Indian Railways: દિવાળી ટાણે રેલ યાત્રીઓ માટે સૌથી મોટા ખુશખબર! હવે થશે તમને ફાયદો

ભારતીય રેલવે (Indian Railways) એ દીવાળી અને છઠ્ઠ પુજા-2021માં થનાર ભીડને જોતા આગામી સમયમાં ઘણા રૂટો પર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. થોડા દિવસો પહેલા ભારતીય રેલવેના ઉત્તર મધ્યમ રેલવે (NCR) એ અમુક ટ્રેનોની એક યાદી જાહેર કરી હતી.

Indian Railways: દિવાળી ટાણે રેલ યાત્રીઓ માટે સૌથી મોટા ખુશખબર! હવે થશે તમને ફાયદો

Indian Railway Festive Special Trains list: આગામી સમયમાં તહેવારોની સીઝન ચાલુ થનાર છે, ત્યારે ટ્રેનથી પોતાના ઘરે જનાર લોકો માટે સૌથી મોટા ખુશખબર મળી રહ્યા છે. ભારતીય રેલવે (Indian Railways) એ દીવાળી અને છઠ્ઠ પુજા-2021માં થનાર ભીડને જોતા આગામી સમયમાં ઘણા રૂટો પર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ભારતીય રેલવેના ઉત્તર મધ્યમ રેલવે (NCR) એ અમુક ટ્રેનોની એક યાદી  જાહેર કરી હતી. હવે પશ્ચિમ રેલવે (Western Railway)એ પણ આગામી તહેવારોને જોતા અમુક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે.

પશ્ચિમ રેલવેએ આપી જાણકારી
પશ્ચિમ રેલવે  (Western Railway)એ તેના સત્તાવાર ટ્વિટર પર આ માહિતી આપી છે. રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, બાંદ્રા ટર્મિનસ- સુબેદારગંજ, બાંદ્રા ટર્મિનસ-મઉ સ્પેશિયલ ટ્રેન, સુરત-કરમાલી ટ્રેન, સુરત-સુબેદારગંજ ટ્રેન અને અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. આ વિશેષ ટ્રેનો શરૂ થતાં રેલવે મુસાફરોને સુવિધા મળે તેવી અપેક્ષા છે.

આ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી
1. ટ્રેન નંબર 09191 બાંદ્રા ટર્મિનસ - સુબેદારગંજ દર બુધવારે 19.25 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે 22.20 કલાકે સુબેદારગંજ પહોંચશે. આ ટ્રેન 27 ઓક્ટોબરથી 24 નવેમ્બર 2021 સુધી ચાલશે.
2. ટ્રેન નંબર 09193 બાન્દ્રા ટર્મિનસ - મઉ સ્પેશિયલ દર મંગળવારે 10.25 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને ત્રીજા દિવસે 9.00 કલાકે મઉ પહોંચશે. આ ટ્રેન 26 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધી ચાલશે.
3. ટ્રેન નંબર 09187- સુરતથી મંગળવારે સાંજે 7.50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 1.10 વાગ્યે કરમાલી પહોંચશે. આ ટ્રેન સુરતથી દર મંગળવારે સાંજે 7.50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 11 વાગ્યે કરમાલી પહોંચશે.
4. ટ્રેન નંબર 09117 સુરત - સુબેદારગંજ સ્પેશિયલ દર શુક્રવારે સવારે 6 વાગ્યે સુરતથી ઉપડશે અને બીજા દિવસે સવારે 7.50 વાગ્યે સુબેદારગંજ પહોંચશે. આ ટ્રેન 22 ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી ચાલશે.
5. ટ્રેન નંબર 01906 અમદાવાદ - કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ અમદાવાદથી દર મંગળવારે 3.05 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.55 કલાકે કાનપુર સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 26 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી ચાલશે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news