RSS Dusshera rally: 'હિન્દુઓ એક થઈ જાઓ...' દશેરા પર RSS પ્રમુખ મોહન ભાગવતના ભાષણની મહત્વની વાતો

મહારાષ્ટ્રના નાગપુર સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય ખાતે વિજયાદશમીનો કાર્યક્રમ ખુબ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. આ અવસરે સ્વયંસેવકોએ પથ સંચાલન કર્યું. સંઘ પ્રમુખ મોહન ભાગવતે પોતે શસ્ત્ર પૂજા કરી. વિજયાદશમીના અસરે તેમણે સ્વયંસેવકોને સંબોધન પણ કર્યું.

RSS Dusshera rally: 'હિન્દુઓ એક થઈ જાઓ...' દશેરા પર RSS પ્રમુખ મોહન ભાગવતના ભાષણની મહત્વની વાતો

મહારાષ્ટ્રના નાગપુર સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય ખાતે વિજયાદશમીનો કાર્યક્રમ ખુબ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. આ અવસરે સ્વયંસેવકોએ પથ સંચાલન કર્યું. સંઘ પ્રમુખ મોહન ભાગવતે પોતે શસ્ત્ર પૂજા કરી. વિજયાદશમીના અસરે તેમણે સ્વયંસેવકોને સંબોધન પણ કર્યું. તેમણે પોતાના સંબોધનમાં દુનિયાભરના હિન્દુઓને એકજૂથ થવાની અપીલ કરી છે. તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓની હાલત અને ભારત વિરુદ્ધ ફેલાવવામાં આવેલી રહેલું નરેટિવ સમજાવતા કહ્યું કે, આજના જમાનમાં દુર્બળ અને અસંગઠિત રહેવું એ અપરાધ છે, આથી પોતાને બચાવવા માટે સંગઠિત રહેવું જરૂરી છે. 

નાગપુરના રેશિમબાગ મેદાનમાં સવારે 7.40 વાગે કાર્યક્રમની શરૂઆત થઈ. વાર્ષિક સંબોધન દરમિાયન સંઘ પ્રમુખ મોહન ભાગવતે અનેક મુદ્દાઓ પર પોતાનો મત રજૂ કર્યો. વિજયા દશમીના અવસરે દેશના કરોડો સ્વયંસેવકોએ શસ્ત્ર પૂજા કરી. 

— ANI (@ANI) October 12, 2024

ભાષણની મહત્વની વાતો...

1. બાંગ્લાદેશ સાથે કોઈ વેર નથી. બાંગ્લાદેશને કોણ ભડકાવે છે તે બધા જાણે છે. 

2. બાંગ્લાદેશી હિન્દુઓની હાલત ખરાબ છે. જ્યાં જ્યાં હિન્દુ ત્યાં વિભાજન થયું.

3. હિન્દુઓએ સંગઠિત રહેવું પડશે. સંસ્કારનું નિર્માણ પણ જરૂરી છે. 

4. સમાજની સમસ્યાઓ સુધારવી જરૂરી છે. 

5. મનીષિયોએ કોઈની સાથે ભેદભાવ કર્યો નથી. (જાતિના આધાર પર જૂદા ન થાઓ...એકજૂથ રહો)

6. વસુધૈવ કુટુંબકમને દુનિયા સ્વીકારી રહી છે. 

7. અનેક શક્તિઓ ભારત વિરોધી આવામાં દુર્બળ અને અસંગઠિત રહેવું એ ગુનો. 

પૂર્વ ઈસરો ચીફ મુખ્ય અતિથિ
આ સમારોહમાં ઈસરોના પૂર્વ પ્રમુખ રાધાકૃષ્ણનન મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા. 1925માં આરએસએસની સ્થાપના ડોક્ટર કેશવ બલિરામ હેડગેવારે દશેરાના દિવસે કરી હતી. દર વર્ષે સંઘના સ્વયંસેવકો વિજયાદશમીનો આ ઉત્સવ આ જ રીતે ખુબ ધૂમધામ અને હર્ષોઉલ્લાસથી ઉજવે છે. આ સંઘનો સૌથી મહત્વનો કાર્યક્રમ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news