ખૂલતા બજારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં મોટો કડાકો, ખેડૂતોને રોવાનો વારો આવ્યો!

Gondal Market Yard : ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં 300નો ઘટાડો... હરાજીમાં એક મણ ડુંગળીના 100થી 400 રૂપિયા ભાવ બોલાયા... ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોમાં ભારે રોષ... ડુંગળીની નિકાસ બંધ કર્યાના એક જ દિવસમાં ભાવમાં ઘટાડો

ખૂલતા બજારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં મોટો કડાકો, ખેડૂતોને રોવાનો વારો આવ્યો!

Gondal News જયેશ ભોજાણી/ગોંડલ : ખેડૂતો અને વેપારી વચ્ચે સમજૂતી થતા અને ખેડૂતોનો માલ બગડે નહીં તેને લઈને ડુંગળીની હરાજી ફરી શરૂ કરવામાં આવી. ત્યારે આજે ખૂલતા બજારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં મોટો કડાકો થયો છે. સૌરાષ્ટ્ર નું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ માં ડુંગળીની નિકાસ બંધી થતા એક જ દિવસમાં ભાવમાં મોટું ગાબડું પડ્યું છે. ત્રણ ચાર દિવસ પૂર્વેના ભાવ અને આજના ભાવમાં મોટો તફાવત જોવા મળતા ખેડૂતોને નુકસીની વેઠવાનો વારો આવ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં 300નો ઘટાડો જોવા મળ્યો. હરાજીમાં એક મણ ડુંગળીના 100થી 400 રૂપિયા ભાવ બોલાયા. જેથી ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોમાં ભારે રોષ છવાયો છે. ડુંગળીની નિકાસ બંધ કર્યાના એક જ દિવસમાં ભાવમાં આટલો મોટો ઘટાડો કેવી રીતે આવ્યો. હજી 3 દિવસ પહેલાં ગોંડલ યાર્ડમાં 90 હજાર કટ્ટાની આવક થઈ હતી. 

શિયાળુ પાકની મુખ્યત્વે જણસી ડુંગળીની મબલખ આવક ગોંડલ માર્કેટ યાર્ડમાં હાલ જોવા મળી હતી અને હાલ યાર્ડ દ્વારા ડુંગળીની નિકાસ બંધી થતા ડુંગળીના ભાવમાં રૂપિયા 300/-જેટલા રૂપિયાનું મોટું ગાબડું જોવા મળતા ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો છે. 

ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો, વિવિધ જણસીનું પીઠું ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજીમાં આજે ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 100/-થી લઈને 400/-સુધીના બોલાયા હતા. પરંતુ આજથી ત્રણ ચાર દિવસ પૂર્વે માર્કેટ યાર્ડમાં ડુંગળીના 90,000/-કટ્ટાની આવક થતા આવક પણ બંધ કરાઈ હતી અને ડુંગળીની નિકાસ બંધી થતા યાર્ડમાં ડુંગળીની આવક ન કરવા વેપારીઓએ યાર્ડ સતાધીશોને અનુરોધ કર્યો હતો.

જ્યારે ડુંગળીના ભાવમાં ગાબડું પડતા વેપારીઓ અને ખેડૂતોમાં રોષ ભભૂક્યો હતો. અને યાર્ડમાં આવેલા ખેડૂતોને ડુંગળીના ભાવમાં ગાબડું પડતા હરાજીમાં પણ હલાબોલ કરી હરાજી બંધ કરાવી હતી. બીજી બાજુ ખેડૂતો અને વેપારી વચ્ચે સમજૂતી થતા અને ખેડૂતોનો માલ બગડે નહીં તેને લઈને ડુંગળીની હરાજી ફરી શરૂ કરવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news