15 સેકન્ડથી ઓછા સમયમાં મળશે વગર વ્યાજે EMI પર સામાન, આ છે પ્રોસેસ

બ્રાંડ ઇએમઆઇ વિકલ્પ મોબાઇલ, કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ, એજ્યુકેશન, હેલ્થ, ફર્નીચર, વેલનેસ અને લક્સરી સેગમેંટમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકોને સ્ટોર દ્વારા આપવામાં આવશે.

15 સેકન્ડથી ઓછા સમયમાં મળશે વગર વ્યાજે EMI પર સામાન, આ છે પ્રોસેસ

નવી દિલ્હી: ફેસ્ટિવલ સીઝન (Festive Season)બાદ પણ જો તમે કોઇપણ પ્રકારનો ઇલેક્ટ્રોનિક અથવા ઘરેલૂ ઉત્પાદન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે. તો પછી વગર વ્યાજે 15 સેકન્ડમાં તમારી લોન પ્રોસેસ પુરૂ થઇ જશે, જેને તમે નો કોસ્ટ ઇએમઆઇ (No Cost EMI)તરીકે ચૂકવી શકશો. કંઝ્યૂમર ડિમાન્ડમાં વધારા બાદ હવે ઘણી નવી કંપનીઓ પણ ગ્રાહકોને બાય નાઉ પે લેટર (Buy now, Pay later)નો ઓપ્શન આપી રહી છે. 

M-Swipe એ લોન્ચ કરી આ ઓફર
પોઇન્ટ ઓફ સેલ કંપની એમ-સ્વાઇપએ 15 સેકન્ડથી ઓછા સમયમાં વેપારીઓને 15 સેકન્ડમાં ઝીરો વ્યાજ પર ઇએમઆઇ લેવાનો વિકલ્પ જાહેર કર્યો છે. તેથી નાના વેપારીઓને પોતાનો સામાન વેચવામાં ઘણી મદદ મળશે. તેના માટે કંપનીએ પોતાની નવી પ્રોડક્ટ Brand EMI લોન્ચ કરી છે. M-Swipeનું કહેવું છે કે વિભિન્ન બેંકો દ્વારા રજૂ કરવામાં આવેલા તમામ ડેબિટ અને ક્રેડિટ કાર્ડના 95 ટકા કવરેજ સાથે બ્રાંડ ઇએમઆઇ ગ્રાહકોને વધુ પસંદ પુરી પાડે છે. જે મોટાભાગે ચેકઆઉટ સમયે મનપસંદ ઇએમઆઇ વિકલ્પોની કમીના કારણે ખરીદી કરવાના નિર્ણયમાં મોડું કરે છે.  

આ ઉત્પાદકો માટે મળશે તાત્કાલિક લોન
બ્રાંડ ઇએમઆઇ વિકલ્પ મોબાઇલ, કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ, એજ્યુકેશન, હેલ્થ, ફર્નીચર, વેલનેસ અને લક્સરી સેગમેંટમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકોને સ્ટોર દ્વારા આપવામાં આવશે. તેનાથી લોકો સરળતાથી પોતાની મનપસંદ વસ્તુ અને જરૂરી સામાનને વગર વ્યાજે સરળતાથી હપ્તે ખરીદી શકશે. M-Swipe એકમાત્ર ખેલાડી છે જેની પાસે ભારતમાં SME માટે ડિજિટલ ચૂકવનીના સમાધાનોની શૃંખલા છે. જેમાં UPI QR, NFC આધારિત ટેપ અને પે, POS અને ચૂકવણી લીંક સામેલ છે. 6.75 લાખ પીઓએસ અને 1.1 મિલિયન ક્યૂઆર વેપારીઓ સાથે ભારતમાં સૌથી મોટા પીઓએસ અધિગ્રહણકર્તા, એમ-સ્વાઇપ પોતાના પ્રીપેડ મનીબેક કાર્ડ પણ લોન્ચ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news