લૉકડાઉન વધ્યું, 3 મે સુધી તમામ યાત્રી ટ્રેનો રદ્દ

રેલવેએ ટ્વીટ કરીને જાણકારી આપી કે ભારતીય રેલવેની તમામ પ્રીમિયરમ ટ્રેનો, મેલ/એક્સપ્રેસ ટ્રેન, પેસેન્જર ટ્રેન, તમામ અર્બન ટ્રેન, કોલકત્તા મેટ્રો રેલ, કોંકણ રેલવે વગેરેની સેવાઓ 3 મેએ રાત્રે 12 કલાક સુધી રદ્દ રહેશે. 

લૉકડાઉન વધ્યું, 3 મે સુધી તમામ યાત્રી ટ્રેનો રદ્દ

નવી દિલ્હીઃ એકતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં લૉકડાઉનને 3 મે સુધી વધારવાની જાહેરાત કરી અને ત્યારબાદ રેલવેએ તમામ યાત્રી રેલ સેવાઓને 3 મે રાત્રે 12 કલાક સુધી રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે 3 મે સુધી દેશમાં યાત્રી ટ્રેનો ચાલશે નહીં. 

રેલવેએ ટ્વીટ કરીને જાણકારી આપી કે ભારતીય રેલવેની તમામ પ્રીમિયરમ ટ્રેનો, મેલ/એક્સપ્રેસ ટ્રેન, પેસેન્જર ટ્રેન, તમામ અર્બન ટ્રેન, કોલકત્તા મેટ્રો રેલ, કોંકણ રેલવે વગેરેની સેવાઓ 3 મેએ રાત્રે 12 કલાક સુધી રદ્દ રહેશે. 

— Ministry of Railways (@RailMinIndia) April 14, 2020

વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં જારી લૉકડાઉનને 3 મે સુધી વધારવાની જાહેરાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જલદી તેના વિશે ડીટેલમાં જાણકારી આપવામાં આવશે. 

આ પહેલા 14 એપ્રિલ સુધી રેલવે સેવાઓ બંધ હતી. આશા કરવામાં આવી રહી હતી કે 21 દિવસના લૉકડાઉન બાદ 15 એપ્રિલથી રેલ સેવાઓ શરૂ થઈ શકે છે. આ આશામાં લોકોએ રિઝર્વેશન કરાવી લીધું હતું, પરંતુ હવે ટ્રેન સેવા રદ્દ કરી દેવામાં આવી છે. 

ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news