Digital Currency: ભારતમાં ક્યારે થશે Cryptocurrency ની એન્ટ્રી? જાણો શું છે મોદી સરકારનો પ્લાન

Nirmala Sitharaman on Cryptocurrency : નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યુ કે, મની લોન્ડ્રિંગ અથવા આતંકવાદીઓને નાણાંકીય પોષણ આપવા માટે પણ ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ થઈ શકે છે. આ ચિંતા માત્ર ભારતની જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોની છે.

Digital Currency: ભારતમાં ક્યારે થશે Cryptocurrency ની એન્ટ્રી? જાણો શું છે મોદી સરકારનો પ્લાન

નવી દિલ્લીઃ નાણામંત્રી નિર્મલા સિતારમણે એક વખતે ક્રિપ્ટો કરન્સી મુદ્દે પોતાના વિચાર રજૂ કર્યા હતા. નાણામંત્રીએ ક્રિપ્ટોના દુરુપયોગની સંભાવના વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, દેશ આ ડિજિટલ મુદ્રા પર સમજી વિચારીને નિર્ણય કરશે. તેમણે સ્ટૈનફોર્ડ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ હતુ કે, ક્રિપ્ટો પર ઉતાવળિયો નિર્ણય લેવામાં નહીં આવે.કોઈપણ રીતે પ્રભાવિત કરવાનો ઈરાદો નથી:
નિર્મલા સિતારમણે કહ્યુ કે, ક્રિપ્ટો અંગે જે પણ ઉપલબ્ધ માહિતી છે, તેના આધારે યોગ્ય નિર્ણય લેવો પડશે. તેમાં ઉતાવળ નહીં કરી શકાય. ક્રિપ્ટો કરન્સી લાગુ કરવામાં હજુ સમય લાગશે. મંત્રીએ એમ પણ સ્પષ્ટતા કરી કે, સરકાર ‘બ્લોકચેન’ સાથે જોડાયેલા પ્રૌદ્યોગિકને આગળ વધારવા માટે બધી જ રીતે તૈયાર છે. સીતારમણે કહ્યું કે, અમારો ઈરાદો કોઈપણ રીતે ક્રિપ્ટોને પ્રભાવિત કરવાનો નથી.દુનિયાના અનેક દેશોએ વ્યક્ત કરી ચિંતા:
નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યુ કે, મની લોન્ડ્રિંગ અથવા આતંકવાદીઓને નાણાંકીય પોષણ આપવા માટે પણ ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ થઈ શકે છે. આ ચિંતા માત્ર ભારતની જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોની છે. આ મુદ્દે અલગ અલગ મંચ પર પણ ચર્ચા થઈ ચૂકી છે. નોંધનીય છે કે, ભારત કેન્દ્રીય બેંકના સમર્થનવાળી ડિજિટલ મુદ્રા (CBCD) રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે.વધતી જરૂરિયાત માટે મોટી બેંકોની જરૂર:
સીતારમણે 1 ફેબ્રુઆરીએ બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે, ભારતીય રિઝર્વ બેંક (RBI) 2022-2023માં ડિજિટલ રૂપિયો કે સબસીડી જાહેર કરશે. HDFC લિમિટેડ અને HDFC બેંકના વિલય વિશે નિર્મલા સિતારમણે કહ્યુ કે, આ નિર્ણય સારો છે. કારણકે ભારતને સફળતાના શિખરે પહોંચાડવા માટે વધતી જરૂરિયાતોને પૂરી કરવા માટે અનેક મોટી બેંકોની જરૂર છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news