જોનસન એન્ડ જોનસન પર 230 કરોડ રૂપિયાનો દંડ, ખોટી રીતે ગ્રાહકોના લીધા હતા પૈસા

જોનસન એન્ડ જોનસનના ગ્રાહકોને ખોટી રીતે પૈસા વસૂલવાના મામલે 230 કરોડ રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. બાળકોના ઉત્પાદકો બનાવનાર બહુરાષ્ટ્રીય કંપની જોનસન એન્ડ જોનસનને નેશનલ એન્ટી પ્રોફિટિયરિંગ ઓથોરિટી (એનએએ)એ જીએસટી (GST) ઘટાડાનો લાભ ગ્રાહકો ન આપતાં દંડ લગાયો છે.

જોનસન એન્ડ જોનસન પર 230 કરોડ રૂપિયાનો દંડ, ખોટી રીતે ગ્રાહકોના લીધા હતા પૈસા

નવી દિલ્હી: જોનસન એન્ડ જોનસનના ગ્રાહકોને ખોટી રીતે પૈસા વસૂલવાના મામલે 230 કરોડ રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. બાળકોના ઉત્પાદકો બનાવનાર બહુરાષ્ટ્રીય કંપની જોનસન એન્ડ જોનસનને નેશનલ એન્ટી પ્રોફિટિયરિંગ ઓથોરિટી (એનએએ)એ જીએસટી (GST) ઘટાડાનો લાભ ગ્રાહકો ન આપતાં દંડ લગાયો છે. તાજેતરમાં આપવામાં આવેલા ચૂકાદામાં ઓથોરિટીએ કહ્યું કે કંપની જે પ્રકારે ટેક્સ કપાતની ગણતરી કરી હતી તે આંકલન ખોટું હતું. 

ગ્રાહકો લીધા વધુ પૈસા
નેશનલ એન્ટી પ્રોફિટિયરિંગ ઓથોરિટીના ચેરમેન બીએન શર્માએ પોતાના ઓર્ડરમાં કહ્યું કે 15 નવેમ્બર 2017થી ડિસેમ્બર 2018 વચ્ચે ગ્રાહકો પાસેથી વધુ પૈસા વસૂલવામાં આવ્યા છે. સરકારે આ દરમિયાન જીએસટી (GST) ના દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દીધા છે. પરંતુ જોનસન એન્ડ જોનસન આ ઘટાડાનો ફાયદો ગ્રાહકોને આપ્યો નથી. 

કંપની 3 મહિનાની અંદર ભરે દંડ
ઓથોરિટીએ કહ્યું કે કંપનીએ ઓર્ડર મળ્યાના ત્રણ મહિનાની અંદર 230 કરોડ રૂપિયાનો દંડ ભરે. જો કંપની આમ કરતી નથી તો આ પૈસા જીએસટી ઓથોરિટી દ્વારા વસૂલવામાં આવશે.

વિવાદોમાં આવી રહી છે જોનસન એન્ડ જોનસન
અમેરિકન કંપની જોનસન એન્ડ જોનસન ગત કેટલાક વર્ષોથી વિવાદોમાં રહી છે. કેટલાક વર્ષો પહેલાં એક મહિલાએ કંપની વિરૂદ્ધ કોર્ટમાં દાવો કર્યો હતો કે તેમના બેબી પાવડરથી કેન્સર થાય છે. મહિલાનો દાવો સાચો નિકળ્યો અને કંપનીને ભારે ભરખમ દંડ ભરવો પડ્યો હતો. આ પ્રકારે ગત વર્ષે કંપની દ્વારા બનાવવામાં આવેલા ઘૂંટણ ઉપકરણોની કિંમત અને ગુણવત્તામાં ગરબડી જોવા મેળે હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news