LIC ની આ પોલિસીમાં મહિને 7960 રૂપિયાનું રોકાણ કર્યું તો મેચ્યોરિટી પર મળશે 54 લાખ

આ પોલિસી તે લોકો માટે સારી છે જે લાંબા સમયમાં મોટું ફંડ તૈયાર કરવા ઈચ્છે છે. નાની ઉંમરમાં આ પોલિસીમાં રોકાણ કરી નિવૃત્ત થવા પર મોટું ફંડ તૈયાર કરી શકાય છે. તેથી આ પોલિસી નાણાકીય ગોલ પૂરો કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. 
 

LIC ની આ પોલિસીમાં મહિને 7960 રૂપિયાનું રોકાણ કર્યું તો મેચ્યોરિટી પર મળશે 54 લાખ

નવી દિલ્હીઃ લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) ના પોર્ટફોલિયોમાં દરેક ઉંમરના કસ્ટમર્સ માટે સ્કીમ અને પોલિસી સામેલ છે. LIC Jeevan Labh Plan તેમાંથી એક છે. આ પ્લાન વીમાની સાથે સેવિંગ્સની પણ તક આપે છે. આ પ્લાનમાં દર મહિને માત્ર 7960 રૂપિયાના રોકાણથી તમે 54 લાખ રૂપિયા હાસિલ કરી શકે છે. પોલિસીહોલ્ડરના મોત થવા પર આ પ્લાન પરિવારને આર્થિક મદદ આપે છે. આ સાથે પોલિસીની મેચ્યોરિટી સુધી પોલિસીહોલ્ડરને જીવિત રહેવા પર એક સાથે રકમ મળે છે. આ સ્કીમ ઇનવેસ્ટર્સને પોલિસીના સમય અને અમાઉન્ટ સિલેક્ટ કરવાની પણ સુવિધા આપી છે. 

આ પોલિસીને 18થી 59 વર્ષની કોઈપણ વ્યક્તિ ખરીદી શકે છે. આ પોલિસી કઈ રીતે કામ કરે છે તે આપણે એક ઉદાહરણની મદદથી સમજીએ છીએ. માની લો કે 25 વર્ષની કોઈ વ્યક્તિ LIC Jeevan Labh Plan માં 25 લાખ રૂપિયાનો પીરિયડ સિલેક્ટ કરે છે. આ પ્લાનમાં ઈન્વેસ્ટરે 16 વર્ષ સુધી પ્રીમિયમ ચુકવવું પડશે. આ પોલિસી 25 વર્ષમાં મેચ્યોર થશે. તેને 54 લાખ રૂપિયાનું મેચ્યોરિટી અમાઉન્ટ મળશે. 

આ ઉદાહરણમાં ઇન્વેસ્ટરે દર મહિને 7960 રૂપિયાનું પ્રીમિયમ ચુકવવું પડશે. તેના પર જીએસટી પણ લાગશે. રોકાણકાર 25 વર્ષમાં આશરે 14 લાખ 67 હજાર 118 રૂપિયા પ્રીમિયમના રૂપમાં ચુકવશે. મેચ્યોરિટી પર 54 લાખ રૂપિયા એક સાથે તથા 9 લાખ રૂપિયાનું ફાઇનલ એડિશનલ બોનસ પણ મળશે. એલઆઈસ ી જીવન લાભ પોલિસી હેઠળ ઈન્વેસ્ટરની પાસે પ્રીમિયમ ચુકવવાની અવધી પસંદ કરવાનો પણ વિકલ્પ છે. તે માટે 10, 15 વર્ષ અને 16 વર્ષનો વિકલ્પ ઉપલબ્ધ છે. 

જો પોલિસીના સમયગાળા દરમિયાન કોઈ પોલિસી હોલ્ડરનું નિધન થઈ જાય તો તેના નોમિનીને પોલિસીના દરેક બેનિફિટ્સ મળશે. તેમાં સમ અશ્યોર્ડ અને બોનસ પણ સામેલ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news