જીએસટી News

એક દિવસનું નુકસાન વ્હોરીને પણ સુરતના વેપારીઓએ કર્યો GST નો વિરોધ
કાપડ પર GST વધારવાના સરકારના નિર્ણય સામે સુરતના વેપારીઓએ મોરચો માંડ્યો છે. આજે સમગ્ર સુરત (Surat) માં જીએસટીના વધારા સામે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. GST વધારાના વિરોધમાં સુરતમાં કાપડ બજારમાં બંધ પાળવામા આવ્યો છે. સુરતના તમામ કાપડ માર્કેટ એક દિવસનો બંધ પાળી વિરોધ કરવામાં આવ્યો છે. 5 ટકાથી GST દર વધારીને 12 ટકા કરતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. પહેલી જાન્યુઆરીથી નવો GST દર લાગુ થશે. તેથી GST વધારાનો બંધ પાળી સુરતના વેપારીઓ વિરોધ કરી રહ્યાં છે. જોકે, એક દિવસ કાપડ બજાર બંધ રહેતા કરોડો રૂપિયાનું નુકસાન થવાનો ભય છે. છતા એક દિવસની આવક જતી કરીને અને નુકસાની વહોરીને પણ સુરતના વેપારીઓ રોડ પર ઉતર્યા છે. જો GST વધશે તો આગામી દિવસમાં આંદોલન (protest) વધુ ઉગ્ર બની શકે છે તેવી શંકા સેવાય છે. 
Dec 30,2021, 12:09 PM IST

Trending news