આ વિદેશી ફળની ખેતી કરી 6 મહિનામાં ખેડૂતને મળી શકે બમ્પર નફો, જાણો કઈ રીતે થાય છે ખેતી

Thai Apple farming: બજારમાં થાઈ એપ્પલ બોરની ઘણી ડિમાન્ડ છે. ખેડૂતો 50થી 60 હજારના શરૂઆતના ખર્ચમાં 100 કિલો સુધીનું ઉત્પાદન મેળવી શકે છે.

આ વિદેશી ફળની ખેતી કરી 6 મહિનામાં ખેડૂતને મળી શકે બમ્પર નફો, જાણો કઈ રીતે થાય છે ખેતી

Thai Apple farming: ઓછા સમયમાં મોટો નફો મેળવવા ઈચ્છો છો તો ભારતમાં વિદેશી ફળની ખેતીનું ચલણ વધવા લાગ્યું છે. ખેડૂતો સ્ટ્રોબેરી, ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને સારો નફો મેળવવા લાગ્યા છે. આવા જ વિદેશી ફળમાંથી એક છે થાઈ એપ્પલ બોર. તે જોવામાં સફરજન અને સ્વાદમાં બોર જેવું લાગે છે. સાથે જ આ ફળમાં રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધારે હોય છે.

આ પણ વાંચો: 

બજારમાં થાઈ એપ્પલ બોરની ઘણી ડિમાન્ડ છે. ખેડૂતો 50થી 60 હજારના શરૂઆતના ખર્ચમાં 100 કિલો સુધીનું ઉત્પાદન મેળવી શકે છે. આ છોડને લગાવવા માટે ખેતરની ખેતી કરીને પ્રતિ છોડના હિસાબથી 5 મીટરના અંતર પર 2-2 ફૂટ લંબાઈ-પહોળાઈવાળા વર્ગાકાર ખાડા ખોદવામાં આવે છે. આ ખાડામાં 25 દિવસ સુધી સોલરાઈઝેશન કરવામાં આવે છે. જેના પછી 20થી 25 કિલો સારું કમ્પોસ્ટ ખાતર, લીમડાના પાન, લીમડાનો મોર વગેરે તત્વો મિક્સ કરીને ખાડામાં ભરી દેવામાં આવે છે.

થાઈ એપ્પલ બોરની ખેતી કલમ વિધિથી કરવામાં આવે છે. ખેડૂત 1 વીઘા ખેતરમાં 15 ફૂટના અંતરના હિસાબથી થાઈ એપ્પલ બોરના 80 છોડની રોપણી કરી શકે છે. તે સિવાય ખેડૂત વચ્ચે ખાલી જગ્યા પડેલી જગ્યામાં રીંગણ, મરચાં, વટાણા અને મગ જેવા પાકની ખેતી કરીને વધારાની કમાણી કરી શકે છે. આ પ્રજાતિના છોડમાં સૂકારો સહન શક્તિ હોય છે.  

થાઈ એપ્પલ બોરની ખેતી કરવા માટે દેશી અને હાઈબ્રિડ પ્રજાતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને પ્રજાતિઓમાંથી ખેડૂત 6 મહિનાની અંદર 100 કિલો સુધી ફળનું ઉત્પાદન લઈ શકે છે. તેની રોપણીના વર્ષમાં પરિપક્વ થવા પર 20થી 25 કિલો સુધી ફળનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. એકવાર છોડ લગાવ્યા પછી ખેડૂત આગામી 50 વર્ષ સુધી થાઈ એપ્પલ બોરના છોડમાંથી બમ્પર ઉત્પાદન લઈને સારી કમાણી કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news