મોટા સમાચાર! આ દિવસથી શરૂ થશે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ, DGCA જાહેર કર્યો નવો આદેશ
DGCA order on international flights: વિદેશયાત્રા કરનારાઓ માટે મહત્વના સમાચાર છે. શેડ્યૂલ ઇન્ટરનેશનલ પેસેન્જર્સ ફ્લાઇટ્સનું સસ્પેન્શન સમાપ્ત થવા જઇ રહ્યું છે. એવિએશન રેગ્યુલેટરી ડીજીસીએએ જણાવ્યું હતું કે ભારત અને અહીંથી શેડ્યૂલ ઇન્ટરનેશનલ કોમર્શિયલ પેસેન્જર્સ સેવાઓ 27 માર્ચથી ફરી શરૂ થશે.
Trending Photos
નવી દિલ્હી: DGCA order on international flights: વિદેશયાત્રા કરનારાઓ માટે મહત્વના સમાચાર છે. શેડ્યૂલ ઇન્ટરનેશનલ પેસેન્જર્સ ફ્લાઇટ્સનું સસ્પેન્શન સમાપ્ત થવા જઇ રહ્યું છે. એવિએશન રેગ્યુલેટરી ડીજીસીએએ જણાવ્યું હતું કે ભારત અને અહીંથી શેડ્યૂલ ઇન્ટરનેશનલ કોમર્શિયલ પેસેન્જર્સ સેવાઓ 27 માર્ચથી ફરી શરૂ થશે. આ માટે આદેશ જારી કરવામાં આવ્યો છે. અગાઉ 19 જાન્યુઆરીએ આ ફ્લાઈટ્સનું સસ્પેન્શન 28 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના કારણે શેડ્યૂલ આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સ ફ્લાઇટ્સને 23 માર્ચ 2020 થી જ સસ્પેંડ કરી દેવામાં આવી હતી.પરંતુ પછી જુલાઇ 2020 થી ભારત અને લગભગ 45 દેશોની વચ્ચે એર બબલ વ્યવસ્થા હેઠળ સ્પેશિયલ પેસેન્જર્સ ફ્લાઇટ્સ ઓપરેટ થઇ રહી છે.
After deliberation with stakeholders &keeping in view the decline in the #COVID19 caseload,we have decided to resume international travel from Mar 27 onwards.Air Bubble arrangements will also stand revoked thereafter.With this step,I’m confident the sector will reach new heights!
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) March 8, 2022
ડીજીસીએ કરી હતી રદ
આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજીસીએને તેમના નિર્ણયની સમીક્ષા કરવા કહ્યું હતું. પીએમએ કહ્યું હતું કે કોવિડ-19 વેરિઅન્ટ ઓમિક્રોન અંગે વધી રહેલી ચિંતાઓને ધ્યાનમાં રાખીને તેની સમીક્ષા કરવી જોઈએ. આ પછી, 1 ડિસેમ્બર, 2021 ના રોજ, DGCA એ જાણ કર્યા વિના 26 નવેમ્બરનો નિર્ણય રદ કર્યો હતો. તે સ્પષ્ટ કરવામાં આવ્યું ન હતું કે નિર્ધારિત ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનું સસ્પેન્શન કેટલો સમય ચાલુ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે