ડોક્ટરની ટીમ સાથે એમ્બ્યુલન્સ પહોંચી મતદાન મથકે, શસ્ત્રક્રિયા બાદ દર્દીએ કર્યું મતદાન

ઉદારતાનુ વધુ એક ઉદાહરણ પૂરૂ પાડીને સિમ્સ હૉસ્પિટલ, અમદાવાદે 72 વર્ષની વયના દર્દી દેશના બહેતર ભાવિ માટે મતદાન કરી શકે તે માટે પરમેનન્ટ પેસમેકર માટેની મહત્વની શસ્ત્રક્રીયા પછી મતદાન માટે વહેલી રજા આપી હતી. દર્દી ને સોમવાર તા. 22 એપ્રિલ 2019ના રોજ કમ્પલીટ હાર્ટ બ્લોકને કારણે આ શસ્ત્રક્રિયા કરવી પડી હતી. સિમ્સના નિષ્ણાત ડોકટરોની ટીમ એમ્બ્યુલન્સમાં તેમના વતન નડીયાદ લઈ ગઈ હતી. 
ડોક્ટરની ટીમ સાથે એમ્બ્યુલન્સ પહોંચી મતદાન મથકે, શસ્ત્રક્રિયા બાદ દર્દીએ કર્યું મતદાન

અમદાવાદ: ઉદારતાનુ વધુ એક ઉદાહરણ પૂરૂ પાડીને સિમ્સ હૉસ્પિટલ, અમદાવાદે 72 વર્ષની વયના દર્દી દેશના બહેતર ભાવિ માટે મતદાન કરી શકે તે માટે પરમેનન્ટ પેસમેકર માટેની મહત્વની શસ્ત્રક્રીયા પછી મતદાન માટે વહેલી રજા આપી હતી. દર્દી ને સોમવાર તા. 22 એપ્રિલ 2019ના રોજ કમ્પલીટ હાર્ટ બ્લોકને કારણે આ શસ્ત્રક્રિયા કરવી પડી હતી. સિમ્સના નિષ્ણાત ડોકટરોની ટીમ એમ્બ્યુલન્સમાં તેમના વતન નડીયાદ લઈ ગઈ હતી. 

ખાસ બાબત ધ્યાનમાં લઈને કરાયેલી સગવડ અંગે વાત કરતાં સિમ્સ હૉસ્પિટલના ડિરેકટર એરિથમીયા અને એચએફ ડિવાઈસ ક્લિનિક ડો. અજય નાયક જણાવે છે કે " દર્દી ને કમ્પલીટ હાર્ટબ્લોકને કારણે રવિવારે દાખલ કરાયા હતા અને  સોમવાર તા. 22 એપ્રીલના રોજ પરમેનન્ટ પેસમેકર ઈમપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ એક જીવલેણ રોગ છે અને તેમાં હૃદયરોગના હૂમલાને કારણે ઓચિંતુ મોત થઈ શકે છે. સામાન્ય રીતે આ શસ્ત્રક્રિયા પછી દર્દીને સંપૂર્ણ સાજા થવા માટે બે સપ્તાહના આરામની સલાહ આપવામાં આવે છે, પરંતુ આ વૃધ્ધ વ્યક્તિએ ભારતના નાગરીક તરીકે ફરજ બજાવવા માટે મતદાન કરવાની ઉંડી ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમનો ઉત્સાહ અને દ્રઢ ઈચ્છા જોઈને તથા તેમની તબીયત ઝડપથી સુધરી રહી હોવાથી અમે તેમની ઈચ્છા પૂર્ણ કરવાનુ પસંદ કર્યું. સિમ્સના કુશળ ડોકટરોની ટીમ તેમને એમબ્યુલન્સ મારફતે મતદાન કરવા માટે નડીયાદ લઈ ગઈ હતી અને તે પછી નડીયાદમાં ડો. તુષાર શાહ તેમની સંભાળ લેશે. "

સામાન્ય રીતે હૃદયના ઉપરના ખાના એટ્રીયામાંથી નીચેના ખાના વેન્ટ્રીકલ્સ સુધી ઈલેકટ્રીકલ સિગ્નલ પસાર થઈ શકે નહી ત્યારે કમ્પલીટ હાર્ટ બ્લોક પેદા થાય છે. આવી હાલતમાં હૃદયની ગતિ મંદ પડી જાય છે. પેસમેકર સિસ્ટમની મદદ વડે કાળજીપૂર્વક કેલીબ્રેટ કરેલી ઈલેક્ટ્રીક પલ્સ હૃદયના સ્નાયુઓને સતેજ કરે છે અને હૃદય તંદુરસ્ત હૃદયની માફક જ ધબકવા લાગે છે. 

72 વર્ષની વયના દર્દી જણાવે છે કે " ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે. આ ઉજવણીમાં જોડાવાની  અને મતદાન કરવાની દરેક નાગરિકની ફરજ છે. દરેક મત ગણતરીમાં લેવાય છે અને તે અમૂલ્ય છે. આથી મેં ડોકટરોને વિનંતી કરી હતી કે મને વહેલી રજા આપવામાં આવે કે જેથી હું મારી ફરજ બજાવી શકુ. હું સીધો મતદાન મથકે જઈને મતદાન કરી શકુ તેવી ખાસ વ્યવસ્થા કરીને મને સહયોગ આપનાર સિમ્સની ટીમનો હું ખૂબ જ આભારી છું." 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news