માથાભારે પ્રેમીએ જાહેરમાં Ex ગર્લફ્રેન્ડ પર ચાકૂથી હુમલો કરી મોત નિપજાવ્યું, Video જોઈને રૂવાડાં ઊભા થઈ જશે

દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી  (Delhi) થી એક ખૌફનાક મામલો સામે આવ્યો છે. એક યુવકે યુવતી પર ચાકૂથી હુમલો કર્યો જેના કારણે યુવતી ખુબ જ ગંભીર રીતે ઘાયલ થઈ અને બાદમાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું.

Updated By: Oct 20, 2021, 12:28 PM IST
માથાભારે પ્રેમીએ જાહેરમાં Ex ગર્લફ્રેન્ડ પર ચાકૂથી હુમલો કરી મોત નિપજાવ્યું, Video જોઈને રૂવાડાં ઊભા થઈ જશે

નવી દિલ્હી: દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી  (Delhi) થી એક ખૌફનાક મામલો સામે આવ્યો છે. એક યુવકે યુવતી પર ચાકૂથી હુમલો કર્યો જેના કારણે યુવતી ખુબ જ ગંભીર રીતે ઘાયલ થઈ અને બાદમાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું. વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. 

વ્યક્તિએ એક્સ ગર્લફ્રેન્ડ પર કર્યો હુમલો
અત્રે જણાવવાનું કે આ ઘટના દિલ્હીના બિંદાપુરમાં 19 ઓક્ટોબરની રાતે ઘટી. યુવતી પર ચાકૂથી હુમલાની ઘટના સીસીટીવી (CCTV) માં કેદ થઈ ગઈ. આરોપીની ઓળખ અંકિત તરીકે થઈ છે. પીડિત યુવતી આરોપીની એક્સ ગર્લફ્રેન્ડ હતી. 

યુવતી પર ચાકૂથી સતત વાર
હચમચાવી નાખતી આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં 3 છોકરા જોવા મળી રહ્યા છે. અચાનક ભાગદોડ મચે છે અને એક છોકરો ચાકૂથી યુવતી પર સતત વાર કરતો જોવા મળે છે. ત્યારબાદ છોકરી જમીન પર પડી જાય છે. છોકરો તો પણ છોકરીના વાળ હાથમાં પકડીને હુમલો કરતો રહે છે. 

પીડિતાને બચાવતા જોવા મળ્યા બે યુવક
સીસીટીવીમાં જોવા મળે છે કે બે છોકરા હુમલો કરી રહેલા છોકરાને કાબૂમાં કરતા જોવા મળી રહ્યા છે અને હુમલો કરતા રોકે છે. જ્યારે હુમલાખોર યુવક સતત ચાકૂ મારી રહ્યો છે. 

PM મોદીએ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું ઉદ્ધાટન, ચૂંટણી પહેલા યુપીને મળી મોટી ભેટ

એક અન્ય યુવક ચૂપચાપ ઊભો રહીને આ સમગ્ર વારદાત જોયા કરે છે. બાદમાં ઘાયલ યુવતી રડતી રડતી આ યુવક પાસે આવે છે. સારવાર દરમિયાન યુવતીનું મોત થઈ જાય છે. પોલીસના જણાવ્યાં મુજબ અંકિત નામના યુવકે યુવતી પર હુમલો કર્યો જે તેનો પૂર્વ પ્રેમી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube