શતાબ્દી ટ્રેનોની જગ્યા લેશે આ એન્જિન વગરની ટ્રેન, જાણો તેની ટેક્નોલોજી અને ખાસિયતો
ભારતીય રેલવે બહુ જલદી પોતાની હાઈ સ્પીડવાળી એન્જિન રહિત ટ્રેન T-18 પાટાઓ પર ઉતરવા જઈ રહી છે. લોકો એન્જિન વગરની આ ટ્રેનનું નિર્માણ ચેન્નાઈની કોચ ફેક્ટરીમાં કરવામાં આવી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય રેલવે બહુ જલદી પોતાની હાઈ સ્પીડવાળી એન્જિન રહિત ટ્રેન T-18 પાટાઓ પર ઉતરવા જઈ રહી છે. લોકો એન્જિન વગરની આ ટ્રેનનું નિર્માણ ચેન્નાઈની કોચ ફેક્ટરીમાં કરવામાં આવી રહ્યું છે. રેલવે નેક્સ્ટ જનરેશનની આ ટ્રેનને 2018માં લોન્ચ કરવા જઈ રહી છે. આથી આ ટ્રેનનું નામ T-18 રાખવામાં આવ્યું છે. ખાસ ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલી આ ટ્રેન T-18 પાટા પર ઉતર્યા બાદ મુસાફરોને એક નવો અનુભવનો અહેસાસ થશે, તથા આ ટ્રેન ભારતીય રેલવેને નવી ઊંચાઈઓ પર લઈ જશે. કોચ ફેક્ટરીના જનરલ મેનેજર સુધાંશુ મનીના જણાવ્યાં મુજબ સ્વયંસંચાલિત સેમી સ્પીડવાળી ટ્રેન T-18ની ડિઝાઈન કઈક એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જેના દ્વારા આ ટ્રેનને 160 કિમી પ્રતિ કલાકની સ્પીડથી દોડાવી શકાય. t-18ના સફળ પરીક્ષણ બાદ ભવિષ્યમાં શતાબ્દી ટ્રેનોને તેની સાથે રિપ્લેસ કરવાની યોજના છે. તેમણે જણાવ્યું કે હમણા સુધી આ ટ્રેનને જુલાઈ 2018 સુધી પરિચાલનમાં લાવવાની યોજના હતી પરંતુ કેટલીક સમસ્યાઓના પગલે આ તારીખને બદલવામાં આવી છે. હવે આ ટ્રેનને સપ્ટેમ્બર 2018માં પરિચાલન માટે ટ્રેક પર ઉતારવામાં આવશે.
શું છે T-18ની ખાસિયતો?
ચેન્નાઈ સ્થિત ઈન્ટ્રેગરલ કોચ ફેક્ટરીમાં તૈયાર T-18 ટ્રેન સંપૂર્ણ રીતે મેક ઈન ઈન્ડિયા છે. વિદેશોથી આયાત કરવામાં આવતી સમાન ટેક્નોલોજીવાળી ટ્રેનની કિંમતથી T-18 ટ્રેનની કિંમત લગભગ અડધી છે. ફેક્ટરીથી નિકળનારી પહેલી T-18માં 16 એક્ઝિક્યુટિવ અને નોન એક્ઝિક્યુટિવ કોચ હશે. પ્રત્યેક ટ્રેનમાં 2 એક્ઝિક્યુટિવ અને 14 નોન એક્ઝિક્યુટિવ ક્લાસ કોચ હશે.
એક્ઝિક્યુટિવ ક્લાસના કોચમાં વધુમાં વધુ 56 મુસાફરોની બેસવાની વ્યવસ્થા હશે. જ્યારે નોન એક્ઝિક્યુટિવ ક્લાસમાં વધુમાં વધુ 78 મુસાફરો બેસી શકશે.
આ ટ્રેનના તમામ કોચને સ્ટેનલેસ સ્ટીલથી તૈયાર કરવામાં આવ્યાં છે. આ ટ્રેનની ટેસ્ટિંગ લગભગ 180 કિમી પ્રતિ કલાકની ઝડપમાં કરવામાં આવી છે. ટ્રેનમાં બારીઓ માટે સિંગલ ગ્લાસ પેનલ લગાવવામાં આવી છે. સંપૂર્ણ રીતે એસી ટ્રેનમાં ખુબ આરામદાયક સીટો લગાવવાની સાથે સાથે સારા ઈન્ટિરિયર લાઈટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટ્રેનમાં મુસાફરોને વાઈફાઈની સાથે સાથે ઈન્ફોટેન્મેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત આ ટ્રેનમાં જીપીએસ આધારિત પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.
T-18માં ઓટોમેટિક દરવાજાની સાથે સ્લાઈડિંગ સીડીઓ પણ લગાવવામાં આવી છે. સ્ટેશનમાં ટ્રેન પહોચ્યા બાદ આ સીડીઓને ખોલવામાં આવશે. જેનાથી મુસાફરો સરળતાથી ડિબોર્ડ અને બોર્ડ થઈ શકે. આ ટ્રેનમાં, ઓટોમેટિક ઈન્ટરકનેક્ટિંગ ડોર પણ લગાવવામાં આવ્યાં છે. જેનાથી ટ્રેનની અંદરના ક્ષેત્રને અવરજવર માટે સુવિધાજનક દર્શાવવા વધારાની જગ્યા ઉપલબ્ધ કરાવી શકાય. આ ટ્રેનમાં ઝીરો ડિસ્ચાર્જ બાયો વેક્યુમ ટોયલેટ અને ટચ ફ્રી બાથરૂમ પણ લગાવવામાં આવ્યાં છે. આ સાથે જ ટ્રેનના લગેજ રેકને વધારાની જગ્યા અપાઈ છે. ટ્રેનમાં વ્હીલચેર પાર્ક કરવાની જગ્યા પણ ઉપલબ્ધ કરાઈ છે.
ક્યારે કરી શકશો આ ટ્રેનમાં સફર?
કોચ ફેક્ટરીના જનરલ મેનેજર સુધાંશુ મનીના જણાવ્યાં મુજબ 16 કોચવાળી ટી-18 ટ્રેનને ફેક્ટરીથી સપ્ટેમ્બર 2018માં ટ્રેક પર ઉતારવામાં આવશે. એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે ટી-20 ટ્રેનનું કોમર્શિયલ ઓપરેશન નવેમ્બર 2018માં શરૂ કરી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે ફેક્ટરીમાંથી નિકળ્યા બાદ ટ્રેનની RDSO અને CRS દ્વારા ફાઈનલ ટેસ્ટિંગ કરવામાં આવશે. RDSO અને CRS માંથી ક્લિયરન્સ મળતા જ આ ટ્રેનોનું કોમર્શિયલ ઓપરેશન શરૂ કરી દેવામાં આવશે. ત્યારબાદ આ ટ્રેનોને તેજસ અને શતાબ્દી સાથે રિપ્લેસ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે ટ્રેનોનું ભાડુ, હાલની શતાબ્દી ટ્રેનોના ભાડા કરતા વધુ હોઈ શકે છે.
આ રૂ પર ચાલશે ટ્રેન T-18
રેલવેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ T-18 પાંચથી છ કલાકની મુસાફરીવાળા રૂટ પર ચાલશે. હાલ આ ટ્રેનોના પાંચ રૂટની યોજના છે જેમાં દિલ્હી-ચંડીગઢ, દિલ્હી -કાનપુર, દિલ્હી-લખનઉ, મુંબઈ-પુણે, ચેન્નાઈ-હૈદરાબાદ રૂટ સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે