Gold Price Today: સસ્તું થયું સોનું, ચાંદીની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

Gold-Silver Price Today ગુરુવાર 24 ઓગસ્ટે સોની બજારમાં સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાની કિમતોમાં ઘટાડા બાદ એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે ગુરૂવારે દિલ્હીમાં સોનું 21 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી 58798 રૂપિયા પર આવી ગયું છે. સોનાની સાથે ચાંદીની કિંમત પણ ઘટી છે. 
 

Gold Price Today: સસ્તું થયું સોનું, ચાંદીની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

નવી દિલ્હીઃ કારોબારી સપ્તાહના ચોથા દિવસે એટલે કે ગુરૂવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આજે સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ઘટાડો થયો છે. આજે સોનું 21 રૂપિયા ઘટીને 58798 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. તો ચાંદીની કિંમત પણ ઘટી છે. આજે 1 કિલો ચાંદીની કિંમત 447 રૂપિયા ઘટી 73557 રૂપિયા થઈ ગઈ છે. 

સોનું થયું સસ્તું
સટોરિયાઓ દ્વારા પોતાના સોદા ઘટાડવાથી ગુરૂવારે વાયદા કારોબારમાં સોનાની કિંમત 21 રૂપિયા ઘટી 58798 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઓક્ટોબર ડિલિવરીવાળા સોનાના કરારની કિંમત 21 રૂપિયા કે 0.04 ટકાના ઘટાડા સાથે 58798 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ, જેમાં 12469 લોટનો કારોબાર થયો.

વિશ્લેષકોએ સોનાની કિંમતોમાં ઘટાડાનો શ્રેય સટોરિયાઓ દ્વારા પોતાના સોદામાં ઘટાડાને આપ્યો. વૈશ્વિક સ્તર ન્યૂયોર્કમાં સોનું 0.05 ટકા વધી 1949 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું. 

HDFC સિક્યોરિટીઝના કોમોડિટીઝના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું.
નબળા યુએસ મેક્રો ડેટાએ નીતિ નિર્માતાઓ નાણાકીય-કઠોર ચક્રના અંતને આરે છે તેવો આશાવાદ ફરી જાગૃત કર્યા પછી કોમેક્સ સોનું બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. નબળા યુએસ મેક્રો ડેટાને પગલે બુધવારે ટ્રેઝરી યીલ્ડમાં વધુ ઘટાડો થયો, જેણે સોનાના ભાવમાં તેજી ચાલુ રાખવામાં મદદ કરી."

શું છે ચાંદીનો ભાવ
સટોરિયાઓ દ્વારા પોતાનો દાવ ઘટાડવાથી ગુરૂવારે ચાંદી વાયદા કિંમત 447 રૂપિયા ઘટી 73,557 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સપ્ટેમ્બર ડિલિવરી માટે ચાંદી કરાર 447 રૂપિયા કે 0.6 ટકાના ઘટાડા સાથે 8266 લોટના કારોબારમાં 73557 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં ચાંદી 0.69 ટકાના ઘટાડા સાથે 24.54 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી. 

તમારા શહેરમાં શું છે સોનાનો ભાવ
ગુડ રિટર્ન વેબસાઇટ પ્રમાણે સોની બજારમાં સોનાની કિંમતો આ પ્રકારે છે.

દિલ્હીમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું 59600 રૂપિયા છે.
મુંબઈમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું 59450 રૂપિયા છે. 
કોલકત્તામાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું 59450 રૂપિયા છે. 
ચેન્નઈમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું 59820 રૂપિયા છે.
બેંગલુરૂમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું 59450 રૂપિયા છે. 
હૈદરાબાદમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું 59450 રૂપિયા છે.
ચંદીગઢમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું 59600 રૂપિયા છે.
જયપુરમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું 59600 રૂપિયા છે.
પટનામાં 24 24 કેરેટ, 10 ગ્રામ સોનું 59500 રૂપિયા છે.
લખનઉમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું 59600 રૂપિયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news