Gold Rate Today: સોના-ચાંદીમાં નબળાઇ, જાણો આજના ભાવ; રોકાણ કરવા માટે વધુ એક તક

કોરોના વાયરસના નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ રોકણકારો ઘણી સાવધાની વર્તી રહ્યા છે. હાલમાં જ શેર બજારમાં મોટો ઘટાડો આવ્યા બાદ બજારમાં તેજી પરત ફરી છે. એવામાં સોના અને ચાંદીમાં નબળાઈ જોવા મળી રહી છે.

Gold Rate Today: સોના-ચાંદીમાં નબળાઇ, જાણો આજના ભાવ; રોકાણ કરવા માટે વધુ એક તક

નવી દિલ્હી: કોરોના વાયરસના નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ રોકણકારો ઘણી સાવધાની વર્તી રહ્યા છે. હાલમાં જ શેર બજારમાં મોટો ઘટાડો આવ્યા બાદ બજારમાં તેજી પરત ફરી છે. એવામાં સોના અને ચાંદીમાં નબળાઈ જોવા મળી રહી છે. સોનું (gold price today) બુધવાર 23-12-2020ના સવારે લગભગ 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર લગભગ 34.00 રૂપિયાના ઘટાડા સાથે 50047.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યું હતું. ત્યારે ચાંદી 143.00 રૂપિયાની ઘટાડા સાથે 66728.00 રૂપિયા પ્રતિ કિલો પર વેપાર કરી રહ્યું હતું.

દિલ્હીમાં આ રહ્યા ગોલ્ડના ભાવ
સ્થાનિક બુલિયન માર્કેટમાં મંગળવારના ગોલ્ડ 243 રૂપિયા ઘટાડા પર 49,653 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું. વૈશ્વિક બજારોમાં બંને કિંમતી ધાતુઓમાં ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે. ચાંદીનો ભાવ મંગળવારના 216 રૂપિયા ઘટાડા સાથે 67,177 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. આ પહેલા તે 67,393 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1,868 ડોલર અને ચાંદી 25.70 ડોલર પ્રતિ ઔંસ પર હતા. ડોલર અનુક્રમણિકા મજબૂત થવાથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો.

2021માં સોનના ભાવમાં આવશે ઘટાડો 
2021માં સોનાની કિંમતોમાં ઘટાડો રહી શકે છે. કોરોના વેક્સિનના સામાચાર આવ્યા બાદ સોનાના ભાવમાં ઘટાડો આવવાનો શરૂ થયો છે. આ કારણ છે કે, હાલમાં શેર માર્કેટ દરરોજ તેજી જોવા મળી રહી છે. એક્સિસ સિક્યોરિટીઝનું માનવું છે કે આવતા સમયમાં સોના પર દબાણ રહેશે, જેના કારણે તેની કિંમતોમાં ખૂબ વધારો થવાની સંભાવના નથી.

સોમવારના 50 હજારને પાર ગોલ્ડ
સોના અને ચાંદી (Gold-Silver)ના ભાવમાં સોમવારે જોરદાર તેજી આવી હતી. દિલ્હી બુલિયન માર્કેટમાં આજે સોનું 496 રૂપિયાની તેજી સાથે 50,297 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ રીતે ચાંદીમાં 2249 રૂપિયાની જોરદાર તેજી આવી હતી.

શરૂ કરી શકાય છે ઇનવેસ્ટમેન્ટ
એક્સપ્રટના જણાવ્યા અનુસાર ગોલ્ડમાં થોડુ થોડું ઇનવેસ્ટમેન્ટ શરૂ કરી શકાય છે. આવનારા સમયમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો આવી શકે છે. પરંતુ લાબી મુદતમાં રોકાણકારોને સારૂ રિટર્ન મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news