આ બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, બીજીવાર બદલ્યા ક્રેડિટ કાર્ડના નિયમો, હવે ચૂકવવો પડશે ચાર્જ
Credit Card New Rules: તહેવારની સીઝન શરૂ થઈ છે ત્યારે ICICI બેંકે પોતાના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે અલગ અલગ કાર્ડના નિયમોમાં બદલાવ કરીને ક્રેડિટ કાર્ડથી યુટિલિટી બિલનું પેમેન્ટ કરવાના ચાર્જમાં વધારો કર્યો છે
Trending Photos
ICICI Credit Card New Rules: જો તમે પણ ICICI બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ ખબર તમારા માટે છે. બેંકે અલગ અલગ કાર્ડના નિયમોમાં બદલાવ કરીને ક્રેડિટ કાર્ડથી યુટિલિટી બિલનું પેમેન્ટ કરવાના ચાર્જમાં તોતિંગ વધારો કર્યો છે.
નવા નિયમ અનુસાર, જો તમે ICICI બેંકના કેટલાક ક્રેડિટ કાર્ડથી યુટિલિટી બિલનું પેમેન્ટ કરો છો અને એક સ્ટેટમેન્ટ સાયકલમાં બિલ 50 હજાર રૂપિયાથી વધુ આવે છે, તો તમને બિલ પેમેન્ટ પર 1 ટકાનો એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે. નવા નિયમ 15 નવેમ્બર 2024 થી લાગુ પડી જશે.
બેંકે અન્ય નિયમો પણ બદલ્યા
આ વર્ષે બીજીવાર છે કે, જ્યારે ICICI બેંકે પોતાના ક્રેડિટ કાર્ડના નિયમોમાં બદલાવ કર્યો છે. નવા નિયમોમાં એરપોર્ટના લાઉન્જમાં એક્સેસ કરવા માટે ખર્ચની આવશ્યકતાને બે ગણી વધારી દેવાઈ છે. આ ઉપરાંત યુટિલિટી બિલ પેમેન્ટ પર મળનારા રિવોર્ટ પર લિમિટ અને સપ્લીમેન્ટરી કાર્ડ હોલ્ડર્સ માટે એડ ઓન ચાર્જ લેવામાં આવશે.
કેટલાક અન્ય નિયમોમાં કોઈ યુઝર થર્ડ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એજ્યુકેશનલ ટ્રાન્ઝેક્શન કરે છે તો તેના માટે પણ ચાર્જ ચૂકવવો પડશે.
યુટિલિટી અને ઈન્શ્યોરન્સ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડની લિમિટ
હાલ કાર્ડહોલ્ડરને યુટિલિટી અને ઈન્શ્યોરન્સ પેમેન્ટ પર રિવોર્ડ પોઈન્ટ મળે છે. પરંતુ હવે તેના પર પણ કાપ મૂકવામાં આવ્યો છે. પ્રીમિયમ ક્રેડિટ કાર્ડધારક (ICICI બેંક રુબિક્સ વિઝા, સૈફિરો વિઝા, એમરાલ્ડ વિઝા અને અન્ય) યુટિલિટી અને ઈન્સ્યોરન્સ પર 80,000 રૂપિયા સુધીના માસિક ખર્ચ પર રિવોર્ડ આપવામાં આવશે. અન્ય તમામ કાર્ડની મર્યાદા 40,000 રૂપિયા માસિક ખર્ચ કરી દેવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે