રધાનમંત્રી કહે છે તેમ ભારત આત્મનિર્ભર બનશે,બાયોગેસ પ્લાન્ટના કારણે ખેડૂતોને તેમના ખેતરમાં ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરશે અને તેમને મોટો ફાયદો થશે અને તેમની આવક વધશે.
બનાસડેરી એશિયાની સૌથી મોટી ડેરી છે અને ભારતમાં જે સૌથી વધુ પશુધન છે તેનો કેવી રીતે વધુ ઉપયોગ કરી શકીએ અને તેનો ફાયદો ઉઠાવી શકીએ તે માટે અમે અહીં આવ્યા,અહીં પશુઓનું ગોબર જેમતેમ પડી રહે તો અને મીથિલ ગેસ વાતાવરણમાં જાય અને તે દૂષિત થાય તેથી આ પ્લાન્ટ દ્વારા ગોબર એકઠું કરીને તેનો ગેસ બનાવીને ગાડીમાં ઉપયોગ થઈ રહ્યો છે. આજે ભારતમાં ઓઇલ ઈંપોર્ટની મોટી સમસ્યા છે અને ઓઇલ માટે તેને બીજા દેશો ઉપર આધાર રાખવો પડી રહ્યો છે જેથી જો ગેસનો ઉપયોગ થાય તો ભારતને ફાયદો થશે.ભારતના પ્રધાનમંત્રી કહે છે તેમ ભારત આત્મનિર્ભર બનશે,બાયોગેસ પ્લાન્ટના કારણે ખેડૂતોને તેમના ખેતરમાં ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરશે અને તેમને મોટો ફાયદો થશે અને તેમની આવક વધશે.
બાયો CNC પ્લાન્ટ શરૂઆત બનાસડેરીએ કરી હતી. સુઝુકી અને બનાસડેરી અને NDDB મળીને પાંચમા પ્લાન્ટ માટે MOU થયા છે એક પ્લાન્ટની કેપેસિટી દિવસની 1 લાખ કિલો ગોબરની છે જેમાં રોજના એક લાખ રૂપિયા પશુપાલકને મળશે..જે બહારથી પેટ્રોલ લાવવું પડી રહ્યું છે તેના બદલે અહીંથી જ બાયોગેસ CNG ઉત્પન્ન થશે અને પશુપાલકોને મોટો ફાયદો થશે. બનાસકાંઠાના પશુપાલકો પહેલા પશુઓ રાખીને દૂધની આવક મેળવી રહ્યા હતા જોકે બનાસડેરી અને સુઝુકી કંપની દ્વારા બનાસકાંઠામાં બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવતા પશુપાલકો પાસેથી બનાસડેરી એક રૂપિયે કિલો છાણ ખરીદી રહી છે જેને લઈને જિલ્લાના પશુપાલકો ગોબર માંથી પણ આવક મેળવી રહ્યા છે જોકે આજે બનાસડેરી અને સુઝુકી કંપની વચ્ચે વધુ બાયોગેસ પ્લાન્ટ બનાવવા માટેના MOU કરતા જિલ્લાના પશુપાલકોમાં ખુશી છવાઈ છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે