આ YouTubers એ 2023માં કરી સૌથી વધુ કમાણી, નંબર 1 પર છે ટેકનિકલ ગુરુજી

YouTube દ્વારા નવા એલીજીબીલીટી ક્રાઈટેરીયાને યુ.એસ., યુકે, કેનેડા, તાઈવાન અને દક્ષિણ કોરિયામાં  લાગુ કરવામાં આવી રહ્યો છે. બાદમાં તેને અન્ય દેશોમાં પણ લાગુ કરવામાં આવશે. હાલમાં, ભારતમાં તેની ઉપલબ્ધતા વિશે માહિતી જાહેર કરવામાં આવી નથી.

આ YouTubers એ 2023માં કરી સૌથી વધુ કમાણી, નંબર 1 પર છે ટેકનિકલ ગુરુજી

YouTube એ તાજેતરમાં તેની મોનીટાઈઝેશન પોલીસીમાં મોટો ફેરફાર કર્યો છે. હવે નાની ચેનલો પણ YouTube થી કમાણી કરી શકશે. આજે અમે તમને દેશના એવા ટોપ 5 યુટ્યુબર્સ વિશે જણાવી રહ્યા છીએ જેમણે 2023માં સૌથી વધુ કમાણી કરી છે. આ યાદીમાં પહેલું નામ અજય નાગરનું છે.

નવા નિયમો અનુસાર, YouTube પાર્ટનર પ્રોગ્રામ માટે લાયક બનવા માટે ક્રીએટર્સ પાસે 500 થી વધુ સબ્સ્ક્રાઇબર્સ, છેલ્લા 90 દિવસમાં 3 મીલીયન શોર્ટ વ્યુઝ અને છેલ્લા 1 વર્ષમાં 300 વોચ અવર્સ હોવા આવશ્યક છે. . અગાઉના નિર્માતાઓએ છેલ્લા 90 દિવસમાં ઓછામાં ઓછા 1,000 સબ્સ્ક્રાઇબર્સ, 4,000 વોચ અવર્સ અથવા 10 મિલિયન શોર્ટ વ્યુઝ હોવા જરૂરી હતા. 

No description available.

કેરીમિનાટી
વેબસાઈટ wbdstbt.in અનુસાર ટોપ 5 ઈન્ડિયન યુટ્યુબર્સની યાદીમાં અજય નાગર ઉર્ફે કેરીમિનાટી પાંચમા નંબરે છે. જેની પાસે 36.9 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે અને તેની કુલ સંપત્તિ $4 મિલિયન છે.

No description available.

ભુવન બામ 
સૌથી વધુ કમાણી મામલે ભુવન બામ ચોથા નંબર પર છે. YouTube પર તેના 25.6 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે અને તેની કુલ સંપત્તિ $4 મિલિયન છે. ભુવને તાજેતરમાં તાઝા ખબર હૈ નામની વેબસીરીઝમાં કામ કર્યું છે અને તે ટ્રેન્ડીંગ લિસ્ટમાં સામેલ છે.

No description available.

આશિષ ચંચલાની
આશિષ ચંચલાની આ યાદીમાં ત્રીજા નંબરે છે. YouTube પર તેના 28.8 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે અને તેની કુલ સંપત્તિ $5 મિલિયન છે. આશિષ તેના જોક્સ અને હાજીર જવાબી માટે જાણીતો છે.

No description available.

અમિત ભડાના
અમિત ભડાનાના YouTube પર 24.1 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે અને તેમની કુલ સંપત્તિ $5.4 મિલિયન છે. તેઓ ટોચના 5 સૌથી ધનિક યુટ્યુબર્સની યાદીમાં બીજા ક્રમે આવે છે.

No description available.

ટેકનિકલ ગુરુજી
ગૌરવ ચૌધરી ઉર્ફે ટેકનિકલ ગુરુજી કમાણીના મામલે ટોપ 5 યુટ્યુબર્સમાં નંબર વન પર છે. YouTube પર તેના 22.5 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે અને તેની કુલ સંપત્તિ $45 મિલિયન છે. યુટ્યુબ ઉપરાંત ગૌરવ ચૌધરીના મુંબઈમાં અન્ય ઘણા બિઝનેસ પણ છે.

આ પણ વાંચો:
વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : ગુજરાત બાદ હવે રાજસ્થાન પર મોટી ઘાત, જાણો ક્યાં પહોંચ્યુ
શક્તિશાળી બિપરજોયની 'આફ્ટર ઈફેક્ટ', લેન્ડફોલ બાદ હવે આ પડકારનો સામનો થશે

બિપરજોયે ગુજરાતમાં મચાવ્યો કહેર, 940 ગામડાઓમાં વીજળી ગૂલ, 22 લોકો ઘાયલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news