Facebook Loan: બિઝનેસ વધારવા માટે વેપારીઓને 50 લાખ રૂપિયા સુધીની મળશે લોન, ફેસબુકે શરૂ કરી સ્કીમ

આ સ્કીમનો હેતુ નાના વેપારીઓને (MSME) ને કોઇપણ વસ્તુ ગિરવે મુક્યા વિના પૈસાની જરૂરિયાતને પુરી કરવાનો છે. કોઇપણ પ્રકારના જામીન વિના તમને આ લોન ફક્ત 5 દિવસમાં મળી શકે છે. 

Facebook Loan: બિઝનેસ વધારવા માટે વેપારીઓને 50 લાખ રૂપિયા સુધીની મળશે લોન, ફેસબુકે શરૂ કરી સ્કીમ

નવી દિલ્હી: જો તમે નાના વેપારી છો અને તમારા બિઝનેસને વધારવા માટે લોનની શોધમાં છો તો તમે ફેસબુક વડે 50 લાખ રૂપિયા સુધીની લોન (Facebook Loan) મેળવી શકો છો. કોઇપણ પ્રકારના જામીન વિના તમને આ લોન ફક્ત 5 દિવસમાં મળી શકે છે. 

આ કંપની સાથે કરી ભાગીદારી
સહયોગી વેબસાઇટ ઝી બિઝનેસના અનુસાર સોશિયલ મીડિયા સેક્ટરની દિગ્ગજ કંપની (Facebook) એ હવે લોન સેક્ટરમાં પોતાનો પગ આગળ વધાર્યો છે. કંપનીએ દુનિયામાં પહેલીવાર ભારતના 'સ્મોલ બિઝનેસ લોન ઇનિશિએટિવ' સ્કીમની જાહેરાત કરી છે. ફેસબુકે આ સ્કીમ માટે ફાઇનાન્સ સંકપની ઇંડિફી (Indifi) સાથે ભાગીદારી કરી છે એટલે કે સ્કીમ માટે લોન આ કંપની દ્વારા પુરી પાડવામાં આવશે. 

50 લાખ રૂપિયા સુધીની મળશે લોન
ફેસબુક (Facebook) ઇન્ડીયના ઉપાધ્યક્ષ અને એમડી અજીત મોહને કહ્યું કે આ સ્કીમનો હેતુ નાના વેપારીઓને (MSME) ને કોઇપણ વસ્તુ ગિરવે મુક્યા વિના પૈસાની જરૂરિયાતને પુરી કરવાનો છે. તેમણે જણાવ્યું કે આ યોજના હેઠળ ફેસબુકના પ્લેટફોર્મ પર જાહેરાત આપનાર નાના બિઝનેસ મેન પાંચ લાખથી માંડીને 50 લાખ રૂપિયા સુધીની લોન (Facebook Loan) લઇ શકશે. તેમણે આ લોન પર 17 થી 20 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. એપ્લાય કરનાર પાસેથી ઇંડિફિ લોન એપ્લિકેશન પર કોઇ પ્રોસેસિંગ ફી પણ નહી લે. 

5 દિવસની અંદર મળી જશે લોન
તમામ જરૂરી દસ્તાવેજ મળ્યાના 5 દિવસની અંદર ઇંડિફી કંપની લોન (Facebook Loan) એમાઉન્ટ જાહેર કરી દેશે. આ લોન માટે બિઝનેસમેનને કોઇ કોલેટ્રલ એટલે જામીન આપવાની જરૂર નહી પડે. મહિલા બિઝનેસ વુમનને તેમાં વ્યાદરમાં 0.2 ટકાની છૂટ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ફેસબુકની કોઇ રાજસ્વ ભાગીદારી નથી. આ સ્કીમ સ્વતંત્ર લોન પ્રોવાઇડર પાર્ટનર્સ એટલે ઇંડિફી દ્વારા ચલાવવામાં આવશે. આ સ્કીમ દેશના 200 શહેરો માટે શરૂ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news