પુલવામા એટેકને પગલે ગુજરાતનું તંત્ર થયું એલર્ટ

 જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં જવાનો પર અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 44 જવાનો શહીદ થયા છે. જવાનો પર થયેલા આ આતંકી હુમલાથી આખો દેશ હચમચી ગયો છે. આ હુમલાને કારણે સરકાર એક્શનમાં આવી ગઈ છે. મોદી સરકારના કાર્યકાળમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો ફિદાયીન હુમલો છે. હુમલાને જોતા વડાપ્રધાન મોદીએ ખુદ કાર્યવાહીની કમાન સંભાળી છે. વડાપ્રધાન મોદી દરેક સ્તરની માહિતી મેળવી રહ્યા છે. સુરક્ષા મામલોની કેબિનેટ બેઠકમાં પણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગૃહ મંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ઈન્ટેલિજન્સ બ્યૂરોના નિર્દેશક અને અનેક અન્ય સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ એજન્સીઓ સાથે વાત કરી છે. ત્યારે ગુજરાતમાં પણ આ હુમલાને પગલે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. 

પુલવામા એટેકને પગલે ગુજરાતનું તંત્ર થયું એલર્ટ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ : જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં જવાનો પર અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 44 જવાનો શહીદ થયા છે. જવાનો પર થયેલા આ આતંકી હુમલાથી આખો દેશ હચમચી ગયો છે. આ હુમલાને કારણે સરકાર એક્શનમાં આવી ગઈ છે. મોદી સરકારના કાર્યકાળમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો ફિદાયીન હુમલો છે. હુમલાને જોતા વડાપ્રધાન મોદીએ ખુદ કાર્યવાહીની કમાન સંભાળી છે. વડાપ્રધાન મોદી દરેક સ્તરની માહિતી મેળવી રહ્યા છે. સુરક્ષા મામલોની કેબિનેટ બેઠકમાં પણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગૃહ મંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ઈન્ટેલિજન્સ બ્યૂરોના નિર્દેશક અને અનેક અન્ય સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ એજન્સીઓ સાથે વાત કરી છે. ત્યારે ગુજરાતમાં પણ આ હુમલાને પગલે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. 

પુલવામાં થયેલ આતંકી હુમલા બાદ તમામ જગ્યાએ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આવતી જતી ટ્રેનો, મુસાફરોના સામાન સહિતનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. Grp પોલીસ, રેલવે પોલીસ, ડોગ સકોર્ડ, બૉમ્બ સ્કોર્ડ પણ તૈનાત કરી દેવામાં આવી છે. IB દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું છે, ત્યારે સુરક્ષાના ભાગ રૂપે ચેકિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદના કાલુપુર રેલવવા સ્ટેશન ખાતે પણ ચેકિંગ હાથ ધરાયું છે. સ્નિફર ડોગ અને બૉમ્બ સ્ક્વોડ દ્વારા ચેકીંગ કરાઈ રહ્યું છે.

કચ્છની સરહદ વધુ સધન બનાવાઈ

કાશ્મીરમાં આંતકી હુમલા બાદ કચ્છ સરહદે સુરક્ષા વધુ સઘન બનાવાઈ છે. સરહદ પરનું સીમા સુરક્ષા દળને પણ વધુ સાબદુ કરી ચોકી પહેરો કડક કરાયો છે. પોલીસ તંત્ર પણ એલર્ટ સ્કીમ મુજબના પગલાં અમલમાં લાવી દેવાયા છે. 

રાજ્યના સરહદી જિલ્લાની સુરક્ષામાં વધારો 
ગુજરાત-રાજસ્થાનની રતનપુર બોર્ડર પર તપાસ શરૂ કરાઈ છે. ગૃહવિભાગના આદેશના પગલે સુરક્ષા સઘન કરાઈ છે. પોલીસ દ્વારા શંકાસ્પદ વિસ્તારોમાં કોમ્બિંગ કરાઈ રહ્યુ છે. તેમજ તમામ શંકાસ્પદ કારો પર નજર રાખવા આદેશ કરાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news