IRCTC Stake Sell: ઓછી કિંમતમાં IRCTC ના શેર ખરીદવાની તક, સરકાર ઓફર ફોર સેલ દ્વારા 5 ટકા શેર વેચશે

IRCTC Update: 2019 માં સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ બાદથી આઈઆરસીટીસીના શેરે રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. 

IRCTC Stake Sell: ઓછી કિંમતમાં IRCTC ના શેર ખરીદવાની તક, સરકાર ઓફર ફોર સેલ દ્વારા 5 ટકા શેર વેચશે

નવી દિલ્હીઃ IRCTC Share Price: ભારત સરકાર રેલવેની સબ્સિડિયરી આઈઆરસીટીસીની 5 ટકા ભાગીદારી વેચવા જઈ રહી છે. સ્ટોક એક્સચેન્જો પર ઓફર ફોર સેલ દ્વારા ગુરૂવાર અને શુક્રવારે શેર વેચવામાં આવશે. સરકારે આઈઆરસીટીસીના શેર વેચવા માટે 680 રૂપિયા પ્રતિ શેર ફ્લોર પ્રાઇઝ ફિક્સ કરી છે. 

7 ટકા ડિસ્કાઉન્ટ પર મળશે IRCTCના શેર!
બુધવારે આઈઆરસીટીસીના શેર 1.67 ટકાની તેજીની સાથે 734.90 રૂપિયા પર બંધ થયા છે. એટલે કે સરકાર રોકાણકારોને બુધવારની બંધ કિંમતથી 7 ટકા ડિસ્કાઉન્ટ પર આઈઆરસીટીસીના શેર વેચવા જઈ રહી છે. ઓફર ફોર સેલમાં 4 કરોડ શેર બોલી માટે ઉપલબ્ધ થશે. ગુરૂવાર 15 ડિસેમ્બરે બિન-રિટેલ રોકાણકારો ઓફર ફોર સેલમાં ભાગ લઈ શકશે. તો રિટેલ ઇનવેસ્ટરો શુક્રવારે શેર માટે બોલી લગાવી શકશે. ઓફર ફોર સેલમાં 25 ટકા ભાગ મ્યૂચુઅલ ફંડ અને બીમા કંપનીઓ માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. તો 10 ટકા કોટા રિટેલ ઈન્વેસ્ટરો માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે.

3 વર્ષમાં IRCTCના શેરમાં મળ્યું 1048% નું રિટર્ન
સપ્ટેમ્બર 2019માં આઈઆરસીટીસીનો આઈપીઓ આવ્યો હતો જેને રોકાણકારોનો શાનદાર પ્રતિભાવ મળ્યો હતો. કંપની 320 રૂપિયા પ્રતિ શેરની કિંમત પર આઈપીઓ લાવી હતી. 14 ઓક્ટોબર 2019ના સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થયું હતું અને ત્યારથી આઈઆરસીટીસીના શેર પોતાના રોકાણકારોને 1048 ટકા રિટર્ન આપી ચુક્યા છે. સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થનારી આઈઆરસીટીસી પહેલી ઈ-કોમર્સ કંપની છે. 

સરકાર સતત ઘટાડી રહી છે ભાગીદારી
IRCTC ભારતીય રેલવેની સબ્સિડિયરી કંપની છે, જેના પોર્ટલ પર જઈને રેલ સફર કરનાર યાત્રી રેલ ટિકિટનું બુકિંગ કરી શકે છે. આઈઆરસીટીસી ટ્રેનોમાં ભોજન પણ ઉપલબ્ધ કરાવે છે. સાથે આઈઆરસીટીસી ઘણી ટૂરિસ્ટ ટ્રેન પણ ચલાવે છે. જ્યારે 2019માં આઈપીઓ આવ્યો હતો ત્યારબાદ સરકારની ભાગીદારી ઘટીને 87.40 ટકા પર આવી ગઈ હતી. ત્યારબાદ ,સરકારે ફરીથી 20 ટકા ભાગીદારી વેચી ત્યારબાદ વર્તમાન સમયમાં ભારત સરકારની આઈઆરસીટીસીમાં 67.40 ટકા ભાગીદારી છે. આ ઓફર ફોર સેલ પૂરુ થયા બાદ સરકારની ભાગીદારી ઘટી 62.40 ટકા રહી જશે. સરકાર 2022-2023ના વિનિવેશના લક્ષ્યને પૂરુ કરવા માટે આઈઆરસીટીસીના શેર ઓફર ફોર સેલ દ્વારા વેચવા જઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news