ખુશખબરી: હવે બધા એરપોર્ટ પર મફતમાં માણો Wi-Fi નો આનંદ, બીજું ઘણું બધુ

હવે દેશના બધા એરપોર્ટ પર મુસાફરોને મફત 30 મિનિટ માટે Wi-Fi ની સુવિધા મળશે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા પેસેંજર ચાર્ટરમાં ટર્મિનલમાં મુસાફરોને મફત વાઇ-ફાઇની સુવિધા પુરી પાડવાની નવી જોગવાઇ કરવામાં આવી છે. 

ખુશખબરી: હવે બધા એરપોર્ટ પર મફતમાં માણો Wi-Fi નો આનંદ, બીજું ઘણું બધુ

નવી દિલ્હી: હવે દેશના બધા એરપોર્ટ પર મુસાફરોને મફત 30 મિનિટ માટે Wi-Fi ની સુવિધા મળશે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા પેસેંજર ચાર્ટરમાં ટર્મિનલમાં મુસાફરોને મફત વાઇ-ફાઇની સુવિધા પુરી પાડવાની નવી જોગવાઇ કરવામાં આવી છે. નવી જોગવાઇ મુજબ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે એરપોર્ટ ઓપરેટર મુસાફરોને 30 મિનિટ માટે મફત વાઇ-ફાઇ સુવિધા અનિવાર્ય રૂપે ઉપલબ્ધ કરાવશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ સુવિધાને વધુ સારી બનાવવા માટે પબ્લિકના અભિપ્રાયો માંગ્યા છે. એરપોર્ટ પર સુવિધાઓને વધુ સારી બનાવવા માટે મુસાફરો 22 જૂન સુધી પોતાના પક્ષ મંત્રાલય સમક્ષ રજૂ કરી શકે છે. આ ઉપરાંત મંત્રાલય આ બાબતે એરપોર્ટ ઓપરેટર સહિત અન્ય સ્ટેક હોલ્ડર્સની ભલામણ સાંભળશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી બે મહિનામાં પેસેંજર ચાર્ટર હેઠળ નક્કી કરવામાં આવેલા નિયમોને અંતિમ રૂપ આપીને લાગૂ કરવામાં આવશે. 

મફતમાં દિવ્યાંગોને મળશે પસંદગીની સીટ
ઉડ્ડયન મંત્રાલયના અનુસાર પેસેંજર ચાર્ટરમાં દિવ્યાંગોની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. નવા નિયમોમાં બધી એરલાઇન્સને નિર્દેશિત કરવામાં આવી છે કે દિવ્યાંગોની અનુકૂળતાને ધ્યાનમાં રાખતાં વિમાનોમાં સીટોને રિઝર્વ કરવામાં આવે. દિવ્યાંગોને આ સુરક્ષિત સીટ નિ:શુલ્ક કરાવવામાં આવી. એરલાઇન્સ આ સીટોને વિમાનના ડિપાર્ચર ટાઇમ સુધી દિવ્યાંગો માટે રિઝર્વ રાખવામાં આવશે. 

એરપોર્ટ પર થશે સ્વાસ્થ્ય સંબંધી આ સુવિધાઓ
પેસેંજર ચાર્ટરમાં એરપોર્ટ ઓપરેટર્સને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે ટર્મિનલમાં અનિવાર્ય રૂપથી ડોક્ટરની નિયુક્તિ કરી. એરપોર્ટ પર હર સમય એક ડોક્ટર ઉપલબ્ધ હોવો જોઇએ. આ ઉપરાંત એરપોર્ટ પર એંબુલેંસ, ઓક્સિજન સિલિંડર, ડિફિબ્રિલેટર્સ સહિત અન્ય જરૂરી મેડિકલ સુવિધાઓ હોવી જોઇએ. ઓપરેટર્સને એરપોર્ટ પર મુસાફરો આવનાર મેડિકલ ઇમરજન્સીનો સામનો કરવા માટે સ્ટાર્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી) પણ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. 

એરપોર્ટ પર આ સુવિધાઓ પણ હશે ઉપલબ્ધ
પેસેંજર ચાર્ટરમાં એરપોર્ટ ઓપરેટર મીટ એન્ડ ગ્રીટ એરિયા તૈયાર કરશે. જેમાં મુસાફરોને સી-ઓફ અથવા રિસીવ કરવા આવેલા પોતાની સાથે થોડો સમય વિતાવવાની તક મળી. આ ઉપરાંત એરપોર્ટ પર ડિપાર્ચર અને એરાઇવલ ટર્મિનલની બહાર ટોઇલેટની સુવિધા આપવી પડશે. એરપોર્ટ પર મુસાફરોની મદદ માટે અનિવાર્ય રીતે એક હેલ્પ ડેસ્ક હોવું જોઇએ. આ ઉપરાંત એરપોર્ટ પર એવા ખાવાના સ્ટોલ હોવા જોઇએ, જેમાં વ્યાજબી ભાવે મુસાફરોને ભોજનનો સામન મળી શકે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news