હવે દર સપ્તાહે નક્કી થશે LPG ગેસ સિલિન્ડરના ભાવ! પેટ્રોલિયમ કંપનીઓ કરી રહી છે વિચાર

આગામી વર્ષથી દેશમાં રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ નક્કી કરવાની વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે. પેટ્રોલિયમ કંપનીઓ મહિનાના સ્થાને સાપ્તાહિક આધાર પર LPG Cylinder ના ભાવ નક્કી કરી શકે છે.   

Updated By: Dec 22, 2020, 09:33 PM IST
હવે દર સપ્તાહે નક્કી થશે LPG ગેસ સિલિન્ડરના ભાવ! પેટ્રોલિયમ કંપનીઓ કરી રહી છે વિચાર

નવી દિલ્હીઃ દેશમાં આગામી વર્ષની શરૂઆતથી રસોઈ ગેસ સિલિન્ડર (LPG Cylinder)ના ભાવ દર સપ્તાહે નક્કી થઈ શકે છે. બાલ આ ભાવ મહિનાના આધારે નક્કી થાય છે. પરંતુ પેટ્રોલિયમ પદાર્થોના ભાવમાં દરરોજ થતા વધારા-ઘટાડાને જોતા પેટ્રોલિમય કંપનીઓ (Petroleum Companies) હવે સાપ્તાહિકના આધાર પર કિંમતોમાં ફેરફારનો પ્લાન કરી રહી છે. 

હાલમાં મહિનાના આધારે નક્કી થાય છે ભાવ
મહત્વનું છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ નક્કી થાય છે. જેથઈ તેલના ભાવોમાં ફેરફાર થવા પર પેટ્રોલિમય કંપની (Petroleum Companies) તેનો સરળતાથી દરરોજ સમાવેશ કરી લે છે. પરંતુ રસોઈ ગેસના ભાવ મહિનાના આધારે નક્કી થવાથી કંપનીઓએ એક મહિના સુધી નુકસાન વેઠવુ પડે છે. આ કારણે ઘણા સમયથી કંપનીઓ કિંમતોમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે. 

આ પણ વાંચોઃ Gold Rate Today: આજે ફરી ઘડ્યા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત  

ડિસેમ્બરમાં બે વખત ભાવ વધારી ચુકી છે કંપનીઓ
જાણકારો પ્રમાણે કંપનીઓએ (Petroleum Companies) કિંમત વધારવાની નવી નીતિ પર અમલ પણ શરૂ કરી દીધો છે. પરંતુ તે વિશે હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ હેઠળ ડિસેમ્બરમાં અત્યાર સુધી બે વખત રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ ચુક્યો છે. પરંતુ જાહેરાત ન થવાને લીધે લોકોને તેનો ખ્યાલ આવી શક્યો નથી. 

હાલમાં 694 રૂપિયામાં વેચાઈ રહ્યો છે ઇન્ડેનનો ગેસ સિલિન્ડર
IOC ની સત્તાવાર સૂચના પ્રમાણે બે ડિસેમ્બરે રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો હતો. આ વાધારા બાદ દિલ્હીમાં રસોઈ ગેસની કિંમત 644 રૂપિયા થઈ ગઈ છે. ત્યારબાદ 15 ડિસેમ્બરે ફરી 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સિલિન્ડરના ભાવ 694 રૂપિયા થઈ ગયા હતા. તો પેટ્રોલિયમ કંપનીઓએ 1 ડિસેમ્બરે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 55 રૂપિયાનો વધારો કર્યો હતો.

બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube