close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

gst

Samachar Gujarat 15102019 PT25M46S

સમાચાર ગુજરાત: જુઓ ગુજરાતના મહત્વના સમાચાર

હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચારએ સામે આવ્યા છે કે જે જી.એસ.ટી લઈને અનેક વાર રજૂઆત કરવામાં આવ્યા બાદ આખરે સરકાર દ્વારા હીરા ઉદ્યોગના પક્ષમાં નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ઘણાં સમયથી જુદા જુદા પ્રશ્નો પરત્વે હીરા ઉદ્યોગ સાથે ઉપેક્ષિત વર્તન કરવામાં આવતું હતું. જે બાદ આખરે હીરા જોબવર્કને લગતા જી.એસ.ટી.ના દરોમાં નોંધપાત્ર ઘટાડો કરી આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

Oct 15, 2019, 09:20 AM IST
Dimond union 14102019 PT2M9S

હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર : સરકારે GST માં કર્યો ઘરખમ ઘટાડો

હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર એ સામે આવ્યા છે કે જે જી.એસ.ટીના પ્રશ્નને લઈને અનેક વાર રજૂઆત કરવામાં આવ્યા બાદ આખરે સરકાર દ્વારા હીરા ઉદ્યોગના પક્ષમાં નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ઘણાં સમયથી જુદા જુદા પ્રશ્નો પરત્વે હીરા ઉદ્યોગ સાથે ઉપેક્ષિત વર્તન કરવામાં આવતું હતું...જે બાદ આખરે હીરા જોબવર્કને લગતા જી.એસ.ટી.ના દરોમાં નોંધપાત્ર ઘટાડો કરી આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને હીરા ઉદ્યોગે આવકારી લીધી હતી. હીરા ઉદ્યોગને હીરાના જોબવર્ક પર લાગતા જીએસટીના દર ઘટાડવા માટે હીરા ઉદ્યોગની તરફે કેન્દ્રમાં મક્ક્મ રજૂઆતો કરીને પરીણામદાયી નિવેડો લાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું જાહેર અભિવાદન કરવાનો કાર્યક્રમ સુરતના હીરા ઉદ્યોગકારોના જુદા જુદા સંગઠનો દ્વારા યોજવામાં આવ્યો હતો..આજે સુરત આવેલા ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ગુજરાતની આર્થિક પાટનગરી ગણાતા સુરત અને સુરતના હીરાઉધોગના વખાણ કર્યા હતા..જીએસટી લાગુ કર્યા બાદ નડી રહેલા પ્રશ્નો અને તેના નિરાકરણ માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું..ડાયમંડ ઉધોગમાં પ્રવર્તી રહેલી મંદીના સવાલ પર પૂછતાં તેમણે કહ્યું હતું કે હવે ધીમેધીમે માહોલ સુધરી રહ્યો છે જેથી ચિંતા કરવાની જરૂર નથી..આ ઉપરાંત તેમણે બિનસચિવલય ક્લાર્કની પરીક્ષા બાબતે પૂછતાં ઉમેર્યું હતું કે સરકારે ભરતી પ્રક્રિયા રદ્દ કરી નથી..જેથી ઉમેદવાર વિદ્યાર્થીઓને તેની પણ ચિંતા કરવાની જરુર નથી..જ્યારે માણસામાં લેવાયેલી પરીક્ષામાં વિચિત્ર પ્રશ્ન પૂછવા બાબતે તેમણે કહ્યું હતું કે કુમળા માનસ ધરાવતા વિદ્યાર્થીઓને આવા પ્રશ્નો પૂછવા ન જોઈએ..જ્યારે અંતમાં રાજ્યમાં વકરી રહેલા રોગચાળા બાબતે નિવેદન આપતાં તેમણે જણાવ્યું હતું કે આ વખતે ચોમાસુ લંબાતા રોગચાળો વકર્યો છે..પણ હવે વરસાદે ઉઘાડ લેતા સ્થિતિ કાબુમાં આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

Oct 14, 2019, 11:00 PM IST
United way garba face GST mismanagement issue PT3M49S

વિશ્વ વિખ્યાત થયેલા વડોદરાના ગરબા યુનાઈટેડ વે (United way Garba) જીએસટીની ઝપેટમાં

વિશ્વ વિખ્યાત થયેલા વડોદરાના ગરબા યુનાઈટેડ વે (United way Garba) જીએસટીની ઝપેટમાં આવ્યા છે. આ વર્ષે આ ગરબાના આયોજનમાં જીએસટી (GST) ની ચોરી કરી હોવાની આશંકા સેવાઈ છે. જેની શનિવારથી તપાસ ચાલી રહી છે. બહુ મોટા હિસાબો હોવાથી અને કર્મચારીઓ હાજર ન હોવાને કારણે આજે ફરી તપાસ કરવામાં આવશે. ત્યારે જીએસટીના અધિકારીઓ યુનાઇટેડ વે (United Way of Baroda) ની ઓફિસે પહોંચ્યા છે.

Oct 14, 2019, 11:35 AM IST

વર્લ્ડ ફેમસ ‘યુનાઈટેડ વે’ના ગરબા આવ્યા વિવાદમાં, GST ચોરી મામલે આજે તપાસના ધમધમાટ શરૂ

વિશ્વ વિખ્યાત થયેલા વડોદરાના ગરબા યુનાઈટેડ વે (United way Garba) જીએસટીની ઝપેટમાં આવ્યા છે. આ વર્ષે આ ગરબાના આયોજનમાં જીએસટી (GST) ની ચોરી કરી હોવાની આશંકા સેવાઈ છે. જેની શનિવારથી તપાસ ચાલી રહી છે. પરંતુ બહુ મોટા હિસાબો હોવાથી અને કર્મચારીઓ હાજર ન હોવાને કારણે આજે ફરી તપાસ કરવામાં આવશે. ત્યારે જીએસટીના અધિકારીઓ યુનાઇટેડ વે (United Way of Baroda) ની ઓફિસે પહોંચ્યા છે. 

Oct 14, 2019, 11:21 AM IST
Raid of GST department at Vadodara PT1M1S

વડોદરામાં જીએસટી વિભાગના દરોડા

વડોદરામાં જીએસટી વિભાગના દરોડા પડ્યા છે. ગરબા આયોજકોના ત્યાં જીએસટી વિભાગના દરોડા પડ્યા છે. યુનાઈટેડ વે અને પેલેસ હેરીટેજ ગરબા આયોજકોને ત્યાં તપાસ કરાઈ હતી જેમાં ટિકીટ કલેકશન સહિત ચુકવણીઓમાં ટેકસની માહિતી મેળવાઈ છે. આ જીએસટીના દરોડાથી ગરબા આયોજકોમાં ફફડાટ ઉભો થયો છે.

Oct 13, 2019, 01:40 PM IST

સપ્ટેમ્બર મહિનાના GST કલેક્શનમાં થયો મોટો ઘટાડો, આર્થિક મોરચે નુકસાન

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શનના મોરચા પર મોદી સરકારને સપ્ટેમ્બર મહિનામાં પણ ઝટકો લાગ્યો છે. સપ્ટેમ્બર મહિનાનું GST કલેક્શન રૂ.1 લાખ કરોડથી પણ નીચે રહ્યું છે. 
 

Oct 1, 2019, 06:43 PM IST

આજથી બદલાઇ જશે આ 7 નિયમ, તમારા ખિસ્સા સાથે જોડાયેલો છે દરેક ફેરફાર

1 ઓક્ટોબર 2019થી સામાન્ય વ્યક્તિ સાથે જોડાયેલા કેટલાક ફેરફાર થઇ રહ્યા છે. આ ફેરફાર તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ, ગાડીની આરસી બુક, સર્વિસ ચાર્જ, જીએસટી અને ક્રેડિટ કાર્ડ દ્વારા પેટ્રોલ-ડીઝલની ખરીદી સાથે જોડાયેલા છે.

Oct 1, 2019, 02:50 PM IST

સુરતના કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ, દિવાળીમાં પણ ધંધો ઘટવાના એંધાણ

સુરતનો કાપડ ઉઘોગ સમગ્ર દેશ સહિત દુનિયામાં જાણીતો છે. જો કે આ કાપડ ઉઘોગને કોઇની કાળી નજર લાગી હોય તેવુ લાગી રહ્યુ છે. કારણ કે, જીએસટી આવ્યા બાદ કોઇકના કોઇક કારણોસર દિવાળીના પર્વનો બિઝનેસ સતત ઘટતો ગયો છે. પાછલા વર્ષે દિવાળીમા રૂપિયા 6 હજાર કરોડનો બિઝનેસ થયો હતો. જો કે આ વર્ષે આ બિઝનેશ ઘટીને 70 ટકા એટલે કે, 4200 કરોડ રૂપિયા જેટલો જ થશે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે.
 

Sep 29, 2019, 08:30 PM IST

સુરત: વર્ગ ત્રણનો જીએસટી અઘિકારી 2500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો

સુરતમાં GSTનો વર્ગ ત્રણનો કર્મચારી લાંચ લેતા સુરત ACBના છટકામાં ભેરવાય ગયો હતો. ફરિયાદી પાસે ધંધાના ડિપોઝીટ પેટેના 45000 રૂપિયા પરત કરવા માટે GST અધિકારીએ રૂપિયા 2500ની લાંચ માંગી હતી. ફરિયાદીએ ACBને જાણ કરતા ACBએ છટકું ગોઠવી અધિકારીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. 
 

Sep 22, 2019, 09:15 PM IST

સામી દિવાળીએ જોબવર્કમાં જીએસટી ઘટાડતા નાના હીરા ઉદ્યોગકારો ખુશખુશાલ થયા

હીરા ઉદ્યોગો(Dimond City) માં જોબવર્કમાં જીએસટી (GST) 5 ટકાથી ઘટાડીને 1.50 ટકા કરાતા હીરા ઉદ્યોગકારોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. હીરા જોબવર્કમાં જીએસટીના દરમાં સીધો જ 3.50 ટકાનો ઘટાડો કરી દેવાતા હીરા ઉદ્યોગકારોએ આ નિર્ણયને આવકાર્યો છે. આમ, સામી દિવાળી (Diwali 2019) એ નાના હીરા ઉદ્યોગકારોને રાહત મળી છે. સરકારના આ નિર્ણયથી હાલ મંદીમાં સપડાયેલી સુરત (Surat)ની ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝને અનેક ફાયદા થશે. જેને કારણે હીરા ઉદ્યોગકારોએ ગઈકાલથી રાહતનો શ્વાસ લીધો છે. 

Sep 21, 2019, 09:56 AM IST
Live: Nirmala Sitharaman Press Conference PT9M38S

કોર્પોરેટ ટેક્સમાં કાપ મુકવામાં આવશે: નિર્મલા સિતારમણ

નાણા મંત્રી નિર્મલા સીતારમણે અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આજે અનેક મોટી જાહેરાતો કરી. તેમણે ઘરેલુ કંપનીઓ અને નવી ઘરેલુ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સના દરોકમાં ઘટાડાનો પ્રસ્તાવ રજુ કર્યો. ગ્રોથને પ્રમોટ કરવા માટે નાણા મંત્રીએ નવી ઘરેલુ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સનો દર ઘટાડીને 22% કર્યો છે. પરંતુ શરત એ છે કે કોર્પોરેટ્સે કોઈ પણ પ્રકારનું ઈન્સેન્ટિવ કે છૂટ ન લીધી હોય. નાણા મંત્રીની જાહેરાતોથી શેરબજાર ગુલબહાર થઈ ગયું છે

Sep 20, 2019, 12:50 PM IST

GST કાઉન્સિલની બેઠક અગાઉ અર્થવ્યવસ્થા પર સરકારની મોટી જાહેરાત, કંપનીઓને કોર્પોરેટ ટેક્સમાં મળશે છૂટ

ગોવામાં થનારી જીએસટી કાઉન્સિલ બેઠક અગાઉ નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ યોજી અને અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે અનેક મોટી જાહેરાતો કરી. આ દરમિયાન તેમણે કંપની અને વેપારીઓને રાહત આપતા કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનો પ્રસ્તાવ રજુ કર્યો.

Sep 20, 2019, 11:17 AM IST

ઓટો ક્ષેત્ર માટે માઠા સમાચારઃ જીએસટી કાઉન્સિલની બેઠકમાં દરમાં રાહતની આશા નહીં

શુક્રવારના રોજ જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક મળવાની છે, આ બેઠકમાં કેટલાક ક્ષેત્રોને રાહત મળી શકે છે, પરંતુ ઓટોમોબાઈલ ક્ષેત્રને રાહત મળવાની કોઈ આશા જણાતી નથી. 
 

Sep 19, 2019, 08:01 PM IST

અમરેલી: સાત વર્ષમાં 500 હિરાના કારખાન થયા બંધ, કરોડોનું ટર્નઓવર ઘટ્યું

જિલ્લો ખેતી અને હીરા ઉદ્યોગ ઉપર આધારિત જિલ્લો છે ત્યારે હાલમાં અમરેલી જિલ્લાનો હીરા ઉધોગ મંદીના ભરડામાં સપડાયો છે. એક સમયે હીરાઉદ્યોગમાં સૂરત પછી અમરેલીનું નામ આવતું હતું ત્યારે માત્ર સાત વર્ષના જ ટૂંકા ગાળામાં હીરાઉદ્યોગના 500 જેટલા કારખાનાઓ બંધ થઈ ગયા છે જિલ્લામાં 800 કરોડનું ટર્નઓવર હતું જે આજે ઘટીને 300 કરોડે પહોંચ્યું છે.અમરેલી જિલ્લાનો હીરો તૈયાર થયા બાદ 95 ટકા માલ વિદેશમાં સપ્લાય થાય છે. આમ છતાં હીરામાં મંદી આવતા કારખાનેદારો અને કારીગરો પણ મુંઝવણમાં મુકાયા છે.
 

Sep 10, 2019, 08:33 PM IST

'મિશન મંગલ' ઝપાટાબંધ વધશે આગળ કારણ કે...

બોલિવૂડ ખેલાડી અક્ષયકુમારની ફિલ્મ મિશન મંગલ છેલ્લા બે અઠવાડિયાથી બોક્સઓફિસ પર છવાયેલી છે

Aug 29, 2019, 09:35 AM IST

નાણા મંત્રી તરીકે અરુણ જેટલીના આ 10 ક્રાંતિકારી નિર્ણયો, ઈતિહાસમાં નોંધાઈ ગયા

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું શનિવારે નિધન થયું છે. 9 ઓગસ્ટના રોજથી તેઓ એમ્સમાં દાખલ હતાં. બપોરે 12:07 વાગે તેમણે 66 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા.

Aug 24, 2019, 02:01 PM IST

અર્થવ્યવસ્થાની કથળતી સ્થિતીને અટકાવવા નાણામંત્રીની 10 મહત્વની જાહેરાત...

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશની અર્થવ્યવસ્થામાં આવેલી સુસ્તીને દુર કરવા માટે શુક્રવારે અનેક પગલા ઉઠાવવાની જાહેરાત કરી. નાણામંત્રીએ નાગરિકોમાં માંગ વધારવાથી માંડીને ઉદ્યોગ જગતને રાહત આપવાનાં ઉપાયોની જાહેરાત કરી. ગત્ત થોડા મહિનાઓથી ઓટોમોબાઇલ સહિત અનેક અન્ય ઉદ્યોગની બગડતી સ્થિતીને જોતા નાણામંત્રાલયે આ પગલુ ઉઠાવવા માટે મજબુર થવું પડ્યું છે. નાણામંત્રાલયે કહ્યું કે, અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આ પગલું ઉઠાવાઇ રહ્યું છે. આવો જાણીએ મંત્રાલયે આ ઉપાયોની તમારા પર શું અસર પડશે. 

Aug 23, 2019, 07:49 PM IST

સુરત: કરોડોના બોગસ બિલિંગ મામલે જીએસટીની ટીમે મુખ્ય આરોપીની કરી ધરપકડ

195 કરોડના બોગસ બિલિંગ માલલે સેન્ટ્રલ જીએસટી ઇન્ટેલિજન્સ વિભાગે મુખ્ય આરોપી વિશાલ સોનાવાલાની ધકપકડ કરી છે. જેના થકી આઇટીસીની છેતરપીંડી કરવામાં આવી હતી. તેણે બનાવટી કંપનીઓ ઉભી કરીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું. અગાઉ બે લોકોની ધરપકડમાં ખુલાસો થયો હતો. 

Aug 21, 2019, 11:21 PM IST

10 હજાર કર્મચારીઓની છટણીની તૈયારીમાં Parle-G, વેચાણ ઘટવાથી મુશ્કેલીમાં કંપની

દેશની સૌથી મોટી બિસ્કિટ ઉત્પાદન કંપની પારલે પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (Parle Products) પોતાના 10 હજાર કર્મચારીઓની છટણી કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે, જો વેચાણમાં આ પ્રકારનો ઘટાડો જળવાઇ રહ્યો તો આવનારા સમયમાં કર્મચારીઓને કાઢવાની સ્થિતિ આવી શકે છે. 

Aug 21, 2019, 08:13 PM IST

20 સપ્ટેમ્બરે યોજાશે GST Councilની 37મી બેઠક, આ મુદ્દા પર ચર્ચા સંભવ

આ બેઠકમાં ખાનગી હેલ્થકેર સેક્ટરને આઈટીસી લાભ આપવા પર વિચાર થઈ શકે છે. 
 

Aug 14, 2019, 05:38 PM IST