અહિં બની રહ્યો છે દેશનો પહેલો હાઇસ્પિડ ટ્રેન ટ્રાયલ ટ્રેક, આ 5 મોટા દેશમાં ભારત પણ થશે સામેલ
અત્યારે આ સુવિધા માત્ર એમેરિકા, ચીન, જર્મન અને ઓસ્ટ્રેલિયામાં જ ઉપલબ્ધ છે. હવે ભારત આ પ્રકારની ટ્રેન બનાવનારો પાંચમો દેશ હશે.
Trending Photos
નવી દિલ્હી: દેશની સૌથી આઘુનિક રેલગાડી ટી-18 ટેકનીકલ ટ્રાયલ માટે મુરાદાબાદ પહોંચી ગઇ છે. લગભગ એક સપ્તાહ સુધી મુરાદાબાદથી બરેલીની વચ્ચે તેનું ટ્રાયલ થયું હતું. આ ટ્રાયલને લઇને ટ્રેનમાં મોટા ભાગના મશીનો લગાવામાં આવી રહ્યા છે. ટ્રાયલ સાત દિવસ સુધી ચાલશે. ભારતીય રેલવે હવે આ રીતે ટ્રાયલ કરવા માટે અલગથી નવી ટેકનિકથી ટ્રેક બનાવાની યોજના પર કામ કરી રહ્યો છે. દેશની પહેલી હાઇસ્પિડ ટ્રેનનો ટ્રાયલ ટ્રેક જયપુર-ફુલેરાની વચ્ચે બનાવામાં આવશે. જેનો ખર્ચ આશરે 400 કરોડ આવે તેવી સંભાવનાઓ છે.
40 કિમી લાંબો હશે ટ્રેક
આ ટ્રેક આશરે 40 કિમી લાંબો બનાવામાં આવશે. પ્રથમ ચરણ માટે 25 કિમી લાબો ટ્રેક તૈયાર કરવામાં આવશે. જેમાં લગભગ 20 કિમી સીઘો ટ્રેક અને 5 કિમી ધુમાવદાર ટ્રેક હશે. જેમાં સામાન્ય ટ્રેકની જેવી તમામ વિશેષતાઓ રાખાવમાં આવશે. જેવી કે પુલ, ધને ગોળ ધુમાવદાર રસ્તાઓ, થોડી જગ્યાઓ પર ગતિ નિયંત્રણ સીમાઓ પણ હશે. ભારતીય રેલવેની રિસર્ચ યુનિટ આરડીએસઓએ અલગ ટ્રેક બનાવા માટે બે માસમાં વિશ્વભરમાંથી ટેન્ડર આમંત્રિત કરવામાં આવ્યા હતા.
અત્યાર સુધીમાં ચાર દેશોમાં જ છે આવા ટ્રેક
અત્યારે આ સુવિધા માત્ર અમેરિકા, ચીન, જર્મની અને ઓસ્ટ્રેલીયામાં જ ઉપલબ્ધ છે. રેલવે જયપુરની પાસે આવેલા કસ્બા ફુલેરા સુધી વિશેષ ટ્રેક બનાવામાં આવશે. આ ટ્રેક તમામ મૌસમાં ચાલુ રાખવામાં આવશે. આ ટ્રેકને બનાવા જવા માટે એ પણ કારણ છે,કે ગતિમાન જેવી હાઇસ્પિડ ટ્રેન સમાન્ય ટ્રેક પર પૌતાની ગતિથી ચાલી શકતી નથી. એવા જ કંઇક મામલાઓમાં સ્પેનમાં બનેલી હાઇસ્પિડ ટ્રેન ટૈલ્ગોની સાથે જોવા મળી હતી. બરેલી અને મુરાદાબાદ અને મથુરા અને પલવલની વચ્ચે પરીક્ષણ બાદ પણ આ ટ્રેન તેની વાસ્તવિક સ્પીડથી દોડી શકશે નહિ. આ માટે જ ભઆરતીય રેલવે સેમીહાઇસ્પિડ ટ્રેક બનાવામાં આવશે જેની એવરેજ સ્પિડ 160-200 કિમી પ્રતિ કલાક હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે