Honda Activa 125 ખરીદવાની સોનેરી તક, મળી રહ્યું છે મસમોટું કેશબેક
Honda Motorcycle and Scooter India એ Activa 125 સ્કૂટર પર ખાસ કેશબેક ઓફર આપી છે. હોન્ડા દ્વારા જાહેર કરવામાં આવેલી ઓફરમાં ગ્રાહકોને આ સ્કૂટરની ખરીદી પર 5,000 રૂપિયા સુધીનું કેશબેક મળશે. તમને જણાવી દઈએ કે ગ્રાહકોને પસંદગીના ડેબિટ કાર્ડ દ્વારા EMI પર સ્કૂટર ખરીદવા પર આ ઑફરનો લાભ મળશે.
Trending Photos
નવી દિલ્હી: Honda Motorcycle and Scooter India એ Activa 125 સ્કૂટર પર ખાસ કેશબેક ઓફર આપી છે. હોન્ડા દ્વારા જાહેર કરવામાં આવેલી ઓફરમાં ગ્રાહકોને આ સ્કૂટરની ખરીદી પર 5,000 રૂપિયા સુધીનું કેશબેક મળશે. તમને જણાવી દઈએ કે ગ્રાહકોને પસંદગીના ડેબિટ કાર્ડ દ્વારા EMI પર સ્કૂટર ખરીદવા પર આ ઑફરનો લાભ મળશે. કંપની ઓછામાં ઓછા રૂ. 30,000ના વ્યવહારો પર 5 ટકા કેશબેક એટલે કે રૂ. 5,000 સુધી આપશે.
આ ઓફર 31મી માર્ચ 2022 સુધી
આ સિવાય Honda Motorcycle & Scooter India ગ્રાહકોના મનપસંદ Activa 125 સ્કૂટરને 3,999 રૂપિયાના પ્રારંભિક ડાઉન પેમેન્ટ સાથે ઓફર કરી રહી છે. સાથે જ તમને જણાવી દઈએ કે કંપનીએ આ ઓફર ફક્ત 31 માર્ચ 2022 સુધી ગ્રાહકોને આપી છે. આ ઑફર્સ ડીલરશીપ અને શહેરના આધારે બદલાઈ શકે છે, તેથી અમે ગ્રાહકોને શ્રેષ્ઠ ડીલ માટે તેમની નજીકની ડીલરશીપનો સંપર્ક કરવાની ભલામણ કરીએ છીએ. Activa 1255 ઉપરાંત Hondaએ Activa 6G પર પણ આ ઓફર ઉપલબ્ધ કરાવી છે.
કંપનીનું સૌથી બેસ્ટ સેલિંગ સ્કૂટર
હોન્ડા એક્ટિવા 125ને ભારતીય ગ્રાહકોમાં કેટલી પસંદ છે તે કહેવાની જરૂર નથી. આ સ્કૂટર લાંબા સમયથી કંપનીનું સૌથી વધુ વેચાતું સ્કૂટર રહ્યું છે. હોન્ડા ટુ-વ્હીલર્સે પણ ગયા મહિને ભારતમાં આ સ્કૂટરના 1,43,234 યુનિટ વેચ્યા છે. Honda Activa સાથે 124 cc સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે જે 6500 rpm પર 8.18 bhp પાવર અને 5000 rpm પર 10.3 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. ભારતીય બજારમાં, તે Suzuki Access 125 અને TVS Jupiter 125 સાથે સ્પર્ધા કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે