HDFC Bank ને બેંકને મળ્યો ભારતની શ્રેષ્ઠ SME બેંકનો દરજ્જો, કોરોનાકાળમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન

. છેલ્લાં કેટલાક વર્ષોમાં એચડીએફસી બેંકે  (HDFC Bank) તેના માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SMME) બિઝનેસમાં પરિવર્તન કર્યું છે જેના લીધે આ તેને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

HDFC Bank ને બેંકને મળ્યો ભારતની શ્રેષ્ઠ SME બેંકનો દરજ્જો, કોરોનાકાળમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન

નવી દિલ્હી: એચડીએફસી બેંક (HDFC Bank) ને એશિયામની બેસ્ટ એવોર્ડ 2021 માં 'ભારતની સર્વશ્રેષ્ઠ એસએમઇ બેંક' (SME Bank) નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં એચડીએફસી બેંકે  (HDFC Bank) તેના માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SMME) બિઝનેસમાં પરિવર્તન કર્યું છે જેના લીધે આ તેને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. હોંગકોંગ સ્થિત આ બિઝનેસ મેગેજીનના વાર્ષિક બેસ્ટ બેંકના સર્વેનો ઉદ્દેશ્ય તે જાણવાનો છે કે ગત 12 મહિનામાં દરેક બેકિંગ ક્ષેત્રમાં હાલ કઇ બેંકોએ મુખ્ય ગતિવિધિઓની કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.

એશિયામ (Asiamoney) ની દ્રારા બેંકિંગ અને કેપિટલ માર્કેટ્સમાં હાથ ધરવામાં આવેલ સંશોધનની સાથે માર્કેટમાં ભાગ લેનારાઓ તરફથી વિગતવાર સબમિશનો પ્રાપ્ત થયાં બાદ વરિષ્ઠ પત્રકારોની ટીમ દ્વારા એશિયામની એવોર્ડ અંગેના નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. અગ્રણી બેંકરોને મળવા તથા ક્લાયેન્ટો અને સ્પર્ધકોના પ્રતિભાવો મેળવવા અમારા સંપાદકોએ પ્રત્યેક દેશ અથવા ક્ષેત્રની મુલાકાત લીધી હતી.

31 ડિસેમ્બર, 2020 સુધીમાં તેણે એમએસએમઈને આપેલા ધિરાણો રૂ. 2.02 કરોડ (28 બિલિયન યુએસ ડૉલર) હતાં, જે એક વર્ષ પહેલાં બેંકે આપેલા ધિરાણની સરખામણીએ 38%નો વધારો સૂચવે છે અને છેલ્લાં છ વર્ષમાં 23%ના વાર્ષિક ચક્રવૃદ્ધિ વૃદ્ધિદરને દર્શાવે છે. 

કોવિડ-19નો પ્રભાવ છતાં સંપત્તિની ગુણવત્તા મજબૂત
એચડીએફસી ((HDFC Bank) બેંકના મતે આ બાબતે તેમને ભારત (India) ની બીજી સૌથી મોટી એમએસએમઈ લેન્ડિંગ બેંક બનાવી છે. બેંકના મેનેજમેન્ટનું પણ માનવું છે કે, તેમની એમએસએમઈ લેન્ડિંગ બૂક ટૂંક સમયમાં જ બેંકની કોર્પોરેટ બૂકથી પણ મોટી થઈ જશે.’ આ સામયિકમાં આગળ લખવામાં આવ્યું છે કે, ‘તેના હોલસેલ બેંકિંગ વિભાગમાં એમએસએમઈ બિઝનેસ ગત વર્ષે આવકમાં યોગદાન આપનાર બીજો સૌથી મોટો બિઝનેસ બની ગયો હતો. 

કોર્પોરેટ બેંકિંગ અને બિઝનેસ બેંકિંગના ગ્રૂપ હેડ રાહુલ શુક્લા હેઠળ એસએમઈ ક્લાયેન્ટ્સને આપવામાં આવતાં પ્રોત્સાહનને કારણે ગુણવત્તાનો ભોગ લેવામાં આવ્યો નથી. વ્યાવસાયો પર કોવિડ-19નો ગંભીર પ્રભાવ પડ્યો હોવા છતાં તેની એસેટની ગુણવત્તા મજબૂત જળવાઈ રહી છે. બેંકનો એમએસએમઈ-સંબંધિત નોન-પર્ફોમિંગ એસેટ (એનપીએ) રેશિયો માર્ચ 2019માં 1.16% અને માર્ચ 2020માં 1.33% હતો, જે ડિસેમ્બર 2020માં ઘટીને 0.7% થઈ ગયો હતો.’

આર્થિક વિકાસનું એન્જિન છે SME
‘એચડીએફસી બેંકના હોલસેલ બેંકિંગના ગ્રૂપ હેડ રાહુલ શુક્લાએ જણાવ્યું હતું કે, એસએમઈ બિઝનેસમાં અમારી કામગીરીને માન્યતા પ્રાપ્ત થઈ રહી છે. આ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રમાં યોગદાન આપવા માટે અમે સક્ષમ છીએ. એસએમઈ એ આર્થિક વિકાસનું એન્જિન છે અને તેની સાથે સહભાગીદારી કરવાથી તે રાષ્ટ્રની એકંદર સમૃદ્ધિમાં યોગદાન આપવામાં મદદરૂપ થાય છે. અમારા ઉત્પાદનોના સક્ષમ સમુહ અને તેને ખૂબ જ સરળતાથી ઉપયોગમાં લેવાની વિશેષતાને કારણે અમારું માનવું છે કે, અમે તેમના પસંદગીના સહભાગીદાર બનવા માટે ખૂબ જ સારી સ્થિતિમાં છીએ.’

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news