Godrej એ લોન્ચ કર્યું કોમ્પ્રેશર વિનાનું ફ્રીજ, જાણો કિંમત અને ખૂબીઓ

હોમ એમ્પલાઇંસ બનાવનાર દિગ્ગજ કંપની ગોદરેજે કોમ્પ્રેશર વિનાનું દુનિયાનું પ્રથમ રેફ્રિજરેટર લોન્ચ કર્યું છે. આ રેફ્રિજરેટરને ગ્રાહકોની નાની જરૂરિયાતો મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. તેની શરૂઆતી કિંમત 7,000 રૂપિયા છે. 
Godrej એ લોન્ચ કર્યું કોમ્પ્રેશર વિનાનું ફ્રીજ, જાણો કિંમત અને ખૂબીઓ

નવી દિલ્હી: હોમ એમ્પલાઇંસ બનાવનાર દિગ્ગજ કંપની ગોદરેજે કોમ્પ્રેશર વિનાનું દુનિયાનું પ્રથમ રેફ્રિજરેટર લોન્ચ કર્યું છે. આ રેફ્રિજરેટરને ગ્રાહકોની નાની જરૂરિયાતો મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. તેની શરૂઆતી કિંમત 7,000 રૂપિયા છે. 

ગોદરેજ એપ્લાઇંસના બિઝનેસ હેડ કમલ નંદીએ જણાવ્યું કે આ એક પર્સનલ રેફ્રિજરેટર છે. તેની ખાસિયત એ છે કે તેમાં કૂલિંગ માટે કોમ્પ્રેશરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ ફ્રીજમાં ઠંડક માટે થર્મલ ઇલેક્ટ્રિક ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગોદરેજે પોતાની નવી પ્રોડક્ટને Qube નામ આપ્યું છે.

કમલ નંદીએ જણાવ્યું કે તેમનું આ Qube રેફ્રિજરેટરની દુનિયામાં ક્રાંતિ લાવવાનું કામ કરશે. વર્ષ 2020 સુધી તેમણે આ પોર્ટેબલ ફ્રીજના 50,000 યૂનિટ વેચવાનો ટાર્ગેટ રાખ્યો છે. આ તેમના રેફ્રિજરેટરના બિઝનેસને બૂસ્ટ કરશે.

ઇકો ફ્રેંડલી ફ્રીજ
ગોદરેજની આ પ્રોડક્ટ સંપૂર્ણપણે ઇકો ફ્રેંડલી રેફ્રિજરેટર એટલે કે ગ્રીન ફ્રીજ છે. આ ફ્રીજમાં વિજળીનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે. તેને 12 વોલ્ટની બેટરી વડે ચલાવી શકાય છે. એટલે કે ઇનવેટર વડે પણ ચલાવી શકાય છે. કોમ્પ્રેશર નહી હોવાના લીધે તેમાં કોઇ અવાજ પણ આવતો નથી. આ ગ્લોબલ વોર્મિંગનું કામ કરશે. પાવર કટ દરમિયાન પણ આ ફ્રીજમાં 3 કલાક સુધી ઠંડક યથાવત રહેશે.

એટલા માટે નાનાકડા ઇકો ફ્રેંડડી ફ્રીજને તમે પોતાના બેડરૂમ, દુકાન અથવા કોઇ બીજી જગ્યાએ અંગત ઉપયોગ માટે આરામથી રાખી શકો છો. 30 લીટરની ક્ષમતાવાળા આ પોર્ટેબલ ફ્રીજની કિંમત 7,000 રૂપિયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news