Gold Price Today: સોનાના ભાવમાં 3400થી વધુનો ઘટાડો, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઘટી ગયા ભાવ

Gold Silver Price આ સપ્તાહે સોનાના ભાવમાં 3400 રૂપિયા કરતા વધુનો ઘટાડો થયો છે. ઉપલા સ્તર પર પહોંચ્યા બાદ સોનું સસ્તું થઈ ગયું. આગામી સપ્તાહે સોનાની ચાલ કેવી રહેશે તે જોવાનું રહેશે. 

Gold Price Today: સોનાના ભાવમાં 3400થી વધુનો ઘટાડો, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઘટી ગયા ભાવ

નવી દિલ્હીઃ Gold Price Today: યુએસમાં મજબૂત યુએસ ડોલર અને વ્યાજદરમાં વધારાની આશંકાને પગલે સોનાની કિંમતમાં એક સપ્તાહમાં 1.45 ટકાનો ઘટાડો થયો છે.  મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર એપ્રિલ 2023 માટે ગોલ્ડ ફ્યૂચર કોન્ટ્રાક્ટ ઓલ ટાઇમ હાઈ 58847 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી 3431 રૂપિયા ઘટીને 55416 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. 

Gold Silver Price Today 
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં સાપ્તાહિક 1.68 ટકાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહમાં સોનું 1,841 ડોલરથી ઘટીને 1,809 ડોલર પ્રતિ ઔંસ થયું છે. બીજી તરફ, યુએસ ડૉલરમાં સપ્તાહમાં તેની તેજી ચાલુ રહી હતી. તે 105ના સ્તરે ચઢ્યો હતો અને શુક્રવારે બજાર બંધ થવાના સમયે 105.19 પર હતો.

વૈશ્વિક પરિસ્થિતિઓની અસર
કોમોડિટી માર્કેટના જાણકારો અનુસાર સોનાની કિંમતનો પાછલો સપોર્ટ લગભગ 1820 ડોલરના સ્તર સુધી રાખવામાં આવ્યો હતો. હવે આંતરરાષ્ટ્રીય સ્પોટ માર્કેટમાં તેનું તત્કાલ સમર્થન 1785થી 1780 ડોલર સુધી છે. ડોલર ઈન્ડેક્સ એક મહત્વનું ફેક્ટર છે, પરંતુ સોનાની કિંમતો એટલા માટે ઘટી રહી છે કારણ કે અમેરિકી કેન્દ્રીય બેન્કની હાઈ લેન્ડિંગ કોસ્ટે બુલિયન રોકાણનો ખર્ચ વધારી દીધો છે. 

રશિયા-યુક્રેન યુદ્ધ, તુર્કિએનો ભૂકંપ અને તેના કારણે ઉભા થયેલા ભૂ-રાજનીતિક તણાવની સ્થિતિ રોકાણકારોની રડાર પર રહેશે અને સોનાની કિંમતો પ્રભાવિત થઈ શકે છે. 

સોનાની કિંમત પર યુએસ ડોલરની અસર
વૈશ્વિક સ્તરે સોનાની કિંમતો કેમ ઘટી રહી છે તે અંગે પૂછવામાં આવતા એનરિચ ઇન્વેસ્ટમેન્ટ્સના સંજય અસ્થાના કહે છે કે ગયા અઠવાડિયે કિંમતી ધાતુમાં ઘટાડો થયો હતો કારણ કે ફેડની મીટિંગની મિનિટોથી જાણવા મળે છે કે તેના મોટાભાગના સભ્યો વ્યાજદર વધારવાની તરફેણમાં છે. કારણ કે ફુગાવાને કાબુમાં કરવાનો કોઈ સંકેત મળી રહ્યો નથી. 

સંજય જણાવે છે કે સોનું એક એવું રોકાણ છે જેના પર તમને કોઈ વ્યાજ મળતું નથી. તેનો નફો કિંમતમાં વધારાથી મળતું વળતર છે. અમેરિકા જેવા દેશોમાં કોઈપણ આર્થિક ઉથલપાથલની અસર સોનાના આંતરરાષ્ટ્રીય દર પર પડે છે. યુએસમાં કોર ફુગાવો વધીને 0.6 ટકા થયો, જેના કારણે ડોલર ઇન્ડેક્સમાં વધારો થયો. રોકાણકારો ડોલર બચાવવાને પ્રાથમિકતા આપી રહ્યા છે.

કઈ તરફ જશે સોનાની કિંમતો
સંજય આસ્થાના કહે છે કે સોનાની કિંમતો એક સુધારાત્મક રેલી જોવા મળી રહી છે, પરંતુ આગળ ઘટાડો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતોએ 1820 ડોલર પ્રતિ ઔંસના મહત્વપૂર્ણ સમર્થનને તોડ્યું છે. 1785-1780 ડોલર પ્રતિ ઔંસ તેનો નવો સપોર્ટ હોઈ શકે છે. રૂપિયામાં વાત કરીએ તો આગામી સપ્તાહે સોનાનો સપોર્ટ 54500 પ્રતિ 10 ગ્રામના સ્તર સુધી અને પ્રતિકાર 56000 સુધી છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news