સરકારની નીતિઓનાં કારણે ઇન્ફ્રા. કંપનીઓને ફાયદો

સરકાર દ્વારા ભારત માલા સહિતનાં પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવતા કંપનીઓને ઘણો ફાયદો

સરકારની નીતિઓનાં કારણે ઇન્ફ્રા. કંપનીઓને ફાયદો

નવી દિલ્હી : સરકારે તાજેતરમાં ભારતમાલા પ્રોજેક્ટ જાહેર કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપતા કેટલીય કંપનીઓને ફાયદો થયો છે. તેમા જેસીબી, કેટરપિલર અને ટાટા હિટાચીનો સમાવેશ થાય છે. આ કંપનીઓ સરકાર દ્વારા ઓફર કરવામાં આવનારા હાઇવે કોન્ટ્રાક્ટ પર નજર માંડી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર હાલમાં તેજીમાં છે અને તેમા અનેક નોકરી સર્જાઈ રહી છે, તેમ જેસીબી ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર વિપિન સોંઢીએ જણાવ્યું હતું.

જેસીબી ચાવીરૂપ કન્સ્ટ્રકશન ઇક્વિપમેન્ટ ઉદ્યોગ કંપની છે. રોડ, રેલવે, સિંચાઈ, શહેર પુર્નરચના અને રિયલ એસ્ટેટ સેક્ટરનો કારોબાર વધતા કન્સ્ટ્રકશન ઇક્વિપમેન્ટ કંપનીઓની માંગ વધી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેના ચાવીરૂપ પ્રેરકબળોમાં એક છે, એમ એક્સકોનના ચેરમેન તરીકે કામ બજાવતા સોંઢીએ જણાવ્યું હતું. ઓક્ટોબરમાં કેન્દ્રીય મંત્રીમંડળે દેશના પશ્ચિમથી પૂર્વ હિસ્સાને જોડતા 20,000 કિલોમીટરના હાઇવે પ્રોજેક્ટ ભારત માલાને મંજૂરી આપી હતી. તેમા સાત લાખ કરોડ રૂપિયાના રોકાણનો અંદાજ છે.

આ કોરિડોરના લીધે કાર્ગો વાહનો ઝડપથી ફરી શકશે. સરકારના અંદાજ મુજબ દર વર્ષે 10,000 કિલોમીટરના હાઇવેના લીધે જ વર્ષે ચાર કરોડ માનવ દિવસની રોજગારીનું સર્જન થવાની સંભાવના છે. 42,710 એકમો આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં વેચવામાં આવ્યા હતા, તેની સામે ગયા વર્ષે 37,346 એકમ વેચાયા હતા. કન્સ્ટ્રકશન ઇક્વિપમેન્ટ ઉદ્યોગ 15 ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યો છે અને વર્તમાન નાણાકીય વર્ષના અંતે તેનો વૃદ્ધિ દર 25 ટકાએ પહોંચી જાય તેમ માનવામાં આવે છે.

ઉદ્યોગ નિષ્ણાતના જણાવ્યા મુજબ રિયલ એસ્ટેટમાં મંદી છે તે કન્સ્ટ્રકશન ઇક્વિપમેન્ટ કંપનીઓને રેલવે અને રોડ સેક્ટરમાંથી કામ મળી રહ્યુ છે. જો આ બંને સેક્ટર 60 ટકાની વૃદ્ધિ નોંધાવે તો કન્સ્ટ્રકશન સેક્ટરની કંપનીઓ કારોબારમાં 30 ટકાની વૃદ્ધિ જોવા મળે. અંદાજ મુજબ કન્સ્ટ્રકશન ઇક્વિપમેન્ટ ઉદ્યોગનું કદ 2016માં 3 અબજ ડોલર હતું અને તે 2020માં વધીને પાંચ અબજ ડોલર થઈ જાય તેવી સંભાવના છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news