industry

મોરબી એકલા હાથે આખા ચાઇનાને હંફાવી રહ્યું છે, આ ઉદ્યોગ બની ચુક્યો છે અબજોનો કારોબાર

ઉદ્યોગકારો છેલ્લા ઘણા વર્ષોથી ચાઇનાને સિરામિક પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં હંફાવી રહ્યા છે. તેની સાથોસાથ હવે સિરામિક પ્રોડક્ટમાં જરૂરી એવા ટોઇલેટ સીટ કવર સહિતની એસેસરીઝના ઉદ્યોગમાં પણ ભારતના ઉદ્યોગકારો ચાઇનાને ટક્કર આપી રહ્યા છે. આજની તારીખે મોરબીની આસપાસમાં તેનું ઉત્પાદન થવા લાગ્યું હોવાથી ભારતની અંદર એક્સપોર્ટ થતી સિરામિક એસેસરીઝમાં લગભગ ૮૦ ટકાથી વધુનો ઘટાડો થઈ ગયો છે. જેની સીધી અસર ચાઇના પર પડી છે. ભારતની અંદર બનતી આ પ્રોડક્ટ હાલમાં ભારતના દરેક રાજ્યની અંદર તેમજ વિદેશમાં પણ એક્સપોર્ટ થવા લાગી છે.

Jan 4, 2022, 10:57 PM IST

જો આ ઉદ્યોગને કોઇ રાહત નહી મળે તો ભાવનગરનો સમ ખાવા પુરતો એકમાત્ર ઉદ્યોગ પણ થશે બંધ

જિલ્લાનો અલંગ ઉદ્યોગ હાલ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. જહાજોમાંથી નીકળતાં લોખંડના ભાવ સતત ગગડી રહ્યા છે. જેના કારણે શિપ બ્રેકરો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. દિવાળી બાદ લોખંડના ભાવ સતત નીચે જઈ રહ્યા છે. હાલ લોખંડના ભાવમાં એક ટને 4 થી 5 હજાર રૂપિયા સુધી ઘટાડો નોંધાયો છે. અગાઉ 2008 માં લોખંડના ભાવ 50 ટકા સુધી ઘટી ગયા હતા. અલંગ મંદીના માહોલમાં સપડાઈ ગયું હતું, ત્યારે ફરી નીચા જઈ રહેલા લોખંડના ભાવોએ શિપ બ્રેકિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓની ચિંતામાં વધારો કર્યો છે.

Dec 7, 2021, 11:32 PM IST

GUJARAT: દિવાળીમાં તમામ ઉદ્યોગો પાટે ચડી ગયા પણ આ ઉદ્યોગ હજી મરણપથારીએ

કોરોના શરૂ થતાં જ સંપૂર્ણ લૉકડાઉન બાદ બંધ થઇ ગયેલા તમામ ઉદ્યોગો ફરી એકવાર પાટે ચડવા લાગ્યા છે. તેમાં પણ દિવાળી નજીક આવતા તમામ ઉદ્યોગોને વેગ પણ મળ્યો છે. જો કે આ તેજી વચ્ચે પણ એક એવો ઉદ્યોગ છે કે જે હજી પણ પાટે નથી ચડી રહ્યો. નવી ફિલ્મ નહીં હોવાથી દર્શકો મળતા નહોતા. જો કે હવે સરકારે વધુ છુટછાટો આપી દેતા ફરીવાર સિનેમા શરૂ થયાં છે. પરંતુ નવી ફિલ્મ પણ રીલિઝ થવા માંડી છે. થિયેટરના સંચાલકો નવી ઓફરો પણ આપી રહ્યાં છે. તેમ છતાંય સિનેમા હોલમાં માંડ 10 ટકા દર્શકો જોવા મળી રહ્યાં છે. 

Nov 4, 2021, 09:32 PM IST

પોરબંદરમાં એક તો દુષ્કાળને એમાં અધિકમાસ, સેંકડો લોકોને રોજગારી આપતો ઉદ્યોગ અચાનક બંધ

જિલ્લાના હજારો લોકોને રોજગારી આપતી ઓરીએન્ટ એબ્રેસ્વીસ લીમીટેડ કંપનીએ તમામ પ્રકારની કામગીરી બંધ કરી કંપની બંધ કરવાનો નિર્ણય લઇ કર્મચારીઓને કંપનીમાં ન આવવા અંગેની ગેટ પર નોટિસ લગાવી દેવાતા અહીં નોકરી કરતા હજારો કર્મચારીઓનુ પ્રકાશના પર્વ દિવાળી પૂર્વે જ ભવિષ્ય અંધકાર બની જતા કર્મચારી ભાઈ-બહેનો દ્વારા કંપની ખાતે એકઠા થઈ રામધૂન બોલી વિરોધ નોંધાવ્યો હતો.

Oct 16, 2021, 11:44 PM IST

સૌરાષ્ટ્રની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતે જાહેર કર્યું લોકડાઉન

  • ઉદ્યોગકારોએ શ્રમિકોને કહ્યું કે, લોકડાઉન નથી, માત્ર સ્વયંભૂ બંધ પાળ્યો છે. તેથી શ્રમિકો ગભરાય નહિ
  • રાજકોટમાં સોની બજાર આજથી ત્રણ દિવસ રવિવાર સુધી બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા સોની વેપારીઓએ આ નિર્ણય કર્યો

Apr 21, 2021, 11:48 AM IST

બદલાઈ જશે ઈંધણની પરિભાષા, પેટ્રોલ-ડીઝલ નહીં હવે રસ્તાઓ પર આ ઈલેક્ટ્રિક વાહનોનું ચાલશે રાજ

આધુનિક સમયમાં નવા વાહનોમાં લોકો સારી સ્પીડ અને માઈલેજના આધારે તે સાધન લેવાની પસંદગી કરતા હોય છે. આવા સમયમાં જો તમને પ્રેટ્રોલના બદલે ઈલેક્ટ્રોનિક હોવાથી માત્ર ચાર્જીંગના આધારે ચાલશે.

Feb 16, 2021, 01:48 PM IST

ગુજરાતમાં નવી સોલાર પાવર પોલિસી 2021ની થઈ જાહેરાત

સતત વિકાસની હરણફાળ ભરી રહેલ ગુજરાતમાં સમય સાથે નવા બદલાવ જરૂરી છે. ઉદ્યોગો હવે નવા ચેલેન્જિસ ફેસ કરી રહ્યા છે. ત્યારે તેના નીતિ નિયમોમાં પણ બદલાવ આવે તે જરૂરી છે. આવામાં ગુજરાત સરકાર દ્વારા નવી સોલાર પોલિસી 2021 (solar policy) ની જાહેરાત કરાઈ છે. આ પોલિસી પાંચ વર્ષની રહેશે. જેનાથી મોટા તેમજ નાના અને ઉદ્યોગકારોને લાભ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ઉદ્યોગકારો માટે આ મોટી જાહેરાત કરી છે.

Dec 29, 2020, 10:24 AM IST
Rajkot Trade and industry started from today PT3M59S

રાજકોટ: આજથી વેપાર-ઉદ્યોગ શરૂ, મંદિર બહાર લોકોની ભીડ

Rajkot: Trade and industry started from today. people taking blessing of God before starting work. watch video.

May 19, 2020, 01:10 PM IST

ઓટોમોબાઇલ સેક્ટર સાથે સંકળાયેલા લધુ અને મધ્યમ ઉદ્યોગોને થઇ મંદીની અસર

ઓટોમોબાઇલ સેક્ટરની મંદી તેની સાથે સંકળાયેલા લઘુ અને મધ્યમ ઉદ્યોગો પર અજગર ભરડો ભરી રહી છે જેની અસર સ્પેર પાર્ટસ બનવતા ઉદ્યોગો પર પડી રહી છે આજે સ્થિતિ એ છે કે ઓટોમોબાઇલ સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગોને બેંક લોન પણ મળતી નથી.

Sep 2, 2019, 10:45 PM IST

નિરવ મોદીના કરોડોના કૌભાંડ બાદ ગુજરાતના હિરા ઉદ્યોગમાં આવી ‘ઘાતક મંદી’

ગુજરાતનો હિરો ઉદ્યોગ વર્ષ 2008 કરતાં વધારે ઘાતક મંદીની ચપેટમાં આગળ વધી રહ્યો છે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પોલીસ હીરાની માંગમાં ઘટાડો થતાં સ્થાનિક સ્તેર કારખાના બંધ થઇ રહ્યા છે જેને પગલે રત્ન કલાકારોએ બેકાર થવાના વારા આવ્યા હિરા ઉદ્યોગની આ મંદી માટે નાના ઉદ્યોગ કારો નિરવ મોદી સ્કેમને જવાબદાર માને છે.
 

Jul 29, 2019, 09:23 PM IST

રિસાઈકલિંગ અર્થતંત્રમાં આગામી 5-7 વર્ષમાં 1.4 કરોડ રોજગારનું સર્જન થશેઃ નીતિ આયોગ

નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે જણાવ્યું કે, રિસાઈકલિંગ અર્થતંત્રમાં આગામી પાંચથી સાત વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવાની ક્ષમતા છે 
 

Jun 17, 2019, 11:58 PM IST

આખરે સરકારનો સ્વીકારઃ દેશમાં બેરોજગારીનો દર 45 વર્ષમાં સૌથી વધુ

કેન્દ્રીય આંકડા કચેરી દ્વારા મોદી સરકારની તાજપોશીના બીજા જ દિવસે શુક્રવારે બેરોજગારીના આંકડા બહાર પાડ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધ પક્ષના દાવાને સરકારે ભલે ફગાવી દીધા હોય, પરંતુ બેરોજગારીનો દર દેશમાં 45 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે 

Jun 1, 2019, 11:19 AM IST

વીજળીનો ખર્ચ વધવાથી સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં મંદીનો માહોલ

સુરતના ટેકસટાઇલ ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ છે, જેની પાછળ ઊંચી કોસ્ટિંગ, રો મટીરીયલના ભાવોમાં વધારો સહિતના કારણો જવાબદાર છે, તો બીજી તરફ ઔદ્યોગિક એકમોમાં વીજળીના ભાવો પણ વધારે હોવાને કારણે ઉદ્યોગોને વીજળીનો ખર્ચ પણ વધુ થઈ રહ્યો છે, ત્યારે એમ.એસ.એમ.ઈ. મંત્રાલય દ્વારા ઉદ્યોગકારોનો વીજળીનો ખર્ચ ઘટે તે માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવનાઓ એક પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો છે. 
 

May 22, 2019, 07:10 PM IST

ડાયમંડ સીટી સુરતમાં 100 રત્નકલાકારો થયા બેરોજગાર, કારખાનેદારે માર્યા તાળા

હીરા ઉદ્યોગની ચમક તો વધી રહી છે પરતું તેમની ચમક વધારનારા રત્ન કલાકારો દરરોજ નોકરી ગુમાવી રહ્યા છે. આવી વધુ એક ઘટના સુરતમાં ફરી એક વખત બની છે. સુરતના ગોટાલાવાડીનો કારખાનેદાર બે દિવસ અગાઉ કારખાને તાળાં મારીને ગાયબ થઈ જતા લેણદારો અને રત્નકલાકારોના જીવ ઉચાટે ચઢ્યા છે. 

Apr 28, 2019, 06:15 PM IST

શું તમે ટેક્સટાઇલ ઈંડસ્ટ્રીમાં કેરિયર બનાવવા માંગતા લોકો માટે ઉત્તમ તક, સરકારે કરી જાહેરાત

જો તમે ટેક્સટાઇલ ઇંડસ્ટ્રીમાં કેરિયર બનાવવા માંગો છો તો તેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દો. કેંદ્વ સરકારે કહ્યું કે દેશના વસ્ત્ર ઉદ્યોગને 2022 સુધી 1.7 કરોડ વધારાના લોકોની જરૂર પડશે. આ ક્ષેત્રમાં હાલ 4.5 કરોડ લોકો કામ કરી રહ્યા છે. 

Dec 21, 2018, 02:43 PM IST

સમય સાથે ઉદ્યોગોમાં બદલાવ જરૂરી, ટેક્નોલોજી સાથે ચાલવું પડશેઃ વિજય રૂપાણી

અમદાવાદમાં યોજાયો યુવાન ઉદ્યોગ સાહસિકોને પ્રેરિત કરવા અને બિરદાવવા માટેનો વાયબ્રન્ટ યંગ ઈન્ડિયા કાર્યક્રમ, મુખ્ય મંત્રી વિજય રૂપાણી, મુખ્ય સચિવ જે.એન. સિંઘની હાજરીમાં ગુજરાત અને ભારતના યુવાનોએ ઉદ્યોગોની નવી દિશા અંગે વિચારો વ્યક્ત કર્યા 

Nov 29, 2018, 09:47 PM IST

વિજય રૂપાણી કરશે રેફકોલ્ડ ઈન્ડીયા 2018નુ ઉદ્ઘાટન, 10 હજારથી વધુ લોકો લેશે મુલાકાત

ખોરાકનો બગાડ નિવારવા માટેની ટેકનોલોજીમાં ઈનોવેશનની તાતી જરૂરિયાત હલ કરીને તથા વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા અંગેના પ્રયાસને ઘનિષ્ઠતાથી અનુસરી આ બાબતે ચર્ચા હાથ ધરશે. 

Nov 21, 2018, 12:20 PM IST

નોટબંધી અને જીએસટીથી ગુજરાતના ઉદ્યોગોને માઠી અસર : જીસીસીઆઈ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ જૈમીન વાસાએ જણાવ્યું કે, છેલ્લા ૪ વર્ષની સરખામણીએ ૨૦૧૮નું વર્ષ ઉદ્યોગો માટે સૌથી ગંભીર રહ્યું છે. આજે ગુજરાતના ૮૦ ટકા ઉદ્યોગો મંદીની વ્યાપક અસર હેઠળ જીવી રહ્યા છે.

Nov 16, 2018, 08:03 PM IST

ભારતના યુવાનો નોકરીમાં અનામતની માગમાં ગુંચવાયા છે અને તેમની નોકરી ખાઈ રહ્યા છે મશીનો

વિલિસ ટાવર્સ વોટસનના એક સર્વે અનુસાર, ભારતીય ફેક્ટરીઓમાં આગામી ત્રણ વર્ષ દરમિયાન ઓટોમેશન બેમણુ થઈ જશે

Sep 27, 2018, 08:43 PM IST