lockdown extended

‘બદલવાના હતા ગુજરાતના વિજયભાઈને, અને બદલી કાઢ્યા અમદાવાદના વિજયભાઈને...’

અમદાવાદ મ્યુનિસિપલ (AMC) કમિશ્નર વિજય નેહરાની આખરે બદલી કરી દેવામાં આવી છે. વિજય નેહરા (Vijay Nehra) ને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર પદ પરથી હટાવીને તેમની બદલી ગાંધીનગર ખાતે રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. જ્યારે મુકેશ કુમારની નિમણુંક અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે એક નિવેદનમાં કટાક્ષ કરીને કહ્યું કે, બદલવાના હતા ગુજરાતના વિજયભાઈને, અને બદલી કાઢ્યા અમદાવાદના વિજયભાઈને... 

May 17, 2020, 11:45 PM IST

કોરોના સંકટમાં મહિલાઓની સેક્સ લાઈફ તો છોડો, પણ તેઓની એક બાબતને ઊંડી અસર કરી

કોરોના મહામારી (Coronavirus) એ લોકોના જીવનને અનેક રીતે પ્રભાવિત કરી છે. એટલા હદ સુધી કે, આ દરમિયાન સેક્સને લઈને મહિલાઓના વ્યવહારમાં બદલાવ આવ્યો છે. એક સ્ટડીમાં આ વાત સામે આવી છે કે, COVID-19ના સમયમા મહિલાઓની યૌન (SEX) ઈચ્છાઓમાં વધારો થયો છે, પરંતુ યૌન જીવનની ગુણવત્તામાં ઘટાડો આવ્યો છે. 

May 17, 2020, 10:56 PM IST

લોકડાઉન-4 પહેલા ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 11380 પર પહોંચી ગયો

ગુજરાતમાં 24 કલાકમાં નવા 391 કેસ નોઁધાયા છે. તો 24 કલાકમાં 28 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે વધુ માહિતી આપતા આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતી રવિએ જણાવ્યું કે, ગુજરાતમા અત્યાર સુધીના કુલ કેસો આંકડો 11380 પર પહોંચી ગયો છે. તો ગુજરાતનો રિકવરી રેટ 39.53 ટકા થયો છે. ગુજરાતમાં 24 કલાકમાં 191 લોકો સાજા થયા છે. 

May 17, 2020, 09:12 PM IST

JEE, NEET અને GUJCETના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ કરી ખાસ વ્યવસ્થા

હાલમાં કોરોના ના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે, તેમાં ખાસ કરીને રાજ્યના ધોરણ-૧૨ના વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓ JEE, NEET, Gujcet જેવી તમામ પરીક્ષાઓનું ઘરે બેઠા જ માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે તે માટે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડે વિશિષ્ટ આયોજન હાથ ધર્યું છે. આ આયોજન અંતર્ગત ગણિત, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન વિષયના તજજ્ઞ શિક્ષકો દ્વારા રેકોર્ડિંગ કરીને ખાસ શૈક્ષણિક કાર્યક્રમો હાલમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. તૈયાર થનાર આ શૈક્ષણિક કાર્યક્રમો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની youtube ચેનલ જીએસએચએસઈ બી ગાંધીનગર પર અપલોડ કરાશે. આ કાર્યક્રમો અપલોડ થતા JEE, NEET, ગુજસેટ જેવી પરીક્ષાઓનું માર્ગદર્શન મેળવવા ઇચ્છતા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓ આ કાર્યક્રમોનો ઘરે બેઠા તમામ પરીક્ષાઓનું માર્ગદર્શન ઘરે બેઠા જ સરળતાપૂર્વક મેળવી શકશે.

May 17, 2020, 08:17 PM IST

સુરતની લાજપોર જેલમાં કોરોનાની એન્ટ્રી, વાપીમાં એક શખ્સ લોકડાઉનમાં બે વાર મહારાષ્ટ્ર જઈ આવતા ચકચાર

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આજે કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોમાં લોકડાઉન 31 મે સુધી લંબાવી દેવાયું છે. કારણ કે, કોરોના હજી પણ કાબૂમાં આવ્યો નથી. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે કેટલા કેસ નોંધાયા અને કેવી રીતે કોરોનાના કેસ વધ્યા તેના પર એક નજર કરીએ. ગુજરાતના અનેક શહેરોમાં ધીમે ધીમે કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે, તો સાથે જ કેટલાક લોકો કોરોનાને માત આપવામાં સફળ પણ નિવડ્યા છે. 

May 17, 2020, 07:27 PM IST

પોલીસવડાની મહત્વની જાહેરાત, આગામી ત્રણ-ચાર દિવસ શ્રમિકો માટે ઓરિસ્સા જવાની ટ્રેન નહિ ઉપડે

રાજ્યમાં લોકડાઉન વચ્ચે કાયદો અને વ્યવસ્થાની માહિતી આપતા પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, છેલ્લા અનેક દિવસોથી શ્રમિકોને તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા તંત્ર દ્વારા ઝડપથી કરવામાં આવી રહી છે. આ માટે સંબંધિત રાજ્ય દ્વારા અપાતી વ્યવસ્થા કે પ્રક્રિયામાં વિલંબ થવો શક્ય છે. તેથી અફવાઓમાં આવીને અને નાના વિલંબને કારણ બનાવીને શ્રમિકો દ્વારા તંત્ર સાથે સંઘર્ષમાં ઉતરવાના બનાવો બન્યો છે. આવા બનાવો ચલાવી લેવામાં નહિ આવે. આજે રાજકોટમાં રાપરમાં શ્રમિકો દ્વારા ટ્રેન રદ થવાને કારણે કેટલાક લોકો દ્વારા કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં પોલીસ અને મીડિયા પર હુમલો થયો હતો. આ પ્રકારનું કૃત્ય કરનારા સામે ગુનો દાખલ કરાયો છે. મારી લોકોને અપીલ છે કે ,ધીરજ ગુમાવવીને પોલીસ, સ્થાનિક તંત્ર અને મીડિયા સાથે સંઘર્ષમા ન ઉતરે. કેટલાક કારણોસર ટ્રેન રદ થાય, અને વિલંબ થાય તો ફરી વ્યવસ્થા તરત કરવામાં આવશે. શ્રમિકોને શક્ય વહેલા તેમના વતનમાં મોકલાવમાં આવશે. 

May 17, 2020, 04:57 PM IST

મહારાષ્ટ્ર બાદ તમિલનાડુની જાહેરાત, 31 મે સુધી વધારવામાં આવ્યું લોકડાઉન

  મહારાષ્ટ્ર બાદ હવે દક્ષિણી રાજ્ય તમિલનાડુ દ્વારા પણ લોકડાઉનને 31 મે સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી છે. બંન્ને રાજ્યોમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનનાં 3 તબક્કા પુર્ણ થઇ ચુક્યા છે. ત્યાર બાદ કેન્દ્ર સરકાર આજે લોકડાઉનના અંતિમ દિવસે લોકડાઉન 4નાં પ્રાવધાનો અને નિયમોની જાહેરાત કરવા જઇ રહ્યા છે. તે અગાઉ મહારાષ્ટ્ર અને તમિલનાડુએ લોકડાઉનને 31 મે સુધી યથાવત્ત રાખવાની જાહેરાત કરી દીધી છે. 

May 17, 2020, 04:23 PM IST

ઝી 24 કલાકને CM રૂપાણીએ કહ્યુ કે, ‘અમારી તૈયારીઓ યોગ્ય છે, કોરોનાની લડાઈમાં જલ્દી ગુજરાત અગ્રેસર બનશે’

ગુજરાત હાલ કોરોનાના કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે. આવામાં ગુજરાતની દરેક જનતા સરકાર તરફ મીટ માંડીને બેસી છે. લોકડાઉન વચ્ચે સરકારનો સંઘર્ષ કેવો રહ્યો તે વિશે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ ઝી 24 કલાક સાથે દિલ ખોલીને વાત કરી હતી. ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ શીર્ષ સંવાદમાં તેઓએ ગુજરાતની જનતાના મનમાં ઉદભવેલા અનેક સવાલો વિશે પોતાના મનની વાત કરી હતી. 

May 16, 2020, 10:40 PM IST

રાજ્યમા કુલ કેસનો આંકડો 10989, અમદાવાદના 709 સુપરસ્પ્રેડરને આજે પોઝિટિવ જાહેર કરાયા

ગુજરાતમાં 16 મેના રોજ કોરોનાના નવા કેસ અંગે માહિતી આપતા આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 348 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 10989 પર પહોંચી ગયો છે. તો છેલ્લા 24 કલાકમાં 19 લોકોના મોત નિપજ્યાં છે. સાથે જ ગુજરાતમા રિકવર દર્દીઓનો આંકડો પણ વધ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાંથી કુલ 4308 દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. 

May 16, 2020, 07:52 PM IST

ટેસ્ટના ખોટા આંકડા છુપાવવાનું બંધ કરો, છેલ્લા 15 દિવસમાં કેટલા ટેસ્ટ કર્યા? અહેમદ પટેલનો CMને સવાલ

ગુજરાતના રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલના ટ્વિટથી ગુજરાતમાં લોકડાઉન વચ્ચે પણ રાજકારણ ગરમાયુ છે અહેમદ પટેલે ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોના ટેસ્ટની સંખ્યામાં ઘટાડો થતો હોવાનો આક્ષેપ કરી ગ્રાફ સાથેનુ ટ્વિટ કર્યુ હતુ, જેની સામે રાજ્યના મુખ્યમંત્રીએ પણ રાજ્યમાં કેટલા ટેસ્ટ થયા તે અંગેનું ટ્વિટ કરીને જવાબ આપ્યો છે. આમ, ટ્વિટર પર અહેમદ પટેલ અને વિજય રૂપાણી વચ્ચે સવાલબાજી શરૂ થઈ ગઈ છે. 

May 16, 2020, 07:31 PM IST

કોરોનાથી સૌથી વધુ મોતમાં ટોપ-3 રાજ્યોમાં ગુજરાત પણ સામેલ

દરરોજ રેકોર્ડ કોરોના વાયરસ (Coronavirus)ના નવા કેસ સામે આવી રહ્યાં છે. ભારતમાં અત્યારે કોરોના (Covid-19 In India) સંક્રમિતોની કુલ સંખ્યા 86 હજારની નજીક પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 3 હજારની નજીક પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 (COVID-19)ના કુલ 3970 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 85,940 થઈ ગઇ છે. આ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 103 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 2,752 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોના વાયરસના 53035 એક્ટિવ કેસ (સારવાર ચાલી રહી છે) છે અને 30,153 લોકો સ્વસ્થય થઈ ગયા છે. ત્યારે હવે લાગે છે કે, લોકોએ કોરોના વાયરસ સાથે રહેવાની આદત પાડી દેવી જોઈએ. કેમ કે, કોરોના વાયરસના કેસ સતત 50 દિવસોથી વધી રહ્યાં છે. કોરોનાથી દેશમાં જીવ ગુમાવનારાઓમાં સૌથી વધુ લોકો મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળથી છે. દેશમાં 78 ટકા લોકોના મોત આ ચાર રાજ્યોમાંથી થયા છે. 

May 16, 2020, 07:02 PM IST

‘કેમ ગાડી ફૂલ સ્પીડમાં હંકારી રહ્યા છો...’ તેમ કહી સુરતમાં પોલીસનું તબીબ સાથે ગેરવર્તન

કોરોના વાયરસની મહામારી વચ્ચે વોરિયર્સ તરીકેની ફરજ બજાવી રહેલ કાર્ડિયોલોજીસ્ટ તબીબ સાથે પોલીસ કર્મચારી સહિત ટીઆરબી જવાન દ્વારા ગેરવર્તણૂક કરી ઝપાઝપી કરવામાં આવી હોવાના આક્ષેપ થયા છે. દર્દીની સારવાર માટે ગયેલા તબીબના વાહનને અટકાવી "કેમ ગાડી ફૂલ સ્પીડમાં હંકારી રહ્યા છો...’ તેમ કહી ગેરવર્તન કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલો કતારગામ પોલીસ મથકે પોહચતાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના સભ્યો પણ ત્યાં દોડી આવ્યા હતા. તબીબ સાથે થયેલ દુર્વ્યવહારના પગલે કસૂરવારો સામે કતારગામ પોલીસ દ્વારા તબીબની ફરિયાદ લઈ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

May 16, 2020, 05:43 PM IST

શ્રીમંતનો પ્રસંગ કોરાણે મૂકીને સાત માસના ગર્ભ સાથે મોરબીના નર્સ બન્યા કોરોના વોરિયર્સ

સમગ્ર દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ છે ત્યારે આ મહામારીના સમયમાં પણ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ સરકારી આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતા પુનમબેન જોષી સમગ્ર મોરબી જિલ્લાની તમામ નર્સ બહેનો માટે પ્રેરણાદાયી છે. પૂનમ બેનને સાત માસનો ગર્ભ હોવા છતાં પણ કોરોનાની મહામારીમાં સતત કાર્યરત છે. તેમનું માનવું છે કે, ભલે અત્યારે પ્રેગનન્ટ હોય અને પેટમાં સાત માસનો ગર્ભ હોય, પરંતુ આવા કપરા કાળમાં રાષ્ટ્રની સેવા કરવાનો મોકો મળ્યો તે સૌથી મોટી ખુશી છે. કોરોના મહામારી વચ્ચે પોતાના શ્રીમંત પ્રસંગ મુલતવી રાખીને પણ તેઓ આરોગ્ય વિભાગની સેવામાં સતત જોડાયેલ રહ્યા છે. પૂનમબેનની નિષ્ઠા પૂર્વકની ફરજને શહેરીજનો પણ બિરદાવી રહ્યા છે અને સાથે સાથે ગર્વ પણ અનુભવી રહ્યા છે. 

May 16, 2020, 04:57 PM IST

લોકડાઉનમાં ખેડૂતોને તેમના કામ માટે રોકવામા નહિ આવે : રાજ્યના પોલીસવડા

ગુજરાતમાં લોકડાઉનના 53મા દિવસે કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, લોકડાઉનના ત્રીજા તબક્કાના અંતિમ દિવસોમાં જાહેરમાં તમામ સ્થળોએ શાંતિપૂર્ણ રીતે અમલ થાય તે રીતે છૂટછાટ અપાય છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું અમલ થાય તે માટે પોલીસ સુરક્ષા વ્યવસ્થા જાળવી રહી છે. કન્ટેમેન્ટ સિવાયની વિસ્તારમાં દુકાનો ખુલ્લી રાખવાની છૂટછાટ અપાઈ છે. તો પ્રિબંધિત સેવા કે દુકાન ચાલુ ન રહે તે માટો પોલીસ નજર રાખી રહી છે. લોકોને અપીલ છે કે, જેટલી છૂટ અપાઈ છે તેમાં જ છૂટછાટ ભોગવે. શાકભાજી અને કરિયાણાની દુકાનો માટે 10 થી 3 સુધીની છૂટ છે. આ સમય દરમિયાન જ લોકો બહાર નીકળે. સાંજના 7 વાગ્યાછી 7 વાગ્યા સુધી ઈમરજન્સી સિવાય તમામ સેવા અને વેચાણ બંધ રાખવામાં આવશે. તો સાથે જ ખેતી માટે અને ખેતી સંલગ્લન પ્રવૃત્તિઓને લોકડાઉમાંથી મુક્તિ અપાઈ છે. ખેડૂતોને પોલીસ દ્વારા રોકવામાં આવશે નહિ, આ માટે જરૂરી તમામ સૂચનાઓ તમામ પોલીસ કર્મચારીઓને આપી દેવાઈ છે. ખેતપેદાશો વેચવા માટે પણ લોકડાઉનમાંથી મુક્તિ અપાઈ છે. 

May 16, 2020, 04:25 PM IST

માંડવી : ક્વોરેન્ટાઇનમાં લોકોને વંદાયુક્ત શાક મળતા મોટો હંગામો થયો

કચ્છના માંડવીમાં ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરેન્ટાઇનમાં લોકોને વંદાયુક્ત શાક મળતા મોટો હંગામો થયો હતો. માંડવીની સરકારી કુમાર છાત્રાલયમાં ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરેન્ટાઇન કરાયેલા લોકોના ખોરાકમાં મૃત જીવાત નીકળતા લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. ક્વોરેન્ટાઇમાં રહેલા લોકોએ સાથે મળીને આ અંગે વિરોધ કર્યો હતો. આ સાથે જ અહી રહેતા લોકોને વિવિધ સુવિધાઓ સારી રીતે ન મળતી હોય તેવી પણ ફરિયાદો કરી હતી. લોકોએ જણાવ્યું કે, અહીં લોકોને સ્નાન કરવા માટે ડોલ કે ડોલચાની પણ વ્યવસ્થા નથી હોતી. લોકો ખોબામાં પાણી ભરીને ન્હાવુ પડે છે. દર્દીઓએ ખોરાક અને અન્ય સુવિધા સારી અપાય તેવી માંગ છે. 

May 15, 2020, 11:34 PM IST

લોકડાઉનને કારણે કાકડી ન વેચાઈ, અને આર્થિક રીતે ભાંગી પડેલા ખેડૂતે આત્મહત્યા કરી

કોરોના લોકડાઉન કારણે ખેડૂતે આત્મહત્યા (farmer suicide) કરવાની ફરજ પડી છે. અમદાવાદના ખેડૂતે આત્મહત્યા કરી છે. કાકડીની ખેતી કરતા ખેડૂતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કર્યાંની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઇ છે. 

May 15, 2020, 11:18 PM IST

ગુજરાતનું કોરોના રિપોર્ટ કાર્ડ : 24 કલાકમાં 340 લોકો પોઝિટિવ, કુલ આંકડો 9932 પહોંચ્યો

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 340 કોરોનાના નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 9932 પર પહોંચી ગયો છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, આજે રાજ્યભરમાંથી કુલ 282 ડિસ્ચાર્જ થયા છે. આમ, ગુજરાતમાં ડિસ્ચાર્જ થવાનો રેટ 40.62 થયો છે. તો સાથે જ ગુજરતમાં  આજે 9૦ વર્ષના વડોદરાના એક મહિલા સારવાર લઈને ડિસ્ચાર્જ થયા છે. જે તબીબોની મોટી સફળતા કહેવાય. આમ, કહી શકાય કે કોવિડ-19ની લડાઈમાં ઉંમર મોટુ ફેક્ટર નથી. ગંગાબેન તેનુ મોટું ઉદાહરણ છે. વ્યક્તિ જો લડવાનુ નિર્ધાર કરે તો અન્ય કોઈ પરિબળ તેમાં વચ્ચે આડે આવતા નથી, ઉંમર પણ નહિ. 

May 15, 2020, 08:02 PM IST

‘ગુજરાતે અમને ઘણુ આપ્યું છે, અમે પાછા આવીશું...’કર્મભૂમિ ગુજરાતને વંદન કરીને ક્રિશ્નાદેવી અને પતિએ ટ્રેનમાં પગ મૂક્યો

કોરોનાના સંક્રમણના પગલે લોકડાઉનનો અમલ કરાયો. અનેક લોકો જ્યાં હતા ત્યાં અટવાયા. સામાન્ય દિવસોમાં ઘણા લોકો વતનથી દૂર સમય લાંબો સમય કાઢી નાંખતા હોય છે. પરંતુ કોઈ કૂદરતી આફત હોય ત્યારે સ્વાભાવિક રીતે માણસને ઘર-પરિવાર પાસે અથવા ગામ કે વતન તરફ જવાની ઈચ્છા થવી એ અત્યંત માનવ સહજ બાબત છે. ગુજરાત સરકારે લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા કરી. તેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પ્રશાસને પણ અત્યાર સુધી 1.33 લાખ શ્રમિકોને વતન મોકલ્યા છે.  ત્યારે મૂળ રાયબરેલીનુ દંપતી કિશ્નાદેવી અને તેમના પતિ પણ રોજીરોટી મેળવવા ગુજરાત આવ્યા હતા. પરંતુ લોકડાઉનને કારણે તેઓને હાલ ગુજરાત છોડવાની ફરજ પડી છે. આવામાં ગુજરાતને જ પોતાની કર્મભૂમિ માનતા આ દંપતીએ કમને ગુજરાતની અલવિદા કરી હતી. સાથે જ અહી જલ્દી પરત ફરશે તેવી આશા વ્યક્ત કરી હતી. એટલુ જ નહિ, ટ્રેન પર ચઢતા પહેલા દંપતી કર્મભૂમિ ગુજરાતની જમીનને પગ પડીને શત શત વંદન કર્યા હતા. 

May 15, 2020, 07:52 PM IST

કચ્છની મસ્જિદમાં માઇક પર ભડકાઉ ભાષણ કરનારાને પાસામાં મોકલાયો - પોલીસ વડા

લોકડાઉનમાં કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, રાજ્યમાં લૉકડાઉનના ત્રીજા તબક્કાના અંતિમ દિવસોમાં રાજ્યના નાગરિકોને કોરોનાના સંક્રમણમાંથી બચાવવા માટે તમામ જગ્યાએ યોગ્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી દેવાઈ છે. લોકહિત માટે પોલીસ કામગીરી કરી રહી છે, ત્યારે નાગરિકો પોતે તકેદારી રાખે અન્ય પાસે પણ તકેદારી રખાવે તે જરૂરી. આવશ્યક ચીજ-વસ્તુઓના વેચાણમાં પણ દુકાનદારો અને નાગરિકો યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને તંત્રને પૂરતો સહયોગ આપે તે જરૂરી છે. રાજ્યના રેડ ઝોન અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સવિશેષ તકેદારી રાખવી જરૂરી હોય આ વિસ્તારમાં અગાઉની જેમ જ લૉકડાઉનનો ચુસ્ત અમલ કરાશે અને તે માટે પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

May 15, 2020, 06:13 PM IST