ભારતીય અર્થવ્યવસ્થા માટે આવ્યા સમાચાર, આગામી નાણાકીય વર્ષ 9.5 ટકા દરથી વધારાની આશા
ચાલૂ નાણાકીય વર્ષમાં ગાઢ સંકોચન બાદ દેશની અર્થવ્યવસ્થાને આગામી નાણાકીય વર્ષમાં 9.5 ટકાના દરથી વધારાનું અનુમાન છે. રેટિંગ એજન્સી ફીંચ રેટિંગ્સ (Fitch Ratings)એ બુધવારે એક રિપોર્ટ જાહેર કરી આ વાત કહી.
Trending Photos
નવી દિલ્હી: ચાલૂ નાણાકીય વર્ષમાં ગાઢ સંકોચન બાદ દેશની અર્થવ્યવસ્થાને આગામી નાણાકીય વર્ષમાં 9.5 ટકાના દરથી વધારાનું અનુમાન છે. રેટિંગ એજન્સી ફીંચ રેટિંગ્સ (Fitch Ratings)એ બુધવારે એક રિપોર્ટ જાહેર કરી આ વાત કહી.
ફીંચ રેટિંગ્સએ ચાલૂ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાના પાંચ ટકા સંકોચવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. કોરોના વાયરસ (Coronavirus) સંકટ ગાઢ બનતા પહેલાં અર્થવ્યવસ્થામાં નરમાઇનું વલણ બનેલું હતું.
ફીંચે બુધવારે પોતાના એશિયા-પ્રશાંત ક્રેડિટ રેટિંગ દ્વશ્ય જાહેર કર્યું. તેમાં કહેવામાં આવ્યું છે 'કોવિડ-19 મહામારીએ દેશના વૃદ્ધિ પરિદ્વશ્યને નબળું કર્યું છે. તેના અન્ય મુખ્ય કારણ સરકરા પર ભારે લોનના લીધે ઘણા પડકારો પણ પેદા થયા છે.
ફીંચે કહ્યું કે આ વૈશ્વિક મહામારી સંકટ બાદ દેશની જીડીપી વૃદ્ધિ દરને પરત પાટા પર પરત ફરવાની આશા છે. આ ફરીથી ઉચ્ચ સ્તર પર પહોંચી શકે છે. તેના આગામી વર્ષે 9.5 ટકા કર દરથી વૃદ્ધિ કરવાની આશા ચે. આ બીબીબી શ્રેણીથી વધુ હશે.
દેશમાં કોરોના વાયરસને રોકવા માટે 25 માર્ચથી લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું. તેને ઘણીવાર વધારીને 30 જૂન સુધી વધારી દેવામાં આવ્યું છે. જોકે ચાર મહિનાથી લોકડાઉનના નિયમોમાં ઘણી રાહતો આપવામાં આવી છે. પરંતુ દેશમાં હાલ કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે