Gold Price Today: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો 18થી 24 કેરેટ ગોલ્ડનો ભાવ
આજે 24 કેરેટ સોનું 31 રૂપિયા સસ્તું થઈને 60355 રૂપિયા પર ખુલ્યું, જ્યારે ચાંદી 37 રૂપિયા નબળી પડીને 74519 રૂપિયા પ્રતિ કિલો પર ખુલી હતી. સોના-ચાંદીના આ ભાવ આઈબીજેએ દ્વારા જારી કરવામાં આવેલા એવરેજ રેટ છે.
Trending Photos
નવી દિલ્હીઃ Gold Price Today: સોની બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે. બંનેના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોની બજારમાં સોનું પાંચ એપ્રિલના 60977 રૂપિયાના ઓલ ટાઈમ હાઈથી 653 રૂપિયા સસ્તું છે. આ સિવાય 4 એપ્રિલે એમસીએક્સ પર ગોલ્ડ 61145 નો એક નવો ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ બનાવ્યો હતો.
આજે 24 કેરેટ સોનું 31 રૂપિયા સસ્તું થઈને 60355 રૂપિયા પર ખુલ્યું, જ્યારે ચાંદી 27 રૂપિયા નબળી પડી 74519 રૂપિયા પ્રતિ કિલો પર ખુલી હતી. સોના-ચાંદીના આ ભાવ આઈબીજેએ દ્વારા જારી કરવામાં આવેલા એવરેજ રેટ છે, જે ઘણા શહેરોમાંથી લેવામાં આવ્યા છે. તેના પર જીએસટી અને જ્વેલરી મેકિંગ ચાર્જ નથી.
104 વર્ષ જૂનું એસોસિએશન છે IBJA
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન 104 વર્ષ જૂનુ એસોસિએશન છે. આઈબીજેએ દિવસમાં બે વખત બપોરે અને સાંજે ગોલ્ડના રેટ જારી કરે છે. આ ભાવ નાણા મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી વિવિધ સૂચનાઓ અનુસાર સોવરેન અને બોન્ડ જારી કરવા માટે બેંચમાર્ક દરો છે. IBJA ના 29 રાજ્યમાં કાર્યાલય છે અને આ બધા સરકારી સંસ્થાઓનો ભાગ છે.
ધાતુ લેટેસ્ટ રેટ પ્રતિ 10 ગ્રામ 3 ટકા GST બજાર ભાવ જ્વેલરના નફા બાદ ભાવ
Gold 999 (24 કેરેટ) 60324 1809.72 62,133.72 68,347.09
Gold 995 (23 કેરેટ) 60082 1802.46 61,884.46 68,072.91
Gold 916 (22 કેરેટ) 55257 1657.71 56,914.71 62,606.18
Gold 750 (18 કેરેટ) 45243 1357.29 46,600.29 51,260.32
Gold 585 ( 14 કેરેટ) 35290 1058.7 36,348.70 39,983.57
Silver 999 74519 (રૂપિયા પ્રતિ કિલો) 2235.57 76,754.57 84,430.03
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે