દીકરીના લગ્નમાં ખર્ચ કર્યાં 550 કરોડ રૂપિયા, આવ્યો ખરાબ સમય તો જવું પડ્યું જેલ... ખર્ચ માટે પત્ની આપે છે પૈસા

Bankrupt Pramod Mittal: એક વ્યક્તિએ પોતાની દીકરીના લગ્નમાં 550 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો પરંતુ જ્યારે તેનો ખરાબ સમય આવ્યો તો તેણે જેલમાં જવું પડ્યું. એટલું જ નહીં હવે તેની પાસે પોતાના ખર્ચ માટે પણ પૈસા નથી. 

દીકરીના લગ્નમાં ખર્ચ કર્યાં 550 કરોડ રૂપિયા, આવ્યો ખરાબ સમય તો જવું પડ્યું જેલ... ખર્ચ માટે પત્ની આપે છે પૈસા

Who is Pramod Mittal: સમય ક્યારેય બદલાઈ જાય તે કોઈ કહી શકે નહીં. પોતાની દીકરીના લગ્નમાં 550 કરોડથી વધુનો ખર્ચ કરનાર એક વ્યક્તિ એક ઝટકામાં નાદાર થઈ જશે, તે સાંભળવામાં થોડું વિચિત્ર લાગી શકે છે પરંતુ આ સત્ય છે. જી, હાં, ક્યારેક દુનિયાના અબજોપતિઓમાં સામેલ રહેલા પ્રમોદ મિત્તલ (Pramod Mittal)વિશે તમે કદાચ સાંભળ્યું હશે. આ કહાની અબજોપતિ લક્ષ્મી મિત્તલના ભાઈ પ્રમોદ મિત્તલની છે. લેણદારોને અઢી બિલિયન પાઉન્ડ (તે સમયે આશરે રૂ. 24,000 કરોડ) દેવાના કારણે તેઓ થોડા વર્ષો પહેલા નાદાર બન્યા હતા. તે અત્યારે શું કરી રહ્યો છે તેના વિશે ઇન્ટરનેટ પર વધુ માહિતી ઉપલબ્ધ નથી.

જ્યારે બ્રિટનના સૌથી મોટા નાદાર બની ગયા પ્રમોદ મિત્તલ
સ્ટીલ ટાઇકૂન લક્ષ્મી મિત્તલના નાના ભાઈ પ્રમોદ મિત્તલની ગણના એક સમયે ઈંગ્લેન્ડના સૌથી ધનીક વ્યક્તિઓમાં થતી હતી. પરંતુ સમયનું ચક્ર બદલાયું અને તે બ્રિટનના સૌથી મોટા નાદાર બની ગયા. 68 વર્ષના મિત્તલને વર્ષ 2020માં લંડનની ઇનસોલ્વેન્સી અને કંપની કોર્ટે 130 મિલિયનપાઉન્ડથી વધુની લોનની સાથે નાદાર જાહેર કર્યાં હતા. સ્ટીલ કારોબારમાં પોતાનો દબદબો રાખનાર મિત્તલનો દાવો હતો કે તેના પર 2,549,089,370 પાઉન્ડની લોન છે. તેમાં તેના પિતાનું 170 મિલિયન પાઉન્ડથી વધુનું દેવું સામેલ છે.

fallback

કહ્યું- મારી કોઈ પર્સનલ આવક નથી
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે તેના પર પત્ની સંગીતાની 1.1 મિલિયન પાઉન્ડ, પુત્ર દિવ્યેશની 2.4 મિલિયન પાઉન્ડ અને સાળા અમિત લોહિયાના 1.1 મિલિયન પાઉન્ડની લોન છે. તેમણે તે સમયે પોતાની પ્રોપર્ટીની કિંમત 110,000 પાઉન્ટ જણાવી અને દાવો કર્યો કે તેની કોઈ પર્સનલ આવક નથી. તે સમયે બ્રિટિશ ડેલીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે મિત્તલ પોતાના તરફથી લેવામાં આવેલા એક પાઉન્ડના બદલે માત્ર 0.18 પૈસા ચૂકવવાની રજૂઆત કરી રહ્યાં હતા. 

પત્ની અને બાળકો ઉઠાવે છે મારો ખર્ચ
મિત્તલે તે સમયે કહ્યું કે મારી કોઈ આવક નથી. મારી પત્ની આર્થિક રૂપે મારાથી વધુ સ્વતંત્ર છે. અમારા અલગ-અલગ બેંક એકાઉન્ટ છે. તેમણે દાવો કર્યો કે મારો આશરે 2000થી 3000 પાઉન્ડનો દર મહિનાનો પર્સનલ ખર્ચ પત્ની અને પરિવાર તરફથી પૂરો કરવામાં આવી રહ્યો છે. 

fallback

ખરાબ દિવસો ક્યાંથી શરૂ થયા?
પ્રમોદ મિત્તલ ઉત્તર બોસ્નિયામાં આવેલી ધાતુશાસ્ત્રીય કોક પ્રોડક્ટ કંપની GIKILની લોન માટે ગેરેંટર બન્યા હતા. તે તેના સહ-માલિક અને સુપરવાઇઝરી બોર્ડના વડા હતા. આ કંપનીની લોન માટે તેણે અંગત ગેરંટી આપી હતી. મતલબ કે જો તે કંપની લોન ચૂકવવામાં અસમર્થ હોય તો પ્રમોદ મિત્તલે આ લોન ચૂકવવી પડશે. આ તેના ખરાબ દિવસની શરૂઆત હતી. 2013 માં, GIKIL તેની $166 મિલિયનની લોન ચૂકવી શકી ન હતી. આ પછી, પ્રમોદ મિત્તલે જામીનદાર હોવાથી લોનની ચુકવણી કરવી પડી. આ પછી તે ભારે દેવામાં ડૂબવા લાગ્યો.

છેતરપિંડીના કેસમાં થઈ હતી ધરપકડ
વર્ષ 2019 માં, પ્રમોદ મિત્તલની બોસ્નિયામાં તેમની કંપનીના બે અધિકારીઓ સાથે છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ભારતમાં સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન (STC) સાથે રૂ. 2,200 કરોડની કથિત છેતરપિંડીમાં મની લોન્ડરિંગ માટે તેની તપાસ કરવામાં આવી રહી છે. આરોપ એવો હતો કે મિત્તલે 'વિશ્વાસનો ફોજદારી ભંગ' કર્યો હતો કારણ કે તે STC સાથેના કરારની શરતો અનુસાર ચૂકવણી કરવામાં નિષ્ફળ ગયો હતો. તેણે એવો પણ દાવો કર્યો હતો કે મારી નાદારી પ્રક્રિયા હેઠળ જે ખર્ચ થયો છે તે અન્ય લોકો પણ ઉઠાવી રહ્યા છે.

fallback

પુત્રીનના લગ્નમાં ખર્ય કર્યા અઢળક રૂપિયા
લક્ષ્મી મિત્તલના ભાઈ પ્રમોદ મિત્તલે 2013માં પોતાની પુત્રી સૃષ્ટિના લગ્ન કર્યાં હતા. તે સમયે મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કો બાર્સિલોનામાં થયેલા આ લગ્ન પર 550 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. પુત્રી સૃષ્ટિના લગ્ન ડચ મૂળના ઈન્વેસ્ટમેન્ટ બેન્કર ગુલરાજ બહલ સાથે થયા છે. મહત્વનું છે કે પોતાના મોટા ભાઈ લક્ષ્મી મિત્તલે પોતાની દીકરીના લગ્નમાં જે ખર્ચ કર્યો પ્રમોદે તેનાથી પણ 10 મિલિયન પાઉન્ડનો વધુ ખર્ચ કર્યો હતો. લક્ષ્મી મિત્તલની પુત્રીના લગ્ન વર્ષ 2004માં થયા હતા.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news