ફીક્કી ફલો- અમદાવાદના નવા ચેરપર્સન તરીકે બબીતા જૈને સંભાળ્યું સુકાન

વિતેલા વર્ષમાં  ચેરપર્સન તરીકે ના પોતાના અનુભવો જણાવતાં શ્રીમતી શુભા ભંડારીએ જણાવ્યું હતું કે  ફલો એ મહિલા સશક્તિકરણ તથા મહિલા ઉત્કર્ષ માટેનુ સશક્ત મંચ છે. વિતેલા વર્ષમાં મને મહિલાઓને ENLIGHTEN, ENVISION અને  EMPOWER કરવાની વિશેષ તક મળી છે.

ફીક્કી ફલો- અમદાવાદના નવા ચેરપર્સન તરીકે બબીતા જૈને સંભાળ્યું સુકાન

અમદાવાદ: ફીક્કી ફલો, અમદાવાદ ચેપ્ટરના નવા ચેરપર્સન તરીકે બબીતા જૈને તા. 22 એપ્રીલ, 2019થી અમલમાં આવે તે રીતે હોદ્દો ભાળી લીધો છે.  અમદાવાદામાં મુખ્ય મહેમાન તરીકે આધ્યાત્મિક ગુરૂ અને પ્રસિધ્ધ વક્તા તથા વૈદિક જ્ઞાનના જાણકાર અભિષેક ગોસ્વામીની હાજરીમાં યોજાયેલા એક સમારંભમાં વિદાય લેતાં ચેર પર્સન શુભા ભંડારીએ નવા ચેરપર્સન બબીતા જૈનને ઔપચારિક રીતે સત્તાનાં સૂત્રો સોંપ્યા હતાં. 

બબીતા જૈન લેડી શ્રી રામ કોલેજમાંથી ફિલોસોફીના વિષયમાં સ્નાતક થયેલાં છે અને તે આલ્ફા મેગોકોમનાં ડિરેકટર છે. તેમણે છેલ્લા એક દાયકાથી ગાર્મેન્ટની નિકાસ બિઝનેસમાં વિશિષ્ઠ ઉદ્યોગસાહસિક મજલ પાર કરીને મોટુ યોગદાન આપ્યું છે. તેમનુ કાર્યક્ષમ મેનેજરીયલ કૌશલ્ય, અને કામ પ્રત્યેની નિષ્ઠાને કારણે તે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનાં સક્રિય સભ્ય તથા ફીક્કી ફલોનાં વાઈસ ચેરમેન તરીકે તેમણે વિવિધ સામાજીક ઉદ્દેશો સંકળાયેલા હોય તેવી વિવિધ જવાબદારીઓ સંભાળી છે. 

બબીતા જેના તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે "હું આ સુંદર સંસ્થાનો હોદ્દો સંભાળી રહી છું ત્યારે હુ મારા પૂરોગામીઓએ કરેલી  ઉદાહરણરૂપ કામગીરી તથા ભિન્ન પ્રતિભા ધરાવતા સભ્યોનો સહયોગ લઈ નવા મહત્વાકાંક્ષી કાર્યક્રમો હાથ ધરવા માગુ છું. વર્ષ 2018-19 માટે મારો ઉદ્દેશ INSPIRE, IGNITE  અને   IMPACT નો રહેશે. હું દ્રઢપણે માનુ છું કે આપણે જ્યારે મહિલાઓને તેમની ક્ષમતાનો ઉપયોગ કરીને તેમની પસંદગીને સતેજ  કરીએ છીએ ત્યારે અસરકારક કામગીરી કરી શકીએ છીએ. આગામી વર્ષમાં બબીતા જૈનની આગેવાની હેઠળ ફીક્કી ફલો માટે જે આયોજન કર્યું  છે તેમાં ઉત્સાહપૂર્ણ કાર્યક્રમો, અસરકારક સહયોગ અને મહિલાઓનુ આર્થિક સશક્તિકરણ  ફીક્કી ફલોના વાર્ષિક આયોજનામાં અગ્ર સ્થાને રહેશે.

વિતેલા વર્ષમાં  ચેરપર્સન તરીકે ના પોતાના અનુભવો જણાવતાં શ્રીમતી શુભા ભંડારીએ જણાવ્યું હતું કે  ફલો એ મહિલા સશક્તિકરણ તથા મહિલા ઉત્કર્ષ માટેનુ સશક્ત મંચ છે. વિતેલા વર્ષમાં મને મહિલાઓને ENLIGHTEN, ENVISION અને  EMPOWER કરવાની વિશેષ તક મળી છે. હું ઘણી બધી મહિલાઓના જીવનમાં પરિવર્તમ માટે સહાયક બની ચૂકી છું. અમે તેમને કૌશલ્ય, પૂરૂ પાડ્યું છે. માસિક કાળમાં આરોગ્યની જાળવણી અંગે શીખ આપી છે, સ્વરક્ષણ અને આરોગ્ય શિબીરોનું આયોજન કર્યું છે. ફલોએ વંચિત મહિલાઓમાં જાગૃતી પેદા કરી છે." 

શ્રીમતી શુભા ભંડારીએ ફીક્કી ફલો અમદાવાદ ચેપ્ટરના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમોની વિગત આપતાં વધુમાં જણાવ્યું હતું કે " વિવિધ કાર્યક્મોના આયોજનને કારણે વર્ષ ખૂબજ સંતોષજનક નિવડયું છે. વર્ષ દરમ્યાન અમે જેલના કેદીઓનુ પાછળનુ જીવન  સારી રીતે વિતે તે માટે રસોઈ કૌશલ્ય શિખવ્યું છે. મહિલા લેખિકાઓના ફેસ્ટીવલ 2018નુ સફળ આયોજન કર્યું છે, દેવદત્ત પટનાયક, મલ્લીકા દુઆ અને અન્ય જાણીતી વ્યક્તિઓ સાથે વાર્તાલાપ અને મહત્વાકાંક્ષી લેખીકાઓ અને સમાજના વિવિધ વર્ગો માટે માટે વર્કશોપ અને પેનલ ચર્ચાઓ યોજી છે. 

સુસ્મીતા સેન, પૂજા બેદી, લૂક કુટીન્હો, અન્ના ચેન્ડી, ગોર ગોપાલ દાસ  જેવી સંખ્યાબંધ સેલીબ્રીટીઝ સાથે વાર્તાલાપ યોજ્યા છે અને વર્ષ દરમ્યાન સેમિનાર અને વર્કશોપ્સની  શૈક્ષણિક પ્રવૃત્તિ મારફતે આધુનિક મહિલાઓને સ્પર્શતા આર્થિક અને સામાજીક મુદ્દાઓની ચર્ચા કરી છે." સમારંભના અંતમાં મુખ્ય મહેમાન અભિષેક ગોસ્વામીએ યજ્ઞસેની દ્રૌપદી- રાણીની વિવિધ ભૂમિકાઓ  વિષયે આધ્યાત્મિક પ્રવચનમાં તેમણે મહાભારત કાળનાં પાત્રોની વિશેષતાઓ અંગે વાત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news