મોરબી: બાકી નીકળતા 2 પૈસા માંગ્યા તો રચાયો ઈતિહાસ.....
કરોડોનો કારોબાર કરનારી મલ્ટી નેશનલ ટેલીકોમ કંપની વોડાફોને 98 પૈસા બાકી રહેવાના કારણે એક યુવકના ફોનનંબરની સર્વિસ બંધ કરી નાખી.
- વોડાફોને ગ્રાહકને મોકલાવ્યો 2 પૈસાનો ચેક
- 98 પૈસા બાકી લેણા પેટે ગ્રાહકે ચૂકવ્યો હતો રૂપિયો
- ઈન્ડિયા બુક ઓફ રિકોર્ડ્સમાં નોંધાયુ નામ
Trending Photos
હિમાંશુ ભટ્ટ, મોરબી: કરોડોનો કારોબાર કરનારી મલ્ટી નેશનલ ટેલીકોમ કંપની વોડાફોને 98 પૈસા બાકી રહેવાના કારણે એક યુવકના ફોનનંબરની સર્વિસ બંધ કરી નાખી. યુવકે કંપનીને એક રૂપિયો બાકી લેણા પેટે ચૂકવ્યો અને ત્યારબાદ તેના નંબરની સર્વિસ ફરી શરૂ કરવામાં આવી. ખાસ વાત એ હતી કે કંપનીએ 98 પૈસાની બાકી રકમ સામે યુવકે જે એક રૂપિયો ચૂકવ્યો તેના યુવકને ચૂકવવાના 2 પૈસાનો ચેક આપ્યો. યુવક તો આ 2 પૈસાનો ચેક જોઈને સ્તબ્ધ થઈ ગયો.
મળતી માહિતી મુજબ મોરબીની આ ઘટના છે. વોડાફોન કંપનીએ માત્ર 98 પૈસાની વસૂલી માટે સંદીપ રાવલ નામના યુવકની સેવાઓ બંધ કરી દીધી. ત્યારબાદ સંદીપે વોડાફોન સ્ટોરમાં જઈને એક રૂપિયો જમા કરાવ્યો ત્યારે તેની તમામ સેવાઓ ફરી શરૂ થઈ. જો કે ત્યારબાદ ગ્રાહકે આપેલા એક રૂપિયા સામે તેના બાકીના 2 પૈસા વોડાફોને ચેક દ્વારા પરત કર્યાં. આમ કરીને ગ્રાહક અને કંપનીએ નવો ઈતિહાસ રચી નાખ્યો છે. 'સ્મોલેસ્ટ એવર અમાઉન્ટ ચેક પેમેન્ટ પેઈડ' માટે સંદીપ રાવલનું નામ 'ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ'માં સામેલ કરવામાં આવ્યું છે.
પોસ્ટપેડમાંથી પ્રીપેડ કરાવ્યું હતું કાર્ડ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા સંદીપ રાવલે જણાવ્યું કે તેમનો સિરામિકનો બિઝનેસ છે. અનેક વર્ષોથી વોડાફોન કંપનીનું પોસ્ટપેડ કાર્ડ તે વાપરતા હતાં. થોડા સમય પહેલા જ તેમણે પ્રીપેડ સર્વિસ કરાવી હતી. પરંતુ કંપનીએ માત્ર 98 પૈસા માટે થઈને તેમના ફોનનંબરની સર્વિસ બંધ કરી નાખી. સંદીપભાઈએ કહ્યું કે ફોનની સર્વિસ ફરી શરૂ કરાવવા માટે તેમણે વોડોફોન કંપનીમાં એક રૂપિયો જમા કરાવ્યો.
સંદીપને મળ્યો આ એવોર્ડ
સંદીપે જણાવ્યું કે થોડા સમય બાદ કંપનીએ તેના બાકી બચેલા 2 પૈસાનો કોટક મહિન્દ્રા બેકનો ચેક (નંબર 892237)મોકલાવ્યો. મળથી માહિતી મુજબ કોઈ મલ્ટીનેશનલ કંપની દ્વારા આટલી નાની રકમનો ચેક આપવાનો આ પહેલો મામલો છે. સંદીપનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાઈ ગયું છે. આ સાથે જ તેને 'સ્મોલેસ્ટ એવર એમાઉન્ટ ચેક પેઈડ'નો એવોર્ડ પણ મળ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે