budget 2022: ટેક્સ અંગે હવે નો ટેન્શન! Income Tax વિશે આવ્યા સૌથી મોટા સમાચાર
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું.
Trending Photos
નવી દિલ્હી: Budget 2022 : નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું. અત્યાર સુધીના બજેટ ભાષણમાં નાણામંત્રીએ ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટે અનેક મોટી જાહેરાતો કરી છે. આવકવેરાના નિયમો પર તેમણે કહ્યું કે આવકવેરા નિયમોમાં મોટા સુધારા કરવામાં આવશે. ટેક્સપેયર્સને અપડેટેડ રિટર્ન ભરવાની તક મળશે.
કરદાતાઓ માટે સારી શરૂઆત
નાણામંત્રી નિર્મલા સીતારમણ તરફથી કરાયેલી જાહેરાત બાદ હવે દંડ ભરીને 2 વર્ષ પહેલાના આઈટી રિટર્ન અપડેટ કરી શકાશે. અનેકવાર ટેક્સપેયર્સથી ભૂલ થઈ જાય છે હવે સરકાર તરફથી આ ભૂલને સુધારવા માટે અપડેટ કરવાની તક મળશે. આ કરદાતાઓ માટે એક સારી શરૂઆત ગણવામાં આવી રહી છે. આ ઉપરાંત નાણામંત્રીએ દિવ્યાંગો માટે ટેક્સમાં રાહતની રજૂઆત પણ કરી.
આ અગાઉ નાણામંત્રીએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ડિજિટલ કરન્સી લાવવાની પણ જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે નવા નાણાકીય વર્ષમાં ડિજિટલ કરન્સી લાવવામાં આવશે. આ ઉપરાંત પણ નાણામંત્રીએ કેટલીક જાહેરાતો કરી.
- રાજ્ય કર્મચારીઓ માટે NPS માં છૂટ કેન્દ્ર બરાબર
- સ્ટાર્ટઅપ માટે ટેક્સ છૂટ 31 માર્ચ 2023 સુધી વધારવામાં આવી.
- વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ ટ્રાન્સફર પર 30 ટકા ટેક્સ
- ક્રિપ્ટો ગિફ્ટ કરવા ઉપર પણ લાગશે ટેક્સ
- ક્રિપ્ટોના ટ્રાન્સફર ઉપર પણ ટેક્સ
- LTCG પર સરચાર્જને 15 ટકા સુધી સિમિત કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે