આ ગુજરાતી કંપનીનો IPO હજુ 1 વર્ષ પહેલા જ આવ્યો અને રોકાણકારો ન્યાલ થઈ ગયા, તિજોરીઓ ખુટી પડી!

Stock Market News: કંપનાના શેરોએ શુક્રવારે 52 અઠવાડિયાનું પોતાનું નવું હાઈ લેવલ પણ બનાવ્યું. કાકા ઈન્ડસ્ટ્રીઝના શેર ગુરુવારે 216.30 રૂપિયા પર બંધ થયા હતા. કંપનીનો આઈપીઓ હજુ તો ગયા વર્ષે જ 58 રૂપિયાના ભાવે ખુલ્યો હતો. 

આ ગુજરાતી કંપનીનો IPO હજુ 1 વર્ષ પહેલા જ આવ્યો અને રોકાણકારો ન્યાલ થઈ ગયા, તિજોરીઓ ખુટી પડી!

પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કાકા ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. કાકા ઈન્ડસ્ટ્રીઝના શેર શુક્રવારે 20 ટકા અપર સર્કિટ સાથે 259.55 રૂપિયા પર પહોંચ્યા હતા. કંપનાના શેરોએ શુક્રવારે 52 અઠવાડિયાનું પોતાનું નવું હાઈ લેવલ પણ બનાવ્યું. કાકા ઈન્ડસ્ટ્રીઝના શેર ગુરુવારે 216.30 રૂપિયા પર બંધ થયા હતા. કંપનીનો આઈપીઓ હજુ તો ગયા વર્ષે જ 58 રૂપિયાના ભાવે ખુલ્યો હતો. કાકા ઈન્ડસ્ટ્રીઝના શેરોનું 52 અઠવાડિયાનું લો લેવલ 134.90 રૂપિયા છે. 

300 ટકા ચડ્યા શેર
કાકા ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 10 જુલાઈ 2023ના રોજ ખુલ્યો હતો અને તે 12 જુલાઈ સુધી ઓપન રહ્યો હતો. આઈપીઓમાં કંપનીના શેરનો  ભાવ 58 રૂપિયા હતો. કાકા ઈન્ડસ્ટ્રીઝના શેર 19 જુલાઈના રોજ 110.20 રૂપિયા પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગવાળા દિવસે કંપનાના શેર 115.71 રૂપિયા પર બંધ થયા હતા. કાકા ઈન્ડસ્ટ્રીઝના શેર 26 જુલાઈ 2024ના રોજ 259.55 રૂપિયા પર પહોંચ્યા હતા. 58 રૂપિયાના ઈશ્યુ પ્રાઈસની સરખામણીમાં કંપનાના શેર 300 ટકાથી વધુ ચડ્યા છે. 

આ વર્ષે પણ જબરદસ્ત તેજી
કાકા ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં આ વર્ષે અત્યાર સુધીમાં 49 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરી 2024ના રોજ કંપનાના શેર 173.15 રૂપિયા પર હતા. કાકા ઈન્ડસ્ટ્રીઝના શેર 26 જુલાઈ 2024ના રોજ 259.55 રૂપિયા પર પહોંચ્યા. છેલ્લા 2 મહિનામાં કંપનીના શેરોમાં 51 ટકાથી વધુ તેજી આવી છે. કંપનીની માર્કેટ કેપ 350 કરોડ રૂપિયા પાર પહોંચી છે. 

સફળ રહ્યો હતો આઈપીઓ
કાકા ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ ટોટલ 292.66 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સનો કોટા 358.88 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. જ્યારે નોન ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (NII) ની કેટેગરીમાં 431.85 ગણો દાવ લાગ્યો હતો. ક્વોલીફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ્સ બાયર્સનો કોટા 72.13 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ કઠવાડા જીઆઈડીસી (અમદાવાદ) ખાતે આવેલી છે. 

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news