Dish TV પ્રોમોટર ગ્રુપની કંપનીએ બોમ્બે હાઇકોર્ટમાં આપી અરજી, કહ્યું- સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી શેર ટ્રાન્સફર પર અમલ ન હોવો જોઇએ

ડીશ ટીવીની પ્રમોટર ગ્રુપ કંપનીએ શેર ટ્રાન્સફર કેસમાં બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં એવી અપીલ કરવામાં આવી છે કે ડીશ ટીવી પર નિયંત્રણનો પ્રયાસ અટકાવવો જોઇએ. JSGG Infra Developers LLP એ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.

Dish TV પ્રોમોટર ગ્રુપની કંપનીએ બોમ્બે હાઇકોર્ટમાં આપી અરજી, કહ્યું- સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી શેર ટ્રાન્સફર પર અમલ ન હોવો જોઇએ

Dish TV-Yes Bank: ડીશ ટીવીની પ્રમોટર ગ્રુપ કંપનીએ શેર ટ્રાન્સફર કેસમાં બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં એવી અપીલ કરવામાં આવી છે કે ડીશ ટીવી પર નિયંત્રણનો પ્રયાસ અટકાવવો જોઇએ. JSGG Infra Developers LLP એ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. JSGG ઇન્ફ્રા એ ડીશ ટીવી પ્રમોટર ગ્રુપની એક એન્ટિટી છે. તાજેતરમાં જ અન્ય એક પ્રમોટર કંપની વર્લ્ડ ક્રેસ્ટ એડવાઈઝર્સ LLP એ પણ બોમ્બે હાઈકોર્ટમાં હસ્તક્ષેપની માંગ કરી છે.

Yes Bank અને IDBI ટ્રસ્ટીશીપ વિરૂદ્ધ તપાસની કરી માંગ
બોમ્બે હાઈકોર્ટમાં આપવામાં આવેલી નવી અરજીમાં નાણા મંત્રાલય, SEBI, યસ બેંકને પાર્ટી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત એક્સચેન્જ, કેટાલિસ્ટ ટ્રસ્ટીશીપ, ડીશ ટીવીને પણ પાર્ટી બનાવવામાં આવ્યા છે. આ મામલામાં ડીશ ટીવીએ એક્સચેજેજને હાઈકોર્ટમાં કેસની જાણકારી આપી છે. કોર્ટ પાસે કેટાલિસ્ટ ટ્રસ્ટીશીપ અને YES Bank વિરૂદ્ધ તપાસની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત અરજીમાં IDBI ટ્રસ્ટીશીપ સામે પણ તપાસની માંગ કરવામાં આવી છે.

મતદાન અધિકારનો ઉપયોગ બંધ કરવાની માંગ
ડિશ ટીવી પ્રમોટર કંપનીએ કહ્યું છે કે અરજીમાં મતદાનના અધિકારોના ઉપયોગને અટકાવવાની માંગ કરવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે Yes bank ને ટેકઓવરના નિયમો વિરુદ્ધ વોટ કરવાનો અધિકાર મળ્યો છે. કંપનીએ કહ્યું છે કે આ રીતે ડિશ ટીવી પર કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેને રોકવું જોઈએ.

'સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી શેર ટ્રાન્સફર પર અમલ ન થાય'
કંપનીએ તેની અરજીમાં અપીલ કરી છે કે જ્યાં સુધી સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ડીશ ટીવીના શેર ટ્રાન્સફરને લાગુ કરવામાં ન આવે. તમને જણાવી દઈએ કે, ડિશ ટીવી અને Yes bank ત્યારથી આમને-સામને છે, જ્યારથી કંપનીના બોર્ડમાં સુધારો કરવાના પ્રસ્તાવ માટે EGM માટે વિનંતી કરવા માટે શેરધારકોને નોટિસ મોકલી છે. ત્યારથી જ ડિશ ટીવી અને યસ બેંક વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. EGM હવે 30 ડિસેમ્બરે યોજાવાની છે.

Yes Bank વિરૂદ્ધ સેબીમાં પણ ફરિયાદ
અગાઉ ડીશ ટીવીએ પણ યસ બેંક સામે SEBI માં ફરિયાદ કરી હતી. કંપનીએ સેબીને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે Yes Bank એ ઓપન ઓફરની જાહેરાત કરી ન હતી, આ અધિગ્રહણ નિયમોનું ઉલ્લંઘન છે. જવાહર ગોયલનની ડીશ ટીવીએ SEBI ને કહ્યું કે, બેંકે ડાયરેક્ટ-ટુ-હોમ ટેલિવિઝન સર્વિસ પ્રોવાઈડરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને હટાવવાની માંગ કરી હતી. ડીશ ટીવીએ આરોપ લગાવ્યો છે કે Yes Bank હાલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને હટાવવાનો પ્રસ્તાવ આપીને મેનેજમેન્ટ કંટ્રોલ ઈચ્છે છે. પરંતુ તેના માટે હજુ સુધી કોઇ ઓપન ઓફર આપવામાં આવી નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news