Forbes:મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, ગૌતમ અદાણી ગ્લોબલ લીસ્ટમાં 24માં ક્રમે

Forbes List Of Billionaires: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડના ચેરમેન અને જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાનો સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. મંગળવારે અમેરિકી પત્રિકા ફોર્બ્સ તરફથી વર્ષ 2023 ના અરબપતિઓને યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદી અનુસાર મુકેશ અંબાણી ફરીથી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.

Forbes:મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, ગૌતમ અદાણી ગ્લોબલ લીસ્ટમાં 24માં ક્રમે

Forbes List Of Billionaires: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડના ચેરમેન અને જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાનો સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. મંગળવારે અમેરિકી પત્રિકા ફોર્બ્સ તરફથી વર્ષ 2023 ના અરબપતિઓને યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદી અનુસાર મુકેશ અંબાણી ફરીથી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સની યાદી અનુસાર 65 વર્ષના મુકેશ અંબાણી 83.4 અરબ ડોલરની સંપત્તિ સાથે દુનિયાના નવમાં સૌથી અમીર વ્યક્તિ છે. જ્યારે વર્ષ 2022 માં તેમની આરઆઇએલ 100 અરબ ડોલર થી વધારેની આવક પ્રાપ્ત કરનાર પહેલી ભારતની કંપની બની હતી. મુકેશ અંબાણીનો ઉદ્યોગ તેલ, દૂરસંચારથી લઈને અલગ અલગ ક્ષેત્રમાં ફેલાયેલો છે. 

આ પણ વાંચો:

મુકેશ અંબાણીના મુખ્ય પ્રતિદ્વંદી અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી આ ગ્લોબલ લીસ્ટમાં નીચે ખસી અને 24માં ક્રમે પહોંચી ગયા છે. ગૌતમ અદાણી 24 જાન્યુઆરીએ ત્રીજા ક્રમના સૌથી અમીર વ્યક્તિ હતા ત્યારે તેમની સંપત્તિ 126 અરબ ડોલર હતી. પરંતુ અમેરિકા શોર્ટ સેલર હિડનબર્ગ રિસર્ચની એક રિપોર્ટ સામે આવ્યા પછી જે સ્થિતિ સર્જાય તેના કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો. હવે ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 47.2 અરબ ડોલર છે અને તે અંબાણી પછી સૌથી ધનિક ભારતીય વ્યક્તિ છે. 

ફોબ્સની આ યાદીમાં શિવ નાદર ત્રીજા સૌથી ધનિક ભારતીય વ્યક્તિ છે. આ યાદીમાં ચોથું સ્થાન સાઇરસ પુનાવાલાને મળ્યું છે. જ્યારે સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ પાંચમા ક્રમે, ઓપી જિંદાલ સમૂહના સાવિત્રી જિંદલ છઠ્ઠા ક્રમે, સન ફાર્માના દિલીપ સંઘવી સાતમા અને ડી માર્ટના રાધાકૃષ્ણ દામાણી આઠમાં ક્રમ પર છે. 

આ યાદીમાં નવમાં ક્રમે 14.2 બિલિયન અમેરિકી ડોલરની નેટવર્થ સાથે કુમાર મંગલમ બિરલા અને દસમા ક્રમે 12.9 બિલિયન અમેરિકન ડોલર્સની નેટવર્ક સાથે ઉદય કોટક ભારતના સૌથી અમીર લોકોની યાદીમાં છે. આ યાદી અનુસાર વિશ્વના 25 સૌથી અમીર લોકોની કુલ સંપત્તિ 2100 અરબ ડોલર છે. આ આંકડો 2022 માં 2300 અરબ ડોલર હતો. દુનિયાના સૌથી અમીર 25 લોકોની સંપત્તિમાં ગત વર્ષે ઘટાડો નોંધાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news