6 રૂપિયાના સ્ટોકે આપ્યું છપ્પરફાડ રિટર્ન, એક વર્ષમાં 1900% ની તેજી, સતત કરી રહ્યો છે માલામાલ

ઝંડેવાલાસ ફૂડ્સના સ્ટોકે પોતાના ઈન્વેસ્ટરોને સારી કમાણી કરાવી છે. આ પેની સ્ટોકમાં એક વર્ષમાં 1900 ટકાથી વધુની તેજી આવી છે. 

 6 રૂપિયાના સ્ટોકે આપ્યું છપ્પરફાડ રિટર્ન, એક વર્ષમાં 1900% ની તેજી, સતત કરી રહ્યો છે  માલામાલ

Penny Stock:  ઝંડેવાલાસ ફૂડ્સ (Jhandewalas Foods)ના સ્ટોકે પોતાના ઈન્વેસ્ટરોને એક વર્ષમાં છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. કંપનીના શેર છેલ્લા એક વર્ષમાં 1900% થી વધુ વધી ગયા છે. એક વર્ષ પહેલા આ શેરની કિંમત 6 રૂપિયા હતા. આજે ગુરૂવાર 18 એપ્રિલે આ શેર 139.31 રૂપિયા પર આવી ગયો છે. આ તેનો 52 વીકનો હાઈ પણ છે. આજે શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી.

શેર સતત આવી રહ્યો છે નફો
વર્ષ 2024માં સ્ટોકમાં 310 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે સ્ટોકે અત્યાર સુધી 4 મહિનામાંથી 3 મહિનામાં પોઝિટિવ રિટર્ન આપ્યું છે. માર્ચમાં 20 ટકાના ઘટાડા બાદ એપ્રિલમાં આ શેર અત્યાર સુધી 79 ટકા ઉપર ગયો છે. પરંતુ ફેબ્રુઆરીમાં તે 73 ટકા અને જાન્યુઆરી 2024માં 65 ટકા ઉપર ગયો હતો. જાન્યુઆરી 2024 પહેલા સ્ટોકે સતત બે મહિનામાં મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. ડિસેમ્બર 2023માં 151 ટકાથી વધુ અને નવેમ્બર 2023માં 106 ટકા ઉપર વધી ગયો હતો.

કંપનીનો કારોબાર
ઝંડેવાલાસ ફૂડ્સ લિમિટેડ ભારતમાં ડેરી અને ફૂડ પ્રોડક્ટ બનાવે છે અને વેચે છે. તે ભેંસ અને ગાયનું ઘી, કેસર, પૌવા, પાપડ, રિફાઇન્ડ મગફળી તેલ, પાસ્તા, ચા, પૌવા મસાલા, મસાલા મિશ્રણ, રેડી-ટૂ ઈટ, ચટણી, ભારતીય મસાલા, રવા ઇડલી મિક્સ અને અન્ય પ્રોડક્ટ બનાવે છે. કંપની પોતાના ઉત્પાદકોને નમન, ગોધેનુ, ન્યૂટ્રી ફ્લેક્સ, સ્વીટ બાઇટ્સ, યમ યૂ અને પોલ્કી બ્રાન્ડ હેઠળ વેચે છે. સાથે પોતાની પ્રોડક્ટ્સ ઓનલાઈન પણ વેચે છે. ઝંડેવાલાસ ફૂડ્સ લિમિટેડની સ્થાપના 1895માં થઈ હતી અને તે જયપુર, ભારતમાં સ્થિત છે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news