મોંઘવારીના માર વચ્ચે રાહત આપતી મોટી ખબર, આજે ઘટી ગયા સિંગતેલ, કપાસિયા તેલના ભાવ
Groundnut Oil prices Decrease : રાજકોટમાં આજે ખૂલતા તેલ બજારે ખાદ્યતેલોના ભાવમાં ઘટાડાના સમાચાર આવ્યા છે... સપ્તાહમાં બીજીવાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે
Trending Photos
Food Oil prices Downn : દિવાળી બાદ સતત પડી રહેલા મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. આ મહિનામાં તમારું ખાદ્ય તેલનું બજેટ થોડું ઘટી શકે છે. કારણ કે, ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બરના અંતમાં તરત જ સીંગતેલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તો કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
નવા વર્ષના આગમન વચ્ચે આનંદના સમાચાર
રાજકોટમાં આજે ખૂલતા બજારે ખાદ્યતેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, સિંગતેલમાં ભાવમાં 10 રૂપિયા અને કપાસિયા તેલમાં 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. કપાસિયા તેલના ડબ્બાએ 2075 થી 2120 રૂપિયામાં સોદા થયા. તો સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2455 થી 2505 રૂપિયામાં સોદા થયા હતા.
ખાદ્યતેલમાં મંદી
ખાદ્યતેલોમાં મંદિના પગલે હજી બે દિવસ પહેલા જ કપાસીયા તેલમાં ૨૦ રૂા. અને સીંગતેલમાં ૧૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. સ્થાનીક બજારમાં ડિમાન્ડના અભાવે આજે કપાસીયા તેલમાં ૨૦ રૂપિયા ઘટ્યા હતા. કપાસીયા તેલ લૂઝના ભાવ ૧૨૪૫ રૂા. હતા તે ઘટીને બપોરે ૧૨૨૫ રૂા. અને કપાસીયા ટીનના ભાવ ૨૦૯૦ થી ર૧૪૦ રૂા. હતા તે ઘટીને ૨૦૭૫ થી ર૧૨૦ રૂા. થયા હતા. સીંગતેલમાં પણ ૧૦ રૂા. તૂટતા સીંગતેલ લૂઝ (૧૦ કિ.ગ્રા)ના ભાવ ૧૪૨૫ રૂા. હતા તે ઘટીને ૧૪૧૫ રૂા. અને સીંગતેલ ૨૫૧૫ રૂા. હતા તે ઘટીને ૨૪૫૫ થી ૨૫૦૫ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. આમ, એક સપ્તાહમાં બીજીવાર ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો થયો છે. જે જનતા માટે રાહતના સમાચાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે